ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિચારોની વ્યથા

   2020 , સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોવિડ-19 ની મહામારી ફેલાયેલી હતી . સમગ્ર દેશમાં લોક-ડાઉન લાગુ પડેલું હતું . એવા સમયમાં ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરમાં એક છોકરો રહેતો હતો , તેનું નામ હર્ષ હતું. તેની ઉંમર 22 વર્ષ હતી . હર્ષ મૂળ બોટાદનો હતો પરંતુ તે અમદાવાદમાં ભણવા માટે આવ્યો હતો . લોક-ડાઉન લાગુ પડતાં લોકોનું ઘરમાંથી બહાર નીકળવું અઘરુ હતું.

    આવા કઠીન સમયમાં હર્ષ પોતે કોવિડ પોઝિટિવ આવ્યો . પહેલા તો તે ગભરાઇ ગયો પરંતુ પાડોશીઓ ની  મદદથી તેને થોડી રાહત મળી. તેના પાડોશી કહેતા કે આપણે તેને એકલો રાખવાનો છે એકલો પાડવાનો નથી .

     હર્ષ બીમાર હતો પરંતુ છતાં તે પોતાની આસપાસ સ્વચ્છતા રાખતો જેથી તેને બીમાર હોવાનો અનુભવ ન થતો . તે પૂરતો આરામ લેતો , ડોક્ટરે આપેલી સલાહ મુજબ ધ્યાન રાખતો . તે નેગેટિવ વિચારોથી દૂર જ રહેતો , સમાચાર પણ પોઝિટિવ જ જોતો. તેણે જાણ્યું કે લોક-ડાઉનમાં મદદ કરવા ઘણાં લોકો આગળ આવ્યા , ભૂખ્યા લોકોની મદદ કરતાં , આ ઉપરાંત અભિનેતા સોનુ સુદ પણ પોતે લોકોની મદદ કરવા લાગ્યા . એણે વિચાર કર્યો કે આવા અસહાય લોકોને પણ સહાય મળે છે તો હું શું કામ નિરાશ થઈ જઉ , મારી પાસે તો રહેવાની જગ્યા પણ છે, ખાવાનું પણ મળી રહે છે . હર્ષ એ ર્દઢ મનોબળ રાખ્યું . તે હંમેશા પોઝિટિવ જ વિચારતો , પૂરતો આરામ લેતો, મનની શાંતિ માટે ધ્યાન કરતો , શરીર માટે  વ્યાયામ  પણ કર્યું , તેના પરિવારજનો સાથે વાત કરતો , તે પોતાનાં  મનને તેને ગમતી વસ્તુમાં સમય પસાર કરતો ,એ એવું માનતો આ સમય મને મળ્યો છે તો હું એનો સારો ઉપયોગ કરું , તે પોતાના સારા ભવિષ્યની વિચારણા કરતો , પોતાની જાત સાથે સમય પસાર કરતો . એ સમયે ચરિત્ર ઘડતર માટે અને એકાગ્રતા માટે જુદી-જુદી પુસ્તકો વાંચતો . કોવિડ પોઝિટિવની આ સ્થિતિને એણે પોઝિટિવ રીતે વિચાર્યું .એ 10 દિવસમાં સાજો થઈ ગયો, પરંતુ આ સમય દરમિયાન તે ગણો બદલાઇ ગયો હતો. સાજા થયા પછી તે સ્વયં બીજાની મદદ કરવા તત્પર થયો . સમય સારો હોય કે ખરાબ તે આપણા ચરિત્રનું ઘડતર કરે છે . નેગેટિવ અને પોઝિટિવ વિચાર એ મનુષ્ય પર આધાર રાખે છે  કે એ વ્યક્તિ કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરે છે.      

આ લોક-ડાઉન દરમિયાન સરકાર , ડૉક્ટર , નર્સ , પોલિસ બધાં પોતાનું કર્તવ્ય નિભાવે છે , તો આપણે પણ એ વિચારવુ જોઇએ કે જે થશે એ સારુ જ થશે . નેગેટિવ વિચારો આપણા પર હાવી ન થાય તે માટે આપણે દરેક પરિસ્થિતિઓને પોઝિટિવ વિચારોથી પાર કરવા સક્ષમ છીએ , માટે પોઝિટિવ વિચારો જરુરી છે . જીવન તો સારી અને ખરાબ પરિસ્થિતિઓથી જ બનેલું છે , આપણે ખરાબ  પરિસ્થિતિઓને અવસર માની પાર કરવાની છે.

ચિત્રા જાદવ

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિંદુ ધર્મનો ઈતિહાસ

દેવ વૈદ્ય અશ્વિની કુમાર

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતાને પત્ર

પ્રસ્તાવના: સ્નેહસભર વ્યક્તિત્વ જેન…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

પિતા : ઘરનું અસ્તિત્વ

એક સુંદર એવી ઈમારત મે જોઈ , આકર્ષક…
Read more

Leave a Reply

%d bloggers like this: