દુનિયા જેના સાહિત્યને નિરાશાવાદી કહે છે..તે તેના લેખનમાં ઘણી હકીકતોને તાદૃશ્ય કરે છે..અને એટલે જ આ લેખક અને એનું પ્રસેપશન મોહી લે છે..વાંચવા મજબૂર કરે છે અને વિચારોમાં મશગુલ કરે છે..તો ચાલો વધુ એક કથા કાફકાની કલમનગરીમાંથી માણીએ.
વાત છે ગ્રેગર નામના એક સેલ્સમેનની.જે મધ્યમ વર્ગનો એક યુવક છે રોજની જિંદગી ઓફિસ – કામ અને ઘર આમ ચાલે રાખતુ..એક દિવસ એના જીવનમાં બદલાવ આવે છે..એ રોજની જેમ પોતાની પથારીમાં સૂતો હોય છે અને સવારે જાગે છે ત્યારે તેનું શરીર એક મોટા વાંદા ના સ્વરૂપે તબદીલ થઈ ચૂક્યું હોય છે..ગ્રેગર સમજી નતો શકતો કે આમ કેમ બને..એને એની જાતને અસંખ્ય પ્રશ્નો કર્યા અને પોતાના નવા સ્વરૂપ પર ચીડ ઉતારી કેટલાય પ્રયત્નો છતાં તે પથારીમાંથી ઉઠી શકતો ને હતો..રોજ કરતાં ઘણું મોડું થયું હોવાથી ગ્રેગરની માતા તેને જગાડવા આવે છે એ દરવાજો ખખડાવે છે પણ કોઈ જવાબ ન મળતા પોતાના કામ પર લાગી જાય છે..ફરી ઘણો સમય પસાર થઈ જાય છે એટલે વધુ જોરથી દરવાજો ખખડાવે છે ગ્રેગર ની બહેન અને પપ્પા પણ તેના રૂમની બહાર આવી પહોંચે છે.. મહામેહનતે તેઓ રૂમ ખોલે છે અને અચંબામાં પડી જાય છે..હકીકત જાણતા આખું કુટુંબ શોકમય બને છે.. ગ્રેગરની બહેન અને માતા ખૂબ રડે છે..ગ્રેગરને પણ પોતાની હાલત પર અફસોસ થઈ રહ્યો હતો.
ગ્રેગરનું ઓફિસ જવાનું બંધ થઈ ગયું..તેને સમયે સમયે થોડું ઘણું ખાવાનું મળી જતું હતું..ઘરનો માહોલ પલટાઈ ગયો હતો..કર્જની રકમ ઉતારવા માં – બાપ બંને કામે જવાનું શરૂ કરે છે.. ગ્રેગરની બહેન કે જે તેને ખૂબ પ્રેમ કરતી હતી આજે તેનાથી ડરી રહી છે..ઉંમરલાયક માં – બાપ કામ કરીને થાકી જાય છે..ઘરમાં પ્રેમ – કરુણા અને હુંફનું સ્થાન હવે ચીડ – ગુસ્સા અને ધિક્કારે લઈ લીધું હતું..આજીવિકાના નવા નવા ઉપાય શોધતા ઘરના સભ્યો નક્કી કરે છે કે ગ્રેગરનો રૂમ ભાડે આપી દઈએ એમાંથી થોડા પૈસા આવશે અને આર્થિક ટેકો રહેશે..શરૂઆતમાં ગ્રેગરની ખૂબ કાળજી રખાતી પણ હવે તેઓ માટે તેનું કોઈ મહત્વ નહતું..ધીરે ધીરે તે વિસરાતો જતો હતો..જે ભાડુઆત ને રૂમ ભાડે આપી હોય છે તે તેની બહેનની છેડતી કરે છે અને બહુ બધા હંગામા પછી રૂમ ખાલી કરીને જતો રહે છે.. ઘરના ઘરેણાં વહેંચાય જાય છે..અને બે ટંક ખાવાના ફાંફાં પડી જાય છે..ઘરના બધા જ સભ્યો ગ્રેગરને બોજ માનવા લાગે છે અને બોલી પડે છે કે ” આ જંતુથી છુટકારો થાય તો સારું “ગ્રેગર પોતાના સ્વજનોના આવા વર્તાવથી ખૂબ દુઃખીય થતો હતો..એ દિવસેને દિવસે નબળો પડી રહ્યો હતો..ખૂબ હતાશ રહેતો અને રડતો રહેતો..એક દિવસ એવો આવે છે કે એ રડતા રડતા હમેંશ માટે ચૂપ થઈ જાય છે..ગ્રેગર એક મોટો વાંદાના સ્વરૂપે મરી જાય છે..કહાની..કથા..વાર્તા અહીં પૂરી થાય છે.
હવે આ વાતને આપણા જીવનની સાથે જોડીને એક ત્રીજી નજરે જોઈએ તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં પણ કંઇક આવું જ છે.. ૨૦ વર્ષથી રાંધી ખવારાવતી ઉશાભાભુ આજે કોઈને ગમતી નથી..કેમ ? કેમ કે આજે તે પેરેલા ય સડ છે..૬૦ વર્ષની નોકરી કરી છૂટેલા કરશન કાકાના રોટલા ગણવામાં આવે છે..અકસ્માતમાં બંને પગ ગુમાવી દેનાર વિહાન આજે કોઈને વહાલસોયો લાગતો નથી.
#અંતનો કોળિયો :બહુ સહજ અને સામાન્ય છે જ્યાં સુધી તમને કંઇક વળતર સ્વરૂપે મળતું રહે છે ત્યાં સુધી એ સંબંધ સુંગધથી મઘમઘતો રહે છે..પણ જેવું એમ થતું બંધ થયું એટલે એમાંથી દુર્ગંધ આવતા વાર લાગતી નથી.
~ ડૉ. હિરલ જગડ ‘ હીર ‘
રેફરેન્સ : ‘ ધ મેટામોરફાસીસ’ નવલકથામાંથી
Hard to accept, such a transparent writing you’ve done, keep it up..!??
Thank You ?
જીવન ની કડવી વાસ્તવિકતા ખૂબ સુંદર રીતે રજૂ કરી છે
ખૂબ જ અસરકારક ઉદાહરણ દ્વારા સમજાવ્યું ??