Our Columnsગ્રહોના ગગનમાં

સૂર્યનો માનવશરીર અને સરકારી કાર્યોની બાબતોમાં સંબંધ

નમસ્કાર મિત્રો,

ગયા અંકમાં આપણે સૂર્ય ગ્રહ વિશે મૂળભૂત જાણકારી મેળવી. આજે આપણે સૂર્ય ગ્રહ કુંડળીના કયા સ્થાનમાં બેસીને તે જાતકના શરીર, અંગ અને સરકારી કાર્યો કે બાબતોના સંબંધમાં કેવું ફળ આપે છે અથવા એ જાતકનું વ્યક્તિત્વ કેવું છે, તે વિષય પર વાત કરીએ.

પહેલો ભાવ – દુનિયાનો રાજા, કે જેની નજરમાં ધર્મ કે ઈમાન કરતા ફક્ત ન્યાયનું મહત્વ વધારે હશે. આવા જાતકોએ હાકેમી ગરમી કી, દુકાનદારી નરમી કી – એટલે કે જો આ જાતક સરકારી ઓફિસર હોય કે તે કોઈ પણ કાર્યક્ષેત્રમાં ઊંચી પોસ્ટ પર હોય તો તેમણે કડક સ્વભાવ રાખવો જોઈએ અને જો દુકાનદાર કે વ્યવસાયી હોય તો તેણે સ્વભાવ નરમ રાખવો જોઈએ.

બીજું સ્થાન – આવા જાતકો કોઈ ઘાર્મિક સ્થળે પ્રગટાવવામાં આવેલ દીવા જેવા હોય છે, જેને કોઈ ધર્મ કે નાતજાત સાથે કોઈ લેવાદેવા હોતા નથી. આવા જાતકોની પોતાની કિસ્મતની કોઈ શરત હોતી નથી પણ તેઓ પોતાના ભાઈઓ તથા આવનારી પેઢીઓને ચોક્કસપણે સુખી કરીને જાય છે. આવા જાતકોને સરકારી નોકરી કે સરકારને લગતા કાર્યો કે પછી સેવા કાર્યોથી ફાયદો થાય છે. જો સૂર્ય અશુભ અવસ્થામાં હોય તો જાતક સ્ત્રીને લીધે પોતાના પરિવારમાં ઝઘડો કરી શકે છે.

ત્રીજું સ્થાન – મોતને રોકમારો તથા પરાક્રમી બાદશાહ, જેનાથી મોત પણ ડરે. આવો જાતક પોતે સુખેથી રહેનારો અને બીજાને સુખી કરનાર હોય છે. આવામાણસો નેક સ્વભાવના હોય છે. આવા જાતકો જૂટ્ઠું સહેજ પણ સહન કરી શકતા નથી. આવા માણસો શાંત ત્યાં સુધી શાંત, પણ જો કોઈ તેમને કારણ વગર છંછેડે તો સામેવાળાનું સર્વસ્વ નષ્ટ કરી શકે તેવા હોય છે.

ચોથું સ્થાન – આવો જાતક ભલે ધનિક પરિવારમાં ન જન્મે પણ, પોતે ધનિક જરૂર બની શકે છે. જન્મથી ભલે પોતે સામાન્ય પરિસ્થિતિમાં રહ્યો હોય પણ પોતાના સંતાનોને પૈસા ખર્ટવાની તાકાત આપનારો જરૂર બને. આવા જાતકને પોતાની માતા જીવિત હોય કે ના હોય પણ, પિતા પક્ષ તરફથી માતાની સહાય જરૂર મળે. આવા જોતકા પોતાનું ચાલચલન હંમેશા શુદ્ધ રાખનાર અને પોતે દાની સ્વભાવના હોય છે. આવા જાતકો પોતે ભલે નુકસાન ઉઠાવી લે પણ બીજાને નુકસાન થવા દેતા નથી. જો આવા જાતકો પરસ્ત્રી કે પરપુરુષ સાથે સંબંધ બાંધે છે તો, કાં તો તેમને સંતાન મળતું નથી, બાળક થવામાં તકલીફો થાય કે આજીવન નિસંતાન રહેવું પડે છે.

પાંચમું સ્થાન – આવા જાતકો સજ્જન અને માનમર્યાદામાં રહેનાર રાજા જેવા હોય છે. જન્મથી જ ભાગ્યવાન હોય છે. ઉંમરની સાથે સાથે ધન પણ વધે. તેના દ્વારા ખર્ચ થયેલું ધન તેના સંતાનો માટે ધનધાન્યના ભંડાર ખોલી દે. આવા જાતકો બંધકોને આઝાદ કરાવવાવાળા અને ક્રાંતિકારી સ્વભાવના હોય છે. ક્રોધ, ચપળતા અને હાજરજવાબીપણું એ સ્થાનના શુભ સૂર્યની નિશાની છે. જો આ સૂર્ય અશુભ હોય તો સ્ત્રી જાતકને ગર્ભપાત પણ થઈ શકે છે.

છટ્ઠું સ્થાન – આવા જાતકોએ પોતાના રીતિ રિવાજો અને પરંપરાઓ મુજબ જ ચાલવું જોઈએ. જો તેઓ નથી પાળતા કે તેનો અનાદર કરે છે, તેઓને સૂર્યના અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વિપત્તિના સમયે આવા જાતકો જો તેઓએ શુભ કાર્યો અને લોકોના મદદ કરી હશે તો જ બચી શકશે. આવા જાતકો જીદ પર આવે તો કોઈને પણ ગણકારતા નથી. જો કે આવા જાતકો નિસંતાન, મંદબુદ્ધિ કે મન અને વચનથી પાપકર્મી નથી હોતા. ચાહે ભાગ્યનો કેટલો પણ માર કેમ ન પડે, પણ તેઓ હંમેશા તેને લડત આપવાવાળા હોય છે.

સાતમું સ્થાન – આવા જાતકના જન્મ સમયે એમ લાગે કે ખરેખર સૂર્યનો જ જન્મ થયો છે પણ સમય જતા તે ક્ષીણ થતો જાય છે. આવા જાતકો નેકી અને સૂઝબૂઝથી ભેગું કરે પણ તેના પોતાના વપરાશ સમયે થોડું જ વધે. આવા જાતકો પાસે બધું જ હોવા છતા જાણે કંઈ ના હોય. આવા માણસ માટે હાકેમી ગરમી કી, દુકાનદારી નરમી કી વાળો સ્વભાવ ફાયદાકારક રહે છે. સૂર્ય અશુભ હોય તો કાં તો આવા જાતકો કોઈની સાથે ગબન કરે કાં તો આવા જાતક સાથે ગબન (છેતરપિંડી) થાય. પત્ની પરિવારનું સુખ ઓછું અને જાતકનો શારિરીક બાંધો કૃશકાય હોય છે.

આઠમું સ્થાન – આવા જાતકો થોડા ઉગ્ર સ્વભાવના અને શરીરની ગરમ તાસીર ધરાવનારા હોય છે. જન્મે ભલે ગરીબ હોય પણ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે એવા હોય છે. જો આવા જાતકો ખોટા કર્મો કે પોતાની ભૂલોને લીધે પોતાનું સૌભાગ્ય ગુમાવી બેસે તો ફરીથી કોઈ સુખ પ્રાપ્ત થતું નથી એટલે કે જો જાતક ભંડારી હોય તો લોકોના ભંડાર ભરે પણ ભિખારી બની જાય તો તેને ભીખ પણ ના મળે. જ્યાં સુધી જાતક પોતાના પરિવાર સાથે રહે અને પોતાના લોહીના સંબંધવાળી કોઈ વ્યક્તિ પર કોઈ પણ કારણસર હુમલો નથી કરતો ત્યા સુધી તે સુખી રહેશે અને કોઈ કષ્ટ પડશે નહી.

નવમું સ્થાન – આવા જાતકો વગર દવાએ લોકોને સાજા કરવાની હિંમતવાળા હોય છે એટલે કે તેની સાથે રહેનારા લોકોને કોઈ પણ રીતે સાચવી લેવાવાળા હોય છે. આવા જાતકો પોતે દાક્તર પણ હોઈ શકે છે. જે થયું એ ભૂલી જાવ અને જે થવાનું છે તેની ચિંતા ન કરો. ભગવાન તમારી સાથે છે. – એ આ જાતકોના જીવનનો મૂળભૂત સિદ્ધાંત હોય છે.

દસમું સ્થાન – આવો જાતક હોય છે તો સાચો પણ લોકો તેની સાથે સંબંધ રાખતા પહેલા વિચારે છે.સંસારમાં તેના સારા હોવા પર પણ લોકોને વહેમ થાય. આવા જાતકો જક્કી, ઘમંડી અને માફ કરવું તો દૂર પણ પોતાના મા-બાપને પણ ફાંસીની સજા સંભળાવી દેનારા હોય છે એટલે કે ક્રોધ પર તેમનું નિયંત્રણ કરવું મુશ્કેલ હોય છે. આવો માણસ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઝુકશે નહી. આવા જાતકો નમવા કરતા મોતને વધુ વ્હાલું ગણનારા હોય છે. જો કદાચ નમવું પડે તો પણ એવા લોકો સામે નમશે કે ઝુકશે, જે તેની સાથે રોજ ખાનાર-પીનાર કે ઉઢનાર બેસનાર હોય. આવા જાતકો દેખાડો કરવામાં માનતા હોય છે. બાહ્ય દેખાવથી સાચા પરંતુ અંદરથી જૂઠી પ્રકૃતિના હોઈ શકે છે અને જો તેઓ આવા સ્વભાવના નથી તો સમય આવ્યે પોતાનું પોત પ્રકાશી બતાડે છે.

અગિયારમું સ્થાન – જાતક થોડો લાલચુ પરંતુ ધર્મી અને તપસ્વી સ્વભાવનો હોય છે. જેટલો નેકીના રસ્તે ચાલે એટલો સુખી પણ જે દિવસે જાતક માંસ-મદિરાનું સેવન શરૂ કરે તે દિવસથી તેના સંતાન પર કષ્ટ આવવાનું શરૂ થાય. જો કે આવો જાતક કોઈ પણ ધર્મ કે જાતિના લોકો માટે મદદગાર સાબિત થાય છે.

બારમું સ્થાન – સુખની ઊંઘ મળે પણ બેફિકર રાજા, જેના શાસનમાં દુખ આવે ત્યારે કઈં જ ન બચે. આવા જાતકો આળસુ અને લહેરીલાલા સ્વભાવના હોય છે. આવા જાતકોએ શાંતિનું જીવન જીવવા સાધુની અને ગાયોની સેવા કરવી જોઈએ. આવા જાતકના જીવનમાં ગમે તેટલી તકલીફો આવે પણ લાંબો સમય ટકતી નથી. આવો જાતક લગભગ નિસંતાન કે નિર્ધન પણ હોતો નથી.
તો ચાલો મિત્રો.. હવે મળીશું આવતા સપ્તાહે.. સૂર્ય ગ્રહનો શુભાશુભ પ્રભાવ અને તેના ઉપાયો વિશેની જાણકારી સાથે.

નોંધ – અહીં આપેલ જાણકારી નિર્દેશમાત્ર છે. સંપૂર્ણ ફળકથન માટે કુંડળીનું નિરીક્ષણ જરૂરી છે.

આદિત શાહ

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: