નેહા ડાંસ ક્લાસમાં જવા નીકળી અડધે પોચી ત્યાં ગાડી બગડી પડી,કિક મારી પણ નાજુકડી ને નમણી એવી નેહાની કિકની કોઈ અસર ન થઈ મોડું થતું હોવાથી એને પ્રયાસ ચાલુ રાખ્યા,અચાનક ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ! એ ગાડી પર બેસી નીકળવા લાગી ત્યાં

અચાનક કોઈ જાણીતો અવાજ કાને પડ્યો.

હાય,નેહા ઓળખ્યો કે?

નેહા : અરે સુમિત તું !!

સુમિત : ઓળખાણ પડી હો,મને તો એમ કે…

નેહા : શું એમ હે?? એ તું ભૂલી જા હું ની સમજ્યો,આજ સ્કૂલ છોડયે આપણને પાંચ વર્ષ થઈ ગયા મને હજી બધાય ના નામ યાદ છે,કેમ છે બધા ? પાર્થ , વકાર ભાઈ,સંજય ભાઈ,હેત ભાઈ,નામાં, પેલી કરીના ! આ બધા તારા કોન્ટેક્ટ માં ખરા કે?

સુમિત : ના હો મારા ટચમાં હાલ તો કોઈ નહિ પણ એ તો કે આ પાર્થના નામની પાછળ ભાઈ કેમ ન બોલી !!!????

નેહા : સુમિત બસ હો,એતો નાનપણની વાતો એ સમયે શું ખબર પડે ?

સુમિત : હા, હો શું ખબર પડે ! રોજ લખતા લવ લેટર અને અપાતી ગિફ્ટો ! એમાંય વળી બલી નો બકરો બનું હું !!

નેહા : તું વડી કેમ ?

સુમિત : લે ,તારા એ પત્રોની હેરફેર જ હું જ તો કરતો વડી કેમ હજી કે ભૂલી નથી બધું યાદ !

નેહા : ( શરમથી નીચું જોઈ ) સુમિત યાદ તો આજ પણ બધું જ છે,કશું જ નથી ભૂલી નથી ભુલાતું ! ( આંખોમાં પાણી ભરાઈ ગયું એ જોઈ સુમિત વાત બદલી)

સુમિત : એતો ઠીક પણ આવા તડકા માં ક્યાં નીકળી એ કે ?

નેહા : અરે મારે ડાંસ ક્લાસમાં જવું મોડું થાય છે એકાદ બે સ્ટેપ પણ થઈ ગયા હશે ! હું રહી જઈશ.

નેહા : ચાલ હું નીકળું ફરી મળીશું.

(ગાડી સ્ટાર્ટ કરી પણ કિક ના લાગી,બન્ને એક બીજા સામે જોઈ હસવા લાગ્યા)

સુમિત :નેહા આજ તારે એમ પણ મોડું તો થઈ ગયું છે જો ને તારા સ્ટેપ પણ નીકળી ગયા હસે એકાદ બે, આજ રેવા દે,ચાલ કોફી શોપ બાજુમાં જ !

નેહા : અરે પણ..

સુમિત : ઓકે,ઓકે જા નો પ્રોબ્લેમ,જો પાર્થ હોત તો પરીક્ષાઓમાં પણ જો એ આસપાસ આવતો તો ભૂલી જતી પેપર લખવાનું છે ખરું,બસ વાતો જ વાતો ને જોયા કરવું એક બીજાને,

નેહા : હા ,અને ગણિતનું પેપર અધૂરું રહી ગયું ને પ્રિન્સિપલ સર પાસે રડતી રડતી ગયેલી !

સુમિત : …ને એમને કાહિયું સમયસર લખો !!

નેહા : તોય પણ એ પરીક્ષામાં સેકન્ડ નંબર હું ને ફર્સ્ટ નંબર પર પાર્થ રહ્યો હતો.

સુમિત : હા હો , તમારા જેવા હોશિયાર લોકોની વાત થાય કઈ? ક્યાં તમે ને ક્યાં અમે !

નેહા : બસ હો વડી બવ બોલતા શીખી ગયો હો,પેલા તો કેવા જોઈ ને ભાગી જતા છોકરાઓ બધા એમાંય વડી તું ખાસ !!

સુમિત : હા , એ સમયે તું ડોન જે હતી ! અને ચોર પણ…

નેહા : લે ચોર! મે વડી કોનું શું ચોરી લીધું ?

સુમિત : બધી વાતો એમ રસ્તામાં જ કરી લેવી કે ?

નેહા : અરે હા ,ચાલ તારી પેલી કોફી શોપ પર ,આમ પણ આજ તે મને જવા તો દીધું નહિ, ચાલ આજ નો એ ચાર કલાકનો સમય તારો બસ !

સુમિત : બસ ચાર જ કલાક !? મને તો સાતો જનમ તારો સાથ જોઈએ છે !

નેહા : સુમિત ,બવ જ મસ્તીખોર થઈ ગયો છે હો, કેવો પ્રાથમિક શાળામાં તો એક દમ ચૂપ ચાપ બેસી રેતો,સામે પણ જોવે તો હું ન જોવ ત્યારે ! વાત કરવી હોય મારાથી તો ડરી ડરીને !

સુમિત : ( કિક લગાડી ગાડીને ત્યાં તરત ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ,બને હસવા લાગ્યા) ચાલ મારે ગાડી ઘરે છે હું જરા અહી સંજય પાસે આવ્યો હતો,તારી જ સ્કૂટીમાં ચાલુ તો વાંધો નહિ ને ?

નેહા : બસ હો,હું એવડિય અકડુ નથી ! બટ તારે મારી પાછડ બેસવું પડશે!

સુમિત : નેહા તું ન બદલી હો, ચાલ એ બહાને તારી સાથે એક જ સ્કુટી પર બેસવાનો લહાવો નથી ગુમાવો મને !

(બન્ને નજીકની કોફી શોપ પર જાય છે, સામ સામે બેસે છે.)

સુમિત : હજી એવી જ ક્યૂટ ને સ્વીટ ,ને આ તારી નશીલી આંખો મન થાય કે હોય જ કરું!!

નેહા : ઓય હોય , શું વાત છે સુમિત, પ્રેમ થઈ ગયો કે શું ?

સુમિત : પ્રેમ ? એતો પ્રાથમિક શાળામાં હતો ત્યાર થી જ હતો ,પણ એ છોકરીને કોઈ બીજાથી હતો !

નેહા : ઓહ,મને ખબર પણ ન પડી સેમ,એવું કેમ કર્યું એ ને, એ કોણ હતી ? નામ તો કે મને મને આવી બવ જ ખબર રેતી ને હું જ અજાણ કેમ ? સાચું કવ તો તે મારી ઘણી બધી હેલ્પ કરી છે હો,નહિ તો હું ક્યારેય પાર્થને પ્રપોઝ ન કરી શકી હોત અને મારા મનની વાત ક્યારેય એ જાણી ન શકયો હોત…

સુમિત : સાચું કીધું,ઘણી વખત કીધા વગર ક્યાં આપણા મનની વાત કોઈ જાણી શકે જ છે.

નેહા : ઓહો,પ્રેમ સાગરમાં ડૂબેલ પ્રેમી હવે નામ પણ જણાવો આપની એ પ્રેમિકાનું જેથી અમે અજાણ રહ્યા !

સુમિત : હા, તું જ અજાણ રહી એનું જ તો દુઃખ !

નેહા : અરે સેમ હવે આ તારી પહેલીઓ મૂક અને નામ કે એનું ચાલ, જલદી..

સુમિત : એનો ખુશનુમા હસતો ચહેરો,મંજરી શી આંખો, હરણી ની જેમ ચાલ,પાતળી પરમાર,એને જોઈ કેટલાયના ચહેરા ખીલી ઉઠતા.. ને કેટલાય તો ઘાયલ થઈ જતાં…

નેહા : ઓહો હો,આવી તે કોણ હતી !( એ વિચારવા લાગી અને

એક પછી એક નામ બોલવા લાગી)

કરીના?

ના

કવિતા ?

ના ના અને ના તું કોફી પૂરી કર જલ્દી ચાલ,

ના મારે સાંભળવું એ કોણ હતી,

ઓકે , પેલા કોફી પૂરી કર..

તને કોને કીધું કે કોફી મંગાય !!?

નથી પીવી મારે

તો ચાલ,હું પી જાઉં,

ના, મારી એંઠી છે..

અરે પ્રેમ વધે એંઠી પીવાથી તો !!

પણ તારે મારી સાથે ક્યાં પ્રેમ કરવો કે પ્રેમ વધારિશ !?

ક્યાં કરવો ?

સુમિત,તું બવ જ નાટક કરે હો હવે બોલને હવે કોણ હતી એ ,બધીના નામ બોલી ગઈ તોય ના પાડે, એ બીજા ક્લાસમાં હતી કે ?

ના,ના

આપણા જ કલાસની જ તો,

એ સમયે પ્રણય ત્રિકોણ રચાયેલું,હું એને પ્રેમ કરતો એ કોઈ બીજાને કરતી !

ઓહ સેમ સો સેડ !

હા,અને એના પ્રેમ પત્રો પણ પોંચાડતો ,

સેમ,તું ગ્રેટ છે હો,કેટલાની હેલ્પ કરી અને ગોડ તને જ તારો પ્રેમ ન આપ્યો તું ચિંતા ન કર.એથીય વિશેષ મળી જશે….

ના જોઈએ તો એજ આજ પણ એટલા વર્ષો પછી પણ જો એની સાથેની મુલાકાત આનંદદાયક લાગે છે

એટલે તું મને ચાહતો ???

ફાટી આંખે એ જોઈ રહી અને એના હજારો પ્રશ્નોના જવાબો માં સામે એક જ ઉતર મળ્યો…

હા,  અને તારું આજે મળી જવું……

નેહા કશુજ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ પણ એના મનમાં આજે રહી ગયો તો એ શ્યામ, પ્રેમાળ અને હમેશા એને ખુશ જોવા ઇચ્છતો સુમિત…હા એનું નામ સુમિત હતું નેહા અને એના મિત્રો એને પ્રેમથી સેમ કહીને જ બોલાવતાં… આ એજ સેમ હતો જેને વર્ષો સુધી નેહાની રાહ જોઈ હતી એ જાણવા છતાંય કે એ કોઈને ચાહે છે એનો એના માટેનો પ્રેમ ઓછો થયો ન હતો…. એતો બસ એક જ વિચાર કરતો,

એ ના ચાહે તો શું થયું ? હું તો એને ચાહું છું હું બસ એને ખુશ જોવા ઇચ્છુ છું પછી એ મારી સાથે હોય કે અન્યની બસ એનો ગુલાબી ચહેરો હસતો હોવો જોઇએ.

 – Charaniya Nayana

(સ્નેહની સરવાણી)

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: