કવિતાકવિતા કોર્નર

માણસ

બહુ ઓળખો તો છતો થાય છે.
માણસ દૂરથી ક્યાં ઓળખાય છે?

દૂરથી ડુંગરા રળિયામણા સોહાય છે.
નજીક થી ચડવા ક્યાં પોસાય છે?

સાથે રહો તો ડાઘા દેખાય છે.
કદરૂપું અંતરેથી ક્યાં જણાય  છે?

પામીને ખોટનો  ધંધો કરાય છે.
ચાહવામા ક્યાં પૈસો ખર્ચાય છે?

સંબંધની સીડી અટકીને ચડાય છે.
નિભાવવાનું પગથિયું ક્યાં ચૂકાય છે?

પાસેથી જાણવામાં જોખમ જણાય છે.
‘કેમ છો?’ થી  ક્યાં  માણસ કળાય છે ?

કેમ કરીયે ચિંતન આવું શાને થાય છે.
માણસ દૂરથી ક્યાં ઓળખાય  છે ?

અવનિ શાહ

Related posts
કવિતા કોર્નરગઝલ

છેતરી જાશે

ચમન તુજને સુમન, મારી જ માફક છેતર…
Read more
કવિતા કોર્નરગઝલ

ઘણું હોત

આ મૌન પરસ્પરને વફાદાર ઘણું…
Read more
કવિતા કોર્નરગઝલગઝલગંગા

ઉપર

પાર જાશે કે નહીં, અટકળ ઉપર,ઘેલછાએ દોટ…
Read more

Leave a Reply

%d bloggers like this: