કવિતા કોર્નરગઝલ

વિહગ જેમ આકાશે ઉડવું ય છે

વિહગ જેમ આકાશે ઉડવું ય છે.
ને પગથી ધરાને અડકવું ય છે.

ખમીરી ને ખુન્નસ રગોમાં ભલે,
અવળ આચરણથી ફફડવું ય છે.

બની ઓસ ઝળકી તરત ઉડવું ને,
બની રક્ત નસમાં વહેવું ય છે.

તમન્ના ઘણી સ્થાન શિખર મળે,
થઇ પાંચીકો એક ઉછળવું ય છે.

બતક જેમ બેસી રહેવું ગમે,
હલેસે હવાને વિહરવું ય છે.

પાયલ ઉનડકટ

Related posts
અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,કે એ તેને…
Read more
કવિતાકવિતા કોર્નર

પપ્પા

પપ્પા મારા પપ્પામને વ્હાલા…
Read more
કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.નજીક થી ચડવા ક્યાં પોસાય છે?સાથે રહો તો ડાઘા દેખાય છે.કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?પામીને ખોટનો  ધંધો કરાય છે.ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?સંબંધની સીડી અટકીને ચડાય છે.નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?પાસેથી જાણવામાં જોખમ જણાય છે.‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ? અવનિ…
Read more

Leave a Reply

%d bloggers like this: