Horror StoriesOur Columns

કોલ્ડ એજ – સ્ટોરી ઓફ ટાઇમ ટ્રાવેલ

CHAPTER 4

“આ બધું શું છે? એક જ માણસ એક સમયે બે અલગ અલગ જગ્યાએ કઈ રીતે હોઈ શકે? કોણ છે તું?” ફ્રેડનો કોલર પકડતા જ્હોનએ કહ્યું.

“હું તારો મિત્ર ફ્રેડ જ છું. પણ હું ભવિષ્યથી આવ્યો છું. આ દુનિયાને તબાહ થતી બચાવવા માટે.” ટીવી બંધ કરીને સોફા પર બેસતા તેણે કહ્યું.

“મતલબ ટાઈમ ટ્રાવેલ… આ શક્ય જ નથી. હજી સુધી કોઈ ટાઈમ મશીન નથી બન્યું જે પ્રકાશની ઝડપથી ગતિ કરી શકે.” ફ્રેડની બાજુમાં બેસતાં તેણે પોતાના વિચાર કહ્યા.

“ફ્રેડ તો જે ટાઈમ મશીન તે બનાવ્યું એ શું છે? અને ના તો તું અમારા સમયનો છે. અને ના તો અહીં ના.. તો તું ખરેખર આવ્યો ક્યાંથી છે?” મૂંઝાયેલા ચાર્લીએ પૂછ્યું.

“હું તમને બધાને એ જ વાત જણાવવા માંગુ છું. તમે બધા બેસી જાઓ. અને મારી આખી વાત સાંભળી લો.” વિન્નતી કરતા તેણે કહ્યું.

તેની વાત માનતા પ્રોફેસર ડેનિયલ અને ચાર્લી પણ સોફા પર ગોઠવાઇ ગયા.

“મેં સાચે જ જીવનમાં ઘણી ભૂલો કરી છે. એવી ભૂલો જે હું વિચારું તો પણ મારું હૃદય કંપી ઉઠે છે. મેં છેલ્લાં ઘણા મહિના પોતાની જાતને સાંભળવામાં કાઢ્યા છે. પણ પ્રોફેસર ડેનિયલ અને ચાર્લી હું તમારા બંનેનો ખુબ આભારી છું. કેમકે તમે જ મને બધું સરખું કરવાની પ્રેરણા આપી છે. મારા ગુનાહોની સજા મને જરૂર મળશે. પણ જો મેં આ બધો સરખું ના કર્યું તો હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું.” ફ્રેડની આંખમાં આંસુ હતા.

“તું આવું કેમ કહી રહ્યો છે ફ્રેડ? તને શું થયું છે? આપણી વચ્ચે નાના મોટા ઝગડા થતા રહે છે. એનાથી શું? હું તારી સાથે છું.” ફ્રેડને સંભાળતા જ્હોનએ કહ્યું.

“અત્યારે અહીં શું ચાલી રહ્યું છે જ્હોન?” ફ્રેડએ પોતાના આંસુ લૂછતાં પૂછ્યું.

“રશિયાએ આપણા સૈનિકો પર હુમલો કર્યો હતો. અને રશિયામાં રહેલા આપણી એમેરિકન એમ્બેસી પર પણ હુમલો થયો છે આજે સવારે જ. અને આપણી વચ્ચે કાલે રાતે ઝગડો થયો હતો. મને કારણ નથી ખબર પણ તું ગુસ્સે હતો. કદાચ કામના અને દેશની આવી હાલત ના લીધે. તું બહુ ઈમાનદાર પ્રેસિડેન્ટ છે. તું જરૂર બધું સરખું કરી દઈશ.” જ્હોનએ બધું જણાવ્યું.

“નહીં જ્હોન.. તું ખોટો છે. હું એક સારો પ્રેસિડેન્ટ સાબિત નથી થઈ શક્યો. મેં મારા દેશના અને આખી દુનિયાને મુસીબતમાં નાખ્યા. હું કાતિલ છું.. હજારો લાખો લોકોનો કાતિલ.. અને તારો પણ..” તેના બોલતા જ જ્હોન સમસમી ગયો.

“આ તું શું કહી રહ્યો છે? તે એવું તો શું કર્યું હતું?” ડેનિઅલએ પૂછ્યું.

“અમારી આ નાની દુનિયા ખૂબ જ સારી ચાલી રહી હતી. મેં ઇલેક્શન લડયું હતું. અને હું જીત્યો પણ હતો. હું આ મહાન દેશનો પ્રેસિડેન્ટ હતો. જ્હોન મારો ખાસ મિત્ર અને મારો અંગત સલાહકાર જે એક સાઇન્ટિસ્ટ પણ છે. તેણે એક ટાઈમ મશીન બનાવ્યું હતું. પણ એ બસ એક મોડેલ હતું. એ ચાલુ થઈ પણ શકે તેવું કદાચ તેણે પોતે પણ નહીં વિચાર્યું હોય.

પણ કુદરતને કંઈક બીજું જ મંજુર હશે. રશિયા… દુનિયાની બીજી મહાસત્તા. જેના સંબંધો હંમેશાથી અમેરિકા સાથે ખરાબ રહ્યા છે. અને મેં એ સુધારવા માટે મન બનાવી લીધું હતું. રશિયાના પ્રેસિડેન્ટ “નિકોલસ” એક સારા વ્યક્તિ છે. પણ તેમના સૈન્ય વડા “અલી ઓમાર” એક ધોકેબાઝ વ્યક્તિ છે. તે એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે.” યાદ કરતા ફ્રેડ બોલી રહ્યો હતો.

“તું એને કંઈ રીતે જાણે છે? અને એ કેમ આતંકવાદીઓનો સાથ આપે? તે આટલા મોટા દેશનો આર્મી ચીફ છે. એને એવું બધું કરવાની શું જરૂર?” પોતાની શંકાઓ સામે મુકતા જ્હોનએ કહ્યું.

“તે ઈરાન, ઇરાક, યેમેન, સિરિયા જેવા બીજા ઘણા દેશોના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. અને આવા લોકો કટ્ટરવાદી હોય છે. તેમના માટે કોઈ જ વસ્તુઓ મહત્વ નથી રાખતી. ના તો દેશ.. ના એમનો પરિવાર.. ના કોઈ દયા.. તે લોકો ઘણા અંશે સાયકો એટલે કે પાગલ હોય છે. તેમને બસ આખી દુનિયા પર પોતાનું આધિપત્ય જોઈતું હોય છે. અને અમેરિકા સાથે તેમની દુશ્મની વર્ષોથી ચાલી આવી છે.

અલીએ પોતાની સત્તાનો લાભ ઉઠાવીને સરહદ પર આપણા સૈનિકોને મરાવ્યાં. જે અત્યારે સમાચારમાં આવી જ રહ્યું છે. અને એ પછી તેણે રશિયામાં રહેલી આપણી યુ.એસ. એમ્બસી પર હુમલો કરાવ્યો. જો આપણે સામે વળતો જવાબ ના આપતા તો લોકો પર અવિશ્વાસ જાગતો. એટલે આપણે પણ અહીંની તેમની ઍમ્બસી ખાલી કરવાનો ઓર્ડર આપ્યો.

એ દરમિયાન મને એવું જાણવા મળ્યું કે તું મારા વિરુદ્ધ કોઈ કાવતરું રચી રહ્યો છે. એટલે જ મેં તને કાલે ધમકાવ્યો હતો. પણ મારી પાસે કોઈ સાબિત નહોંતી. એટલે હું તને કંઈ કહી ના શક્યો.” જ્હોન સામે જોતા તેણે કહ્યું.

“હું તારા વિરુદ્ધ કંઈ કરીશ.. એવું તું કઈ રીતે વિચારી શકે છે?” ધીમા અવાજે જ્હોનએ કહ્યું. તેના અવાજમાં બહુ જ દુઃખ દેખાઈ રહ્યું હતું.

“હા એ સમજવામાં મેં ઘણું મોડું કર્યું. મેં તને ઓર્ડર આપ્યો હતો કે તું અહીં રહેલી રશિયન એમ્બેસી ખાલી કરાવ. પણ બીજા દિવસએ જાણવા મળ્યું કે એમ્બેસી પર હુમલો થયો. બધા જ રશિયન ઓફિસરને મારી નાખવામાં આવ્યા.

બધો આરોપ તારા પર આવ્યો. પણ તે કહ્યું કે આ તારું કામ નહોતું. એ ઘટના પછી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ બગડ્યા. હું ઈચ્છતો હતો કે તું મને સાચું જણાવે. પણ તે મને કંઈ ન કહ્યું. આપણી વચ્ચે પણ અંતર વધવા લાગ્યું.

માર્કસ જેણે મને તારા ગદ્દાર હોવાનું જણાવ્યું હતું. એને જ મને જણાવ્યું કે રશિયા, અમેરિકા પર હાઇડ્રોજન બૉમ્બ ફોડવા જઈ રહ્યું છે. આ જાણીને હું આશ્ચર્યમાં આવી ગયો. તેણે મને રશિયાનો બૉમ્બ લોન્ચની તૈયારીનો વિડિઓ પણ બતાવ્યો.

પણ ખરેખર એ વિડિઓ માર્કસ અને અલીએ મળીને બનાવ્યો હતો. હું પોતાના દેશ અને તેના લોકો માટે ખૂબ ડરી ગયો હતો. એટલે મેં મારા બધા સલાહકારોને તરત જ બોલાવ્યા.

મેં બધા સાથે આ વાતની ચર્ચા કરી. બધાએ સલાહ આપી કે રશિયા હુમલો કરે એ પહેલા આપણે કરી દેવો જોઈએ. તારા સિવાય બધાનો આ જ મત હતો. એટલે મારો શક વિશ્વાસમાં ફેરવાઈ ગયો કે, તું મને ધોખો આપે છે.

એ દિવસ અમેરિકાએ પહેલો હાઇડ્રોજન બૉમ્બ રાશિયા પર ફેંક્યો. લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. રશિયાનું જાણે કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું. અમને લાગ્યું કે હવે આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. પણ તેવું નહોતું. અમે જે ખોટું કર્યું હતું તેનું ફળ તો મળવાનું જ હતું.

એના બીજા જ દિવસએ આઇ.એસ.આઇ.એસ સંગઠનએ આપણા દેશ પર હાઈડ્રોજન બૉમ્બથી હુમલો કર્યો. આપણે કદાચ અચાનક થયેલા આ હુમલા માટે તૈયાર નહોતા.

આપણા લાખો લોકો માર્યા ગયા. ઘણા ઘર પરિવાર ઉજડી ગયા. નિર્દોષ બાળકો, સ્ત્રીઓ આ બધાનો ભોગ બન્યા. મારા લોકોએ આ બધું દુઃખ સહન કર્યું જે તેમના ભાગનું નહોતું.

તે પછી રાષ્ટ્રપતિભવન પર અલીએ પોતાના સંગઠન સાથે હુમલો કર્યો. તે છેક અંદર સુધી આવી ગયો. જેનું એક માત્ર કારણ માર્કસ હતો. તે એનો જ સાથી હતો. અહીં બોમ્બના કારણે ફેલાયેલા રેડિએશનના લીધે તારું બનાવેલું ટાઈમ મશીન ચાર્જ થઈ ગયું હતું. એને જોઈતી એનર્જી મળી ગઈ હતી.

મને ખ્યાલ આવી ગયો હતો કે તારો જીવ ખતરામાં છે. હું તારી પાસે આવ્યો.. પણ કદાચ મોડું થઈ ગયું હતું. માર્કસ તને ત્યાં સુધી ગોળી મારી ચુક્યો હતો. હું તને ના બચાવી શક્યો. તું મારી આંખો સામે મૃત્યુ પામ્યો.

અચાનક જ રૂમમાં પડેલા તારા મશીનમાંથી એક પ્રકાશ બહાર આવવા લાગ્યો. હું તે તરફ ગયો. પણ મશીન જાતે જ ચાલુ થઈ ગયું. અને હું ટાઈમ ટ્રાવેલ કરવાવાળો પહેલો વ્યક્તિ બન્યો.

હું એ પછી એક બરફવાળી ખૂબ જ ઠંડી જગ્યાએ પહોંચી ગયો. મને પહેલા તો લાગ્યું કે હું એન્ટાર્કટિકા પહોંચી ગયો છું. પણ ત્યાં થોડા દિવસ કાઢ્યા પછી મને સમજાયું, કે તે આપણું ભવિષ્ય હતું. બધાનું ભવિષ્ય.

આપણે કરેલી ભૂલોના કારણે આપણાં બાળકો અને આવનારી દરેક પેઢીને તેની સજા મળી રહી હતી.

હાઇડ્રોજન બોમ્બના કારણે વાતાવરણમાં બહુ જ ફેરફાર થયા હતા. જેના કારણે બધે જ ચક્રવાત આવ્યા. ઘણા લોકો ધડાકામાં મરી ગયા… તો ઘણા તેના રેડિએશનથી મૃત્યુ પામ્યા… અને એ પછીના ચક્રવાતમાં માર્યા ગયા.. બધે જ પાણી ફરી વળ્યું. અને એ પછી શરૂ થયો કોલ્ડએજ… એટલે કે શીત યુગ.. બધે જ બરફ અને ઠંડી.. આપણી અરબોની માનવ વસ્તી લાખોમાં ફેરવાઈ ગઇ.

આપણા ભવિષ્યના બાળકોને વારસામાં મળ્યું રેડિએશન.. જેના લીધે તેમનામાં જનીનીક ખામીઓ અને બીજા ઘણા કેન્સર જેવા અસાધ્ય રોગો ઉત્પન્ન થયા.

મેં ત્યાં એક ગોડાઉન જોયું. જ્યાં કોઈ નહોતું રહેતું. મને ખબર પડી કે ત્યાં વર્મહોલ છે. તારી સાથે રહીને એટલું સાયન્સ તો મેં પણ શીખી લીધું હતું.

એ પછી મેં બચેલા લોકો વિશે માહિતી ભેગી કરવાની શરૂઆત કરી. તારો દીકરો ઇથન બચી ગયો હતો જ્હોન. અને તારી પેઢીનો એક વ્યક્તિ જીવિત હતો. જે પણ તારી જેમ સાયન્ટીસ્ટ હતો. એ કોઈ બીજું નહીં પણ પ્રોફેસર ડેનિયલ હતા. મેં ડેનિયલ અને ચાલીને મનાવવા માટે ખોટી કહાની બનાવી.

કારણ કે જો હું એમને સાચું કહેતો, તો એ મારી વાત પર વિશ્વાસ જ ન કરતા. એમની મદદથી મેં આ મશીનને ભૂતકાળમાં આવવા માટે સેટ કર્યું. હું બૉમ્બ ફૂટ્યાના 3 દિવસ પહેલાનો સમય સેટ કરવામાં સફળ રહ્યો. અને અત્યારે હું તમારી સામે છું.

હું જાણું છું કે હું તમારા બધાનો અપરાધી છું. હું સજા ભોગવવા તૈયાર છું. પણ એ પહેલાં મારે બધું જ ઠીક કરવું છે. હું મારી આવનારી દરેક પેઢીને આવા નર્કમાં જીવવા માટે ના ધકેલી શકું. મને માફ કરી દો. અને મારી મદદ કરો. તમારા બધા વગર આ બધું રોકવું શક્ય જ નથી.” માથું ઝુકાવતા ફ્રેડએ કહ્યું. એકવાર ફરી તેની આંખોમાં આંસુ ફરી વળ્યાં હતા.

“નહીં દોસ્ત. તારો એમાં કોઈ વાંક નથી. આમાં ભૂલ માર્કસની છે. એ લોકોએ મળીને તને જાળમાં ફસાવ્યો છે. તું નિર્દોષ છે. તે હંમેશા આ દેશનું ભલું જ વિચાર્યું છે. મને તારા પર વિશ્વાસ છે કે તું બધું ઠીક કરી દઈશ.” ફ્રેડને ભેટતા જ્હોનએ કહ્યું. તે બંનેની આંખમાં આંસુ હતા.

“તમે બધું સરખું કરવા માટે જ તો અહીં સુધી આવવાનું જોખમ લીધું છે. તમે કઈ રીતે ખોટા હોઈ શકો?” ફ્રેડનો સાથ આપતા ડેનિયલએ કહ્યું.

“તમારા બધાનો આભાર.” નમ્રતાથી ફ્રેડએ કહ્યું.

“તો હવે આપણે શું કરીશું? કઈ રીતે બધુ સરખું કરીશું?” ચિંતા કરતા ચાર્લીએ કહ્યું.

એટલામાં જ જ્હોનનો ફોન રણક્યો. “હા ફ્રેડ..”

“એક કામથી બહાર નીકળ્યો હતો. બોલને શું થયું?”

“શું થયું?”

“ઠીક છે. હું આજે જ કરાવું છું.”

“ફ્રેડનો ફોન હતો. યુ.એસ એમ્બેસી પર હુમલો થયો હતો, એના માટે નિર્ણય લેવાયો છે કે, રશિયન એમ્બેસી હવે અહી નહિ રહે. તેણે મને રશિયન એમ્બેસી ખાલી કરાવવા માટે કહ્યું છે.” વાત જણાવતા જ્હોનએ કહ્યું.

“મતલબ હવે આજે રશિયન એમ્બેસી પર હુમલો થશે. અને જંગની શરૂઆત પણ અહીંથી જ થશે.” આગળ શું થવાનું છે તે જાણતા ડેનિયલએ કહ્યું.

“આપણે આવું થતા રોકવું જ પડશે. પણ કઇ રીતે..?” જ્હોન પણ ચિંતામાં આવી ગયો હતો.

  • શું બધા રશિયન એમ્બેસી પર હુમલો થતા રોકી શકશે?
  • શું જ્હોન ફ્રેદનો સાથ આપશે?
  • રાષ્ટ્રપતિ ફ્રેડ આ બધી વાત માનશે?

 ક્રમશઃ

Related posts
Our Columnsવાનગી વિશેષ

સાબુદાણા વડાં

પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો આપણે…
Read more
Our Columnsધર્મ વિશેષ

ફ્રેન્ડશીપ ડે.. (ઓગસ્ટનો પહેલો રવિવાર)

“મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,મુજ…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: