કહેવાય છેને કે દીકરી એટલે તો કદી ડીલીટ નહિ થતી અને સદાય રિફ્રેશ રહેતી લાગણીનો દરિયો. દીકરી એટલે પરિવાર  માટે પરિવારના સ્ક્રીન પરનું મનોહર સ્ક્રીન  સેવર.
 
 અમદાવાદ જેવા મોટા શહેરમાં એક સંયુક્ત કુટુંબ રહેતું હતું. માતા પિતા અને તેમના બે દીકરાઓ તેમજ બે દીકરાઓની પુત્રવધૂઓ અને પુત્રવધૂઓને સંતાન સ્વરૂપે મોટી પુત્રવધૂને બે દીકરી અને નાની પુત્રવધૂને એક દીકરો અને એક દીકરી હતી એટલે કે આખા ઘરમાં દીકરીઓના ઝાંઝરીનો રણકાર ગુંજતો રહેતો હતો. પરિવારમાં જેટલી ફેસેલિટી દીકરાને આપવામાં આવતી એ તમામ ફેસીલીટી દીકરીઓને આપવામાં આવતી હતી. એમના બધા જ સપનાઓને પુરા કરવામાં આવતા હતા અને તેમને જે જોઈતું તે મળતું હતું કહી શકાયકે તેઓ પાણી માંગતા અને દૂધ હાજર કરતા.

દીકરો ‌અને દિકરીઓ ભણવામાં, રમવામાં અને  અન્ય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ હોશિયાર હતા.બધા જ ક્ષેત્રમાં તેઓ તેમની રીતે બેસ્ટ પર્ફોમન્સ આપતા હતા. અલગ-અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પુરસ્કાર પણ મેળવતા હતા. તેમાંથી નાનાભાઈની દીકરી કાવ્યા એ વર્ષ 2020માં ધોરણ 12 ની પરીક્ષા પૂરી કરી અને ખૂબ જ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ. કાવ્યા એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 97.23 પીઆર મેળવ્યા હતા અને આખી શાળા માં દ્વિતીય નંબરે આવી હતી.

 જેથી આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો.સારા માર્ક્સ આવતા કાવ્યાને સારામાં સારી કોલેજમાં એડમીશન પણ મળી ગયુ.કાવ્યા એ આગળ B.COM+C.A.FOUNDATION નો અભ્યાસ શરૂ કર્યો.એક દિવસ કાવ્યાને કોલેજમાંથી તમામ મિત્રો બહાર ફરવા માટે જવાના હતા.કાવ્યા એ ઘરે પપ્પાને કહ્યુંકે પપ્પા એક દિવસ માટે બહાર ફરવા જવાનું છે તો પપ્પાએ કહ્યુંકે સારું બેટા જજે.

 બહાર ફરવા જવાનું હતું તેથી કાવ્યાની મમ્મીએ તેમજ તેની કાકી અને દાદીએ તેના માટે અલગ અલગ પ્રકારનો નાસ્તો બનાવ્યો અને પપ્પાએ તેને થોડાક પૈસા પણ આપ્યા.જે દિવસે કાવ્ય પિકનિક પર જઈ રહી હતી ત્યારે તેને દાદાએ કહ્યુંકે બેટા પિકનિક પર જઈ રહી છે પરંતુ રાત્રે સમયસર પાછી આવી જજે. 

આ વાત કાવ્યાને સહેજ ખટકી એટલે કહ્યું તમે મને જાતજાતની સૂચનાઓ આપો છો પરંતુ જ્યારે ભાઈ બહાર જાય ત્યારે કેમ તેને કોઈપણ જાતની સુચના આપવામાં આવતી નથી. દાદા એ કાવ્યા ના માથે હાથ ફેરવીને કહ્યું હું તારી મનોવેદના સમજુ છું તેથી જ તું પણ મારી વેદના ઓ ને સમજવા માટેનો પ્રયાસ કર. દાદા કાવ્યા નો હાથ પકડી ને તેને પોતાના ઘરની બહાર લાવ્યા અને બાજુના મકાનમાં બાંધકામનું કામ ચાલતું હતું.ત્યા કાવ્યા ને લઈ ગયા અને કહ્યુંકે બેટા આ શું પડ્યું છે.કાવ્યા એ કહ્યું કે દાદા અહીં ફર્નિચર બને છે તે માટેના લાકડાં પડ્યા છે.દાદા એ કહ્યું શું તને ખબર છે આ લાકડા કેટલા દિવસથી બહાર પડ્યા છે. 

કાવ્યા એ કહ્યું કે હા દાદા મને ખબર છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી આ લાકડા આવી રીતે જ બહાર પડ્યા છે.દાદાએ કાવ્યા ને કહ્યું કે બેટા આ કારીગરો આ લાકડાને આમ જ મૂકીને જતા રહે તો શું એના પર ખરોચ પડે ખરી ??? કાવ્યા એ હસતા હસતા કહ્યું અરે દાદા લાકડા પર ખરોચ થોડી પડે અને પડે તો પણ એના ભાવ‌ માં કોઈ મોટો ફેરફાર નહીં થાય. દાદાએ કહ્યું કે કાવ્ય હવે બીજા પ્રશ્નનો જવાબ આપ. 

 કોઈ  ઝવેરી અત્યંત કીમતી હીરો આમ રેઢો (છુટૃો) મૂકી દે તો. કાવ્યા એ કહ્યુંકે ના દાદા .કાવ્યા એ જેમ ના પાડી એટલે દાદા એ પૂછ્યું કે જો લાકડા ને રેઢો (છુટ્ટો) મૂકી શકાતું હોય તો પછી આ હીરાને કેમ નહીં ? કાવ્યા એ જવાબ આપતા કહ્યુંકે દાદા હીરાના મૂલ્યને ધ્યાનમાં લઈને એની સલામતીની પણ બધી જ વ્યવસ્થા કરવી જોઈએ.જો હીરામાં નાનામાં નાની ખરોચ પણ આવે તો તેના મૂલ્યમાં ખૂબ જ મોટો ઘટાડો થાય છે અને તેથી જ લાકડાની જેમ હીરા ને આમ રેઢો મૂકી શકાતો નથી.

 કાવ્ય નો જવાબ સાંભળી દાદાએ કહ્યુંકે બેટા તું પણ તો અમારા પરિવારનો કીમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારુ અને આપણા પરિવાર નું મૂલ્ય તરત ઘટી જશે. બેટા જો એક ઝવેરી જેમ પોતાના હીરાની સલામતીની પુરતી વ્યવસ્થા કરતો હોય તો મારે પણ મારા કાવ્યા રુપી હીરાની સલામતીનો વિચાર નહીં કરવાનો??? 
જો દીકરા તારો ભાઈ તેમજ જગતના અન્ય ભાઈઓ લાકડું છે,હું એવું કહેવા નથી માગતો પણ તારા જેવી આ દુનિયાની દરેક દીકરીઓ પોતાના પરિવાર માટે તો હીરો જ છે અને એક હીરાની કિંમત શુ હોય છે એ જેના ઘરે એક દીકરી હોય ને તે જ માતા-પિતા સમજી શકે છે.

મિત્રો બાપ માટે તેમજ એમના પરિવાર માટે દીકરી હિરા સમાન જ હોય છે અને એટલે જ પરિવારના સભ્યોએ દીકરીની સલામતી નો વધુ વિચાર કરે છે.આજે પણ દીકરીઓને આઝાદી આપવી જોઈએ પરંતુ સ્વતંત્રતા ન છીનવાઈ જાય તેનું પણ માતા-પિતાએ તેમજ દાદા-દાદી એ ધ્યાન રાખવું જોઈએ.

 કહેવાય છે ને કે દીકરી એટલે આખા પરિવારને મુસીબતમાંથી બચાવતી ગોવર્ધન ઉપાડતી ભગવાન શ્રી કૃષ્ણની ટચલી આંગળી.દી એટલે કે પરિવાર નું દિલ.ક એટલે કે પરિવાર નું કાળજું.અનેરી એટલે કે પરિવાર નું હૃદય.

Kajol Deriya

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: