ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

શાકાહારvsમાંસાહાર

શાકાહાર અને માંસાહાર એ #અનામત અને #સ્ત્રી_અત્યાચાર જેવો મુદ્દો છે જેમાં બન્ને પક્ષો પાસે હજારો દલીલો/તર્કો હોય છે અને એ એટલી મજબૂત હોય છે કે એક પણ પક્ષ પોતે જ સત્ય છે એવું સાબિત કરી શકતો નથી અને આ મુદ્દા ઓ નું એક પાસું એ પણ છે કે તે અત્યંત ભાવનાત્મક પણ છે , દલીલ કરનાર માત્ર લૂખ્ખી દલીલ નથી કરતો પણ એની સાથે એ ભાવનત્મક રીતે જોડાયેલો પણ હોય છે.

માંસ એ મનુષ્ય સમાજના ઉદભવ કાળથી તેનો ખોરાક રહ્યો છે, ગુફા ઓ માં, અરણ્યો માં રહેવું અને ખોરાક માટે પશુનો શિકાર કરીને કાસુ માંસ ખાવું એ માનવ સમાજનો પ્રારંભિક સમયમાં ઉદ્યમ હતો. ધીમે ધીમે અગ્નિની શોધ થયા બાદ માંસને પકાવીને ખાવાનું શરૂ થયું અને આજે તો એનો મોટો ઉદ્યોગ છે, લાખો લોકોને માંસ દ્વારા લાખો લોકોને રોજગાર મળે છે. (કતલખાના/રેસ્ટોરન્ટ અને તેની સાથે સંકળાયેલા અનેક વ્યવસાય)

● હવે પ્રશ્ન એ છે કે માંસાહાર યોગ્ય છે કે શાકાહાર?

શાકાહાર માં પણ એક પેટા વિભાગ તો સુષ્મ શાકાહાર સુધી પહોચ્યો છે જ્યાં પશુઓનું દૂધ પણ વર્જિત છે ,એ પણ એક સુષ્મ માંસાહારજ ગણાય ! માંસાહાર પરથી શાકાહાર પર જવાની માનવ સમાજ ની સફર એક ક્રાંતિ ગણાય કારણકે એ દ્વારા ખેતીનો ઉદભવ થયો, ખેતી એ માત્ર શિકારની જેમ પેટ ભરવાનું સાધન ન રહેતા ધીમે ધીમે વ્યસાયમાં પરિણમ્યો અને એના કારણે સતત ભટકતું જીવન જીવતો મનુષ્ય સમાજ ધીમેં ધીમે સ્થિર થયો, જમીન પર માલિકી ભાવ સ્થાપતો થયો

આજે વિશ્વ માં એક નાના ભાગને બાદ કરો તો મહત્તમ લોકો માંસાહારી છે, ભારત માં પણ ખાસ કરીને ગુજરાત અને અમુક કોમ્યુનિટી ને બાદ કરો તો હિંદુ સહિત બહુમત વર્ગ માંસાહારી છે. હવે કટ્ટર શાકાહારી લોકો માટે માંસાહારી લોકોએ હિંસક મનોવૃત્તિના અથવા તો પાપી લોકો છે એવો ખ્યાલ સ્થાપિત થાય છે, પરંતુ જે લોકો માંસાહારી છે એ હિંસક પકૃતિ ના કે અસભ્ય લોકો છે એવું સરળીકરણ કરી શકાય નહીં અને સામે ના પક્ષે શુદ્ધ શાકાહારી લોકો મહાત્મા ઓ છે એવું પણ નથી કારણ કે આપણે આપણી આજુ બાજુ જોતા હોઈએ છીએ કે શાકાહારી લોકો પણ હિંસક, શોષણખોર અને બીજાઓ પર અત્યાચાર કરનારા હોય છે. એટલે ખોરાક દ્વારા જ માણસ નું વ્યક્તિત્વ નક્કી કરવું એ યોગ્ય નથી.

જે લોકો શાકાહારી છે એ લોકો પોતે પસંદગી પૂર્વક શાકાહારી બનેલા નથી, જેમકે હું શાકાહારી છું કારણ કે મારા પરિવાર માં બધા જ શાકાહારી છે, મારી આજુ બાજુ રહેતા લોકો પણ શાકાહારી છે એટલે મારુ શાકાહારી હોવું સ્વાભાવિક છે અને આવું જ માંસાહારી માણસ માટે પણ છે, એ જ્યાં જન્મ્યો ત્યાં એજ સહજ હતું. એટલે આ મુદ્દો વ્યક્તિગત કરતા સામજિક ગણી શકાય.

હવે શાકાહારીઓનો માંસાહારીઓ પ્રત્યે નો જે દ્વેષ કે અણગમો કે કંઈક અંશે નફરત છે એ અયોગ્ય જ છે છતાં મારુ વ્યક્તિગત મંતવ્ય છે કે એક સમયે જે અનિવાર્ય હતો એ માંસાહાર આજની સ્થિતિ એ પણ એટલો જ અનિવાર્ય નથી. હિંસા કે પાપ ના ધાર્મિક ખ્યાલો ને છોડી દ્યો તો પણ કોઈ જીવ નું શરીર આપણો ખોરાક બને એ હું સ્વીકારી શકતો નથી. પ્રાણી ઓ માણસ ના ખોરાક માટે બન્યા નથી એ હવે સમજી લેવું જોઈએ, એમની પણ ફીલિંગ્સ છે, એને પણ જ્યારે એની માંથી દૂર કરો છો ત્યારે પીડા થાય છે, એનો પણ પરિવાર છે અને એને જ્યારે કત્લ કરો છો ત્યારે પણ એ ભયંકર પીડા અનુભવે છે, આ આંબા ના છોડ પર થી કેરી ઉતારવા જેવું નથી ! આજે તો કત્લ કરવા માટે જ પશુ ઓ ને ઉછેરવા માં આવે છે, મોટો ઉદ્યોગ છે મરઘાં ઉછેર, સુવર ઉછેર વગરે! અહીંયા જન્મનારું દરેક પ્રાણી અમુક નિચ્ચીત સમયે કત્લ થવા જ જન્મે છે !

માંસાહારી મિત્રો દ્વારા પ્રતિદલીલ તરીકે છોડ નો ઉલ્લેખ થાય છે એનો આમ તો ઘણો વૈજ્ઞાનિક જવાબ આપી શકાય એમ છે પરંતુ આંબાના છોડ અને બકરીમાં જે ફેર છે એ મૂર્ખ માણસ પણ સમજી શકે, જે જીવતંત્ર ને જરા પણ જાણે છે એ માણસ આ ઉદાહરણ આપે જ નહીં. એક દલીલ એ પણ છે કે જો માણસ માંસાહાર ના કરે તો પૃથ્વી પર જગ્યા જ ના રહે એ દલીલ મનુષ્ય ની એવી દલીલ છે કે જેણે ઇકોસિસ્ટમ ખતમ કરી નાખી! આ પૃથ્વી એ મનુષ્ય ₹ના એકલા માટેની નથી એ માણસના મનમાં ખ્યાલ જ નથી, આજે જ્યાં આપણા શોપિંગ સેન્ટરો છે એ કોઈ પશુ ને ચરવા માટે ની જગ્યા હતી, એ જગ્યા તમે છીનવી લીધી અને ત્યાં થી હાંકી કાઢેલા પશુ માટે તમારી પાસે શુ વ્યવસ્થા છે? એક જ છે કત્લ કરી ને ખાઈ જાવ! કુદરત ની જે સિસ્ટમ હતી, હિંસક પ્રાણી તૃણહારી ને ખાય એ સંપૂર્ણ તૂટી ગઈ એટલે હવે તૃણહારી ને મનુષ્ય ખાય!

ફરી વાર સ્પષ્ટતા એ કે માંસાહારી સમાજ અનૈતિક અને શાકાહારી સમાજ નૈતિક એ વિચારને હું માનતો નથી કારણ કે અભ્યાસ દ્વારા પણ એ સમજી શકાય એવી બાબત છે પરંતુ એ સ્વીકારવા છતા પણ માંસાહારનું સમર્થન પણ નથી, જે લોકો ખાય છે એમની પ્રત્યે દ્વેષ ન જ હોય છતાં ખાવું જ જોઈએ એવું કહી શકાતું પણ નથી!

બાકી ઈશ્વર સૌનું કલ્યાણ કરે!

~ દિલુ મોભ

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: