Introvert – અંતર્મુખી, એક એવી વ્યક્તિ કે જેને ટોળામાં રહેવા કરતાં પોતાની સાથે રહેવું વધારે ગમે છે, જેને બીજા સાથે વાત કરવા છતાં પોતાની સાથે વાત કરવી વધારે ગમે છે.શરમાળ સ્વભાવ, વાતચીત કરવામાં લાગતો ડર, અભિવ્યક્તિ નો ડર આ બધાં લક્ષણો અંતર્મુખી વ્યક્તિમાં જોવા મળે છે

   દરેક વ્યક્તિને એક એવો વ્યક્તિ ગમે છે કે જે બોલવામાં પાવરફુલ હોય અથવા જેની સાથે થોડી વારની વાતચીત દિવસભરનો થાક ઉતારી દે.અંતર્મુખી વ્યક્તિ પોતાના ઓછા બોલવાના સ્વભાવને કારણે માત્ર અવેજી(option) બનીને રહી જતા હોય છે.ન તો તેમની હાજરીની નોંધ લેવાય છે, ન તો તેમની ગેરહાજરીની.

   અંતર્મુખી વ્યક્તિમાં કેપેબિલીટી હોવા છતાં પોતાનાં ઓછા બોલવાના સ્વભાવને કારણે દરેક જગ્યાએ અવગણના પામે છે.કુદરત બધાને બધું નથી આપતી એટલે એવું ના સમજવું જોઈએ કે આવા લોકોની કોઈ કિંમત નથી હોતી.અંતર્મુખી લોકોની મજાક પણ બહુ બનતી હોય છે અને ક્યારેક એ લોકોનું ગુસ્સો ઉતારવાનું સાધન પણ બની જતા હોય છે કેમકે લોકોને ખબર જ હોય છે કે આ વ્યક્તિ સામો જવાબ નહીં આપી શકે.

  એવું પણ નથી કે આવા લોકોને બોલવું નથી ગમતું પણ એ ત્યાં જ બોલશે જ્યાં તેમને Comfort zone મળતું હોય.જો તમે એને Comfort zone આપશો તો એ પોતાના દિલની બધી વાત તમારી સાથે શેર કરશે.બસ ખાલી શરત એ જ કે તમે એની વાત શાંતિથી સાંભળો અને તેની મજાક ના ઉડાવો.

  છેલ્લે એટલું જ કહીશ કે આવી વ્યક્તિને અવગણવા ને બદલે તેમને સાથ આપો, તેમનાથી દૂર ભાગવાને બદલે તેમની તેમની પડખે ઉભા રહો.તમારા દ્વારા કરેલી નાનામા નાની મદદનુ એ સમયે આવ્યે વળતર ચૂકવશે.

પોતાના લાગણીશીલ સ્વભાવને કારણે જેટલા એ લોકો તમારી પ્રત્યે વફાદાર રહી શકશે એટલું બીજું કોઈ નહીં રહી શકે.

– ધવલ પુજારા “શ્વેત”

Related posts
ગુજરાતી સાહિત્યફિલોસોફીવાર્તા અને લેખ

અભિવ્યક્તિ

લખીને રાખો. તમારી અભિવ્યક્તિ, પ્રતિભા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રિય પ્રેમ

પ્રિય પ્રેમ, મારો પત્ર વાંચીને…
Read more
Our Columnsગુજરાતી સાહિત્યવાર્તા અને લેખસનાતની હિન્દુ ધર્મનો ઇતિહાસ

કુબેર ભંડારી

હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં…
Read more

Leave a Reply

%d bloggers like this: