ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

સો ટકા ગેરેન્ટી (લાઘવિકા)

“તું ચાલ તો ખરા આ જ્યોતિષ ખુબ જાણકાર છે. એણે સારા સારા લોકોના ધંધા સેટ કરી દીધા છે. તારા નસીબ પણ એ જ ચમકાવશે.” વિશ્વાસે મયંકને વિશ્વાસ સાથે કહ્યુ.

“બોલો યુવાનો કોને વશમાં કરવા છે? કુંડળી જોવી છે? ધંધામાં વૃદ્ધિ કરવી છે? મારા કામમાં સો ટકા ગેરેન્ટી મળશે.” જ્યોતિષે હાથમાં પહેરેલી વીટીઓ ફેરવતા ફેરવતા કહ્યુ.

મયંક બોલે ત્યા જ્યોતિષનો ફોન રણક્યો.

“મહારાજ, છ મહિનાનું ભાડુ બાકી છે અને વ્યાજના અલગથી બાકી છે. બે દિવસમાં ચુકતે કરો નહીંતર…”

“અરે છોકરાઓ ક્યા જાવ છો? તમારી સમસ્યા તો કહેતા જાવ.” જ્યોતિષે ફોન બાજુ પર મુકતા કહ્યુ.

“પહેલા તમારો ફોન સ્પીકર પર છે એ તો બંધ કરો.”

સુનિલ ગોહિલ “માસ્તર”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: