પાર જાશે કે નહીં, અટકળ ઉપર,
ઘેલછાએ દોટ મૂકી જળ ઉપર.

વાયકા ક્ષિતિજ સુધી પહોંચી જશે,
કેમ કે બેસી ગઈ વાદળ ઉપર.

એના પડવાથી થશે નહિ દર્દ કંઈ,
છે ભરોસો પાનને ઝાકળ ઉપર.

લય, લઢણ તો આપમેળે આવશે,
હોય જો સજ્જડ પકડ પિંગળ ઉપર.

ક્યાં રહ્યું છે પ્રેમ જેવું કંઈ હવે,
સૌ સંબંધો થઈ ગયાં કાગળ ઉપર.

ઈશ્વર ચૌધરી ‘ઉડાન’

Related posts
કવિતા કોર્નરગઝલ

સૂમુખા

નથી તું આપતો ક્યારેય તારું સરનામું,છે…
Read more
કવિતા કોર્નરગઝલ

છુપી છુપીને કેમ પ્રણય કરો છો?

છુપી છુપીને કેમ પ્રણય કરો છો?છે હૈયે…
Read more
કવિતા કોર્નરગઝલ

જીવી ગયો.

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પ…
Read more

Leave a Reply

%d bloggers like this: