“વિશ્વનું સૌથી મોટું સુખ છે પ્રેમ. પ્રેમ કરવું અને પ્રેમ મેળવવું.”

અમે સહ કુટુંબ સાથે બેસીને ટીવી પર એક પ્રખ્યાત દાર્શનિકનું વ્યાખ્યાન સાંભળી રહ્યા હતા. ઉપરોક્ત વાક્ય સાંભળીને મારા પુત્ર, કમલેશે કહ્યું,

“હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત નથી. મને એવું લાગે છે, કે દરેક વ્યક્તિની સુખની પરિભાષા જુદી હોય છે.”

કમલેશના પપ્પાએ ઉભા થઈને ટીવી બંધ કરી નાખ્યું. હું કમલેશને કંઈ પૂછું, તે પહેલાં મારો લાડકો, આઠ વર્ષનો પૌત્રો કૃષ્ણ બોલી ઉઠ્યો,

“દાદી, સુખ એટલે શું?’

મેં સ્મિત કરતા એના ગાલ ઉપર હાથ ફેરવ્યો.

“મારા નાનકડા રાજકુમાર, સુખ એટલે ખુશી.”

પછી મેં કમલેશની સામે જોતા કહ્યું,

“હા બેટા, તારી વાત સાચી છે. આપણા જ ઘરમાં, આ પ્રશ્નનો દરેક વ્યક્તિ જુદો જવાબ આપશે. ચાલ તારા પપ્પાથી શરૂ કરીએ.”

મેં કમલેશના પપ્પા સામે જોઈને એમને પૂછ્યું.

“તમારા હિસાબે વિશ્વનું સૌથી મોટું સુખ કયું છે?”

કૃષ્ણ ફરી ઉત્સુકતાથી બોલી ઉઠ્યો,

“હું પણ આ ક્વિઝમાં ભાગ લઈશ.”

મેં એની પીઠ થાબડી અને કહ્યું,

“જરૂર, પહેલા તારા દાદાજીનો જવાબ સાંભળી લઈએ.”

કમલેશના પપ્પાએ એમનો અભિપ્રાય વ્યક્ત કર્યો,

“ઉંમરના કોઈ બીજા પડાવમાં પૂછ્યું હોત, તો કદાચ મારો જવાબ જુદો હોત. આ ઉંમરે, મારા માટે વિશ્વનું સૌથી મોટું સુખ છે તંદુરસ્તી અને સુખી પરિવાર.”

મેં હામી ભરી અને કમલેશને પૂછ્યું. એનો જવાબ પણ રસપ્રદ હતો.

“મમ્મી, મારા હિસાબે વિશ્વનું સૌથી મોટું સુખ છે પરિવારની ખુશી અને બધા સભ્યની જરૂરત પુરી કરવાની ક્ષમતા.”

મારો ડાહ્યો દીકરો! હંમેશાં પહેલા બીજાઓનો વિચાર કરશે.

“મમ્મી, આ વિશે તમારું શું કહેવું છે?”

“બેટા મારો અભિપ્રાય સેમ તારા પપ્પા જેવો છે.”

“દાદી હવે મારો વારો! મને પૂછો.”

“હાં રાજકુમાર કૃષ્ણ બોલો. વિશ્વનું સૌથી મોટું સુખ શું છે?”

એ મુંજાઈ ગયો.

“દાદી વિશ્વ એટલે?”

“વિશ્વ એટલે દુનિયા.”

“ઓકે. મારા માટે આ દુનિયાની સૌથી મોટી ખુશી છે મમ્મીના ખોળામાં માથું મૂકીને ઊંઘવાનું અને એમની રોમાંચક વાર્તાઓ સાંભળવાની.”

અમે બધા હંસી પડ્યા, ત્યાં કમલેશના પપ્પાએ મને કહ્યું,

“ચાલો, હવે ભેગાભેગું, બધાની દુઃખની પણ વ્યાખ્યા જાણી લઈએ.”

કૃષ્ણ ઉભા થતા વચ્ચે બોલ્યો.

“મને કોઈ દુઃખ નથી. હું રમવા જાવ છું.”

એમ કહીને, એ પોતાનું બેટ લઈને બહાર જતો રહ્યો.

કમલેશે એના પપ્પાના ખભા પર હાથ મુક્યો અને કહ્યું,

“પપ્પા, તમે જ શરૂ કરો.”

“ઓકે. આઈ થિંક, વિશ્વનું સૌથી મોટું દુઃખ છે બીમારી અને એકલતા.”

હું ફરી એમની સાથે સંમત થઈ. કમલેશે પોતાની રાય આપી,

“મારા મુજબ , નાઈન્સાફીના લીધે ત્રાસ સહન કરવો, એ સૌથી મોટું દુઃખ છે”

એક ઊંડો નિસાસો લેતા મેં સ્મિત કર્યું.

“બેટા, આ એક ખૂબ વ્યક્તિલક્ષી બાબત છે. અને દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે.”

“હાં મમ્મી. પણ આવી ચર્ચા કરતા રહેવું જોઈએ. એક બીજાના વિચારો જાણવાની મજા આવે અને કાંઈક નવું શીખવા પણ મળે.”

ત્યાં કમલેશના પપ્પા બોલ્યા,

“અને આવી ચર્ચામાં, આપણા રાજકુમાર કૃષ્ણને જરૂર રાખવો, નહીં તો એ આપણને વાત કરવા નહીં આપે.”

અમે બધા ફરી હંસી પડ્યા.

શમીમ મર્ચન્ટ

______________________________________

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: