અછંદાસકવિતા કોર્નર

ચરમસીમા

જો ને, તમે જાતે જ ધારી લીધું,
કે એ તેને નથી સમજાતું
કિન્તુ
એવું હોતું નથી
કે
તમે કંઈ કહો અને તેને સમજાતું ન હોય.

તમારા અને તેના વચ્ચે
કંઈક તો હોય છે-
હવે તમે તેને અહંમનું નામ આપો કે વહેમનું,
શરમનું નામ આપો કે મોટપનું –
જેથી એ વ્યક્તિ
તેની સમજનો દેખાડો તમારી સામે કરતી નથી.
કદાચ એના કારણો ઘણાં હોય શકે-
વાત બિનજરૂરી લંબાય,
કે અમથું મન દુ:ખ થાય,
કે એમાં કોઈ અર્થ નીકળવાનો ન હોય,
કે દલીલથી કોઈ ફાયદો ન હોય,
કે સંબંધો ટકાવવા જરૂરી હોય,
કોને ખબર..!!

તમે કેમ આમ વર્તો છો,
કેમ આમ બોલો છો,
એનું કારણ શું છે!
એ બધું જ જાણતાં હોય
પણ એ જાણીને પણ અજાણ કેમ છે –
એ તમે સમજતા નથી,

કદાચ એ જ એક પક્ષીય
આદર, પ્રેમ, કે લગાવની ચરમસીમા હોઈ શકે..??

પ્રીતિ ભટ્ટ “પ્રીત”

Related posts
કવિતા કોર્નરગઝલ

છેતરી જાશે

ચમન તુજને સુમન, મારી જ માફક છેતર…
Read more
કવિતા કોર્નરગઝલ

ઘણું હોત

આ મૌન પરસ્પરને વફાદાર ઘણું…
Read more
કવિતા કોર્નરગઝલગઝલગંગા

ઉપર

પાર જાશે કે નહીં, અટકળ ઉપર,ઘેલછાએ દોટ…
Read more

Leave a Reply

%d bloggers like this: