Fashion & LifestyleOur Columns

સંગીતમાં લીન જીવન

     સંગીતને આપણે વ્યાખ્યામાં કયારેય પણ કંડારી શક્તાં નથી. સંગીતનું નામ સાંભળતાં જ મનમાં અનેક તરંગો ઉભાં થાય છે, અને એ તરંગો આપણા આખા શરીર અને મનને રોમાંચથી ભરી દે છે. શરીરમાં નવી ચેતનાઓ જાગ્રત કરે છે. ભારતમાં સંગીત નો જન્મ અને વિકાસ સારાં એવા પ્રમાણમાં થઈ રહ્યો છે. સંગીત નો મૂળ સ્ત્રોત તો વેદોને માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીત નું વરદાન આપ્યું હતું. વેદ કાળમાં સામવેદનાં મંત્રોનો ઉચ્ચાર તે સમયના સામગાન મુજબ સાતેય સ્વરૂપોના પ્રયોગ સાથે થતો હતો. પ્રાચીન સમયમાં વેદોનું જ્ઞાન મૌખિક રૂપે જ અપાતું હતું આથી તેનું મૂળસ્વરૂપ લૂપ્ત થઈ ગયું છે. પહેલાંના સમયમાં ગદ્ય શૈલી ન હતી. ત્યારે પણ પદ્ય શૈલીથી પ્રાચીન સમયનાં પ્રભાતિયા, શ્લોક, ભજન, મંત્રો વગેરે બોલતા હતાં. સંગીત માધ્યમ જ એવો માધ્યમ હતો કે જેના થી કવિ ની રચના અમર રહી શકે, પેઢી દર પેઢી બોલાતી રહેતી.

ભારતીય સંગીતમાં સાત શુધ્ધ સ્વર છે;
•ષડ્જ (સા)
• ત્રુષભ (રે)
• ગંઘાર (ગ)
• મધ્યમ (મ)
• પંચમ (પ)
• ધૈવત (ધ)
• નિષાદ (ની)

    ભારતીય સંગીતને સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. 

૧) શાસ્ત્રીય સંગીત-તેને “માર્ગ” પણ કહે છે.
૨) ઉપશાસ્ત્રીય સંગીત
૩) સુગમ સંગીત

• ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય બે પદ્ધતિઓ છે.

 હિંદુસ્તાની સંગીત - જે ઉત્તર ભારતમાં પ્રચલિત થયું છે. 
 કર્ણાટક સંગીત - જે દક્ષિણ ભારતમાં પ્રચલિત થયું. 

 હિંદુસ્તાની સંગીત મુગલ બાદશાહોની છત્રછાયામાં વિકસીત થયું છે અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થયો. આ કારણે જ દક્ષિણ ભારતની કૃતિઓમાં ભક્તિ રસ વધુ હોય છે જ્યારે હિદુસ્તાની સંગીતમાં શ્રૃંગાર રસ વધું હોય છે.

• ઉપશાસ્ત્રીય સંગીત માં ઠુમરી, ટપ્પા, દોરી, કજરી વગેરે હોય છે.

• સુગમ સંગીત જનસાધારણમાં પ્રચલિત છે, જેમ કે – ભજન, ભારતીય ફિલ્મ સંગીત, ગઝલ, ભારતીય પોપ સંગીત, લોક સંગીત.

   આ તો વાત થઈ ભારતીય સંગીતની ઉત્પત્તિ અને તેની સામાન્ય જાણકારીની, પણ ભારતીય સંગીતમાં બીજા ધણા સંગીતની અસર થઈ છે. જેમ-જેમ સંગીત નો વિકાસ થયો. તેમ-તેમ સંગીતમાં અનેક પરિવર્તનો આવતાં ગયાં. આજે જે સંગીત ભારતમાં પ્રસિધ્ધ છે તે બધાં સંગીતની અસર હેઠળ નવું જ રૂપ લઈને ખીલ્યું અને વિકસતું પણ રહ્યું છે. આજનાં સંગીતમાં સ્પષ્ટ હિન્દીનો પાયો છે તો ઉર્દુની મિઠાશ છે ને અંગ્રેજી સંગીતના વાદ્યોના સૂર છે. હવે તો ટી.વી. ચેનલોમાં પણ નવોદિત ગાયકો માટે સંગીતની અલગ અલગ કોમ્પીટીશન પણ યોજવામાં આવે છે. અલગ ભાષા માટે અલગ કોમ્પીટીશન પણ હોય છે. પોતાનાં અંદરની શક્તિ બહાર પ્રાદર્શિત કરવાનું આ ખુબ જ સારું પ્લેટફોર્મ છે.

   સંગીતની સાથે કોઈ પણ ભાષાનું નાટક, ફિલ્મ કે સીરિયલ પ્રસ્તુત કરવામાં આવે તો જાણે જીવંત બનીને પોતાનાં ભાવ, સામેની વ્યક્તિને સ્પર્શી જાય છે. અમુક સીરિયલ અને ફિલ્મોમાં થીમ મ્યુઝીક અને ટાઈટલ મ્યુઝીક લોકોને ખુબ જ પસંદ આવતાં હોય છે. જે કામ વિજ્ઞાન પણ ના કરી શકે એ કામ મ્યુઝીક કરી દે છે. સંગીત માણસને જીવંત રાખવા માટે પ્રગતિશીલ છે. સંગીત નું સાંભળવાથી આધિ.....વ્યાધિ..... ઉપાધિ..... દુર થાય છે. લોકોને અશાંત અને ઉંઘતા જીવનમાં શાંતિ અને નવ જીવન લાવવામાં મહત્વનો ફાળો હોય છે. આજની ભાગદોડ ભરી જીંદગીમાં સંગીત અમૃત સમાન છે. આપણા જીવનમાં સંતુલન બનાવી રાખવા માટે દરરોજ થોડા સમય સંગીત સાંભળવું જોઈએ. યોગ અને સાધનામાં પણ સંગીત ઉપયોગી નિવડે છે. સંગીત આપણી અંદરના કેટલાંય સત્યોથી આપણને અવગત કરાવે છે. એક વૈજ્ઞાનિક સંશોધનના તારણથી એવું સાબિત થયું કે, વૃક્ષો પાસે ધીમું અને મધુર સંગીત વગાડવામાં આવે તો તે વૃક્ષ વધું ફળદાયી બને છે. ગાયોમાં પણ એવું જ વલણ જોવાં મળ્યુ છે, આમ કરવાથી ગાયોનાં દૂધમાં પણ વધારો જોવા મળ્યો છે.

   આજનાં સમયનું સંગીત સાંભળતી વખતે મનમાં અનેક વિચારોનું પ્રમાણ વધે છે, ઉલટું આપણા પર માયાનું આવરણ આવીને મન સુખ દુ:ખના વમળમાં અટવાઈ જાય છે. સંગીત એક સાધના છે જે આપણને દુ:ખમાંથી બહાર આવવા મદદ કરે છે. આપણને આપણી આત્માની સાથે રૂબરૂ કરાવે છે. એટલે શાંત અને મધુર સંગીત વગાડવામાં આવે અથવા તો સાંભળવામાં આવે તો આપણું મન પણ શાંત રહે અને જીવન પણ આનંદમય બની રહે છે.

-પંક્તિ સોલગામ

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: