PC - Google

હિંદુ ધર્મમાં મુખ્ય 33 દેવતાઓની યાદીમાં અશ્વિની કુમારનું નામ આવે છે. તેઓ અશ્વ સ્વરૂપના હોવાથી તેમનું નામ અશ્વિની કુમારથી પ્રચલિત થયું. અશ્વિનીકુમાર મુખ્યત્વે જોડિયા ભાઈ છે, જેમના નામ નાસત્ય અને દસ્ત્ર છે.

પહેલાં આકાશમાં ભ્રમણ કરતાં હોવાથી એમને સુર્યપુત્ર માનવામાં આવ્યું. બીજી એવી કથા છે કે વિશ્વકર્માએ પોતાની પુત્રી સંજ્ઞાના લગ્ન સૂર્યદેવ સાથે કર્યા અને સંજ્ઞા ખુબ જ કોમળ સ્વાભાવના હતાં, જયારે સૂર્યદેવ ખૂબ જ ક્રોધિત અને ગરમ હતાં, તેથી સૂર્યદેવનો તાપ સંજ્ઞાથી સહન થતો ના હોવાથી પોતાની છાયા ત્યાં મૂકી તેઓ પિતાનાં ગૃહ આવી ગયાં. વિશ્વકર્માએ જ્યારે સ્વગૃહે પરત ફરવા કહ્યું ત્યારે તેમને તાપ સહન થતો ના હોવાની વાત કરી અને ઘોડીનું સ્વરૂપ ધારણ કરી તપશ્ચર્યા કરવા લાગ્યા, આ તરફ જ્યારે છાયાએ પુત્ર યમને શ્રાપ આપ્યો ત્યારે સૂર્યદેવને સંજ્ઞા નથી એવી શંકા થઈ, કારણ કોઈ માતા પુત્રને શ્રાપ આપી ના શકે અને તપાસ કરતાં તે છાયા છે તેની જાણ થઈ, આથી તરત જ તેઓ વિશ્વકર્મા પાસે ગયાં અને પોતાનો તેજ ઓછો કરવા કહ્યું એટલે વિશ્વકર્માએ તેમનું તેજ ઓછું કરીને સુદર્શન ચક્ર બનાવ્યું અને તેમાં સૂર્યદેવનું તેજ સમાવી, ભગવાન વિષ્ણુને અર્પણ કર્યું. ત્યારબાદ સૂર્યદેવ પણ ઘોડાનું રૂપ લઈ સંજ્ઞા પાસે ગયાં ત્યાં તેમનું અને સંજ્ઞાનું મિલન થવાથી નાસત્ય અને દ્સ્ત્ર નો જન્મ થયો. આ રીતે આપણા પુરાણોમાં અશ્વિની કુમારના જન્મની કહાની છે.

અશ્વિની કુમારને દેવતાઓના ચિકિત્સક કહેવાય છે. તેઓ કુમારીકાઓને પતિ, વૃદ્ધને યૌવન અને નેત્રહીનને દ્રષ્ટિ પ્રદાન કરે છે. કુંતી માતાએ માદ્રીને ગુપ્ત મંત્ર કહી અશ્વિની કુમારનું આહ્વાન કર્યું હતું અને પાંચ પાંડવમાંથી નકુલ અને સહદેવ તેમના પુત્રો છે.

આ બંને કુમારોએ શયાર્તિ રાજાની પુત્રી સુકન્યાના પતિવ્રતથી પ્રસન્ન થઈને મહર્ષિ ચ્યવનને વૃદ્ધાવસ્થામાં યૌવન પ્રદાન કર્યું. એમ કહેવાય છે કે સૌથી પહેલા અશ્વિની કુમારે ઋષિ ચ્યવન માટે ચ્યવનપ્રાશ બનાવ્યું હતું.
આ હતી દેવતાઓના વૈધ અશ્વિની કુમાર વિષેની થોડી જાણકારી.

લેખિકા : મનિષા સેજપાલ
સંકલન : આદિત શાહ

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: