ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

मेरे सपनो का वो राजा…!

ઘણી વખત અને ઘણી જગ્યા પર એવું નજરમાં આવ્યું કે સ્ત્રી જાતિને બીજું કંઈ બનવું હોય કે નહિ પણ એક પત્ની તો બનવું જ છે..એ સતત કોઈ એવા સપના જોયા કરે છે કે કોઈ રાજકુમાર આવશે અને મને લઈ જશે મારા જીવનમાં ખુશીઓનો વરસાદ કરી દેશે..! સ્ત્રી કોઈની પત્ની બને તેમાં કોઈ તકલીફ ન જ હોય પરંતુ તે જ્યારે માત્ર પત્ની જ બનવા માટે જીવવા લાગે ત્યારે સાલું લાગી આવે..!

 હા માન્યું કે આજે એકવીસમી સદી ચાલે છે અને લોકોના વિચારો બદલાયા છે પરંતુ કેટલા ટકા ??

 કેટલી યુવતીઓને 12th કે સ્નાતક કરી અભ્યાસ છોડી દેતા જોઈ છે..શું કામ ?? કેમકે હવે તેના માટે જીવનસાથી શોધવાનું શરૂ થઇ ગયું હોય છે..ઘણી વખત તો થોડું વધુ ભણે પણ એટલે જ છે કેમકે સારા ઘરનો (પૈસાદાર ઘરનો ) છોકરો મળે …સારી સારી ડીગ્રીઓ મેળવીને આરામથી ઘરમાં ટેસડા કરવાના પોતાના વ્યક્તિત્વનો વિકાસ તો એક બાજુ પણ daily soap જોઈને પોતાના અને બીજાના જીવનને વાંકાચૂકા કરી નાખે..! વિચારોનું ખેડાણ કરે કે નહીં પણ વિનાશ તરફ સંબધોને જરૂર લઈ જાય છે..! 

આ વાત બધાને લાગુ નથી પડતી પણ ઘણા બધાને લાગુ પડે છે..કેમ આપણે આવા થઇ રહ્યા છીએ…?? સ્ત્રીની વ્યાખ્યાઓ માટે શકિત શબ્દ મોખરે છે..શું આ શબ્દ શોભે તેવું આપણે કાર્ય કરીએ છીએ ખરાં..???

 એક દીકરી તરીકે લાડકોડ મળ્યા છે તેનો અર્થ તેવો કે કામકાજ કરવાનું જ નહિ ?? તમારા જીવનની દિશામાં આગળ ધપાવવા તમારા પિતા તમને ટેકો કરે છે.. ત્યારે તમે માત્ર મેકઅપ- સારા કપડાં- સારા દેખાવું – સારા લાગવું – સારા ફોટા પડાવામાં – boyfriend બનાવવા આમાં જ અટવાયા કરો છો ??? સાસરીમાં કામ ન કરવાની આળસના કારણે થતાં છૂટાછેડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે..! બીજા આવા ઘણા કેસોની ફાઈલો દરેક જિલ્લાના PBSC center માં પડી હશે.

સતત નાજુક બનીને જીવવું છે અને જો પોતાનું ધાર્યું ન થાય તો આજનો કાયદો તો છે જ મહિલા પક્ષી… આ બધી હેલ્પલાઇનો

સુવિધા..કાયદો.. સવલત અને મળેલી જે તક છે તે તમને ઊઠતા.. ઊગતા..અને ઊડતા કરવાની છે..! નમ્રતાભરી અપીલ છે… ભટકતા અટકો અને વિકસતા શીખો..વ્યક્તિત્વ..અસ્તિત્વ અને ચારિત્ર્યની અગત્યતા સમજો  

~Dr Hiral Jagad ‘Heer’ 

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: