Pic - Google
Our Columnsધર્મ અને વિજ્ઞાનધર્મ વિશેષ

મૃત્યુના દેવ : ધર્મરાજ યમદેવ

ॐ सूर्यपुत्राय विद्महे महाकालाय धीमहि तन्नो यम: प्रचोदयात

હિંદુ ધર્મ અનુસાર યમરાજને મૃત્યુનાં દેવ તરીકે ઓળખવામાં આવે છે. અને આનો ઉલ્લેખ વેદોમાં પણ કરાયો છે. યમરાજ ભેંસની સવારી કરી હાથમાં દંડ ધરી જીવાત્માને લેવાં આવે છે. તેમના અસ્ત્ર શસ્ત્રોમાં ગદા અને ફાંસાવાળા પાશનો સમાવેશ થાય છે.

ચિત્રગુપ્ત તેમના સહાયક છે જે આત્માઓનાં પાપ-પુણ્યનો હિસાબ કરી સ્વર્ગ કે નરકના દ્વાર ખોલી પાપની સજા આપી, આગળની યોની નક્કી કરે છે.

યમરાજ સૂર્ય અને સંજ્ઞાના પુત્ર છે અને યમુના તેમની જોડકી બહેન છે સાથે અશ્વિનીકુમાર, સ્વયંભૂ મનુ, રેવંતા, શનિદેવ, તાપ્તી (તાપી નદી) તેમના ભાઈ બહેન છે.

માર્કંડેય પુરાણમાં એવું કહેવાય છે કે જ્યારે વિશ્વકર્માની પુત્રી સૂર્યદેવને જોઈને ભયભીત થઈ પોતાની આંખો બંધ કરે છે ત્યારે સૂર્યદેવ ક્રોધિત થઈ શ્રાપ આપે છે કે તારો પુત્ર થશે તે લોકોના પ્રાણ લેનારો થશે જે યમ તરીકે ઓળખાશે.

એક અન્ય કથા મુજબ યમને લોકોના પ્રાણ હરવાનું કાર્ય શ્રી વિષ્ણુએ સોંપેલું છે. ત્યાર બાદ જ્યારે સૂર્યદેવ સામે સંજ્ઞા ચંચળ નજરે જોવે છે ત્યારે ચંચળતાપૂર્વક નદીના રૂપમાં વહેનારી પુત્રી યમી થશે. આ રીતે યમ અને યમીનો જન્મ થાય છે, જે આગળ જતા યમરાજ અને યમુનાજી તરીકે ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે મૃત્યુ પછી આત્માને સૌ પ્રથમ યમરાજ યમલોકમાં લઈ જાય છે ત્યાં પાપ-પુણ્યના હિસાબે સ્વર્ગ કે નરકમાં આત્માને મોકલે છે તેથી તેમને ધર્મરાજ પણ કહેવાય છે.

પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તર દિશામાંથી પ્રવેશતી આત્મા પુણ્યઆત્મા તરીકે ઓળખાય છે તેથી યમરાજ આવી આત્માઓને શંખ, ચક્ર, ગદા, પદ્મધારી, ચતુર્ભુજ ભગવાન વિષ્ણુના રૂપમાં રત્નાસન પર દર્શન આપે છે અને જે દક્ષિણ દ્વારથી પ્રવેશે છે તેને પાપી આત્મા કહેવાય છે આથી આવી આત્માઓને લોઢાના દ્વારમાંથી પ્રવેશી, ક્રૂર પશુઓની વચ્ચે પસાર થઈ વૈતરણી નદી પાર કરી, પ્રલય મેઘસમાન ગર્જના અને તીક્ષ્ણ દંડઘારી, ચર્મવસ્ત્રધારી, ભયંકર રૂપમાં યમરાજ દેખાય છે.

કહેવાય છે કે દિવાળીના આગલાં દિવસે એટલે નરકચતુર્દશીના દિવસે દિવા પ્રગટાવી યમરાજની આરાધના કરવાથી તેમની કૃપાદ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. યમરાજ એવા નિર્ણાયક છે જે હમેશાં આપણી પાસે સારા કાર્યોની જ આશા રાખે છે આપણાં પુણ્યો અને સતકર્મો વડે આપણે યમનાં પ્રકોપથી બચી શકીએ છીએ. દરેક જીવોનું શુદ્ધિકરણ એ જ તેમનું મુખ્ય કાર્ય છે.

યમરાજને ત્રણ પત્ની છે જેમના નામ હેમમાલા, સુશીલા, અને વિજયા છે. જેમાં વિજયાને શ્યામમાલા તરીકે પણ ઓળખાય છે જે બ્રાહ્મણી ઉર્મિલાના દીકરી હતાં. તેમની મોટી દીકરીનું નામ સુનિતા છે.

આ છે મૃત્યના દેવ યમરાજ વિશે થોડી જાણકારી જે દેવ ફક્ત અને ફક્ત આપણાં સતકર્મો વડે પ્રસન્ન થઈ શકે છે તેથી જ સતકર્મો કરતાં રહેવું જોઈએ.

લેખિકા : મનિષા સેજપાલ
સંકલન : આદિત શાહ

Related posts
Our Columnsધર્મ વિશેષ

મનસાદેવી

મનસાદેવી એ ભગવાન શંકરની પુત્રી છે.
Read more
Our Columnsગઝલગંગા

વરસાદે.

કોઇ છે મારી સંગ વરસાદે?મારી મારાથી જંગ…
Read more
Our Columnsવાનગી વિશેષ

મોદક.

ગણેશ ઉત્સવ આવે અને મોદક નાં બને એવું…
Read more

Leave a Reply

%d bloggers like this: