The businessman is working on values ideas at the desk
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

કર્મનો સિદ્ધાંત….

મનોબળ અને આત્મવિશ્વાસ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. દ્રઢ મનોબળ હોઈ ત્યાં આત્મવિશ્વાસ હોઈ એમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસમાં પરિશ્રમને ધરોહર સમાન ગણવામાં આવ્યો છે. મનમાં સંકલ્પ કરી લેવાથી અને વ્યર્થ આત્મવિશ્વાસ દેખાડવાથી સફળતા મળી જતી નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનો સિદ્ધાંત સમજાવતા કહ્યું છે કે, ” उद्यमेन कार्याणी सिध्यंते । ” જેમ પરિશ્રમ જીવનમાં જરૂરી છે તેમજ દ્રઢ મનોબળ પણ એટલુજ જરૂરી છે. કેટલીક વાર મહેનત કર્યા પછી પણ સફળતા ના મળે ત્યારે માણસ મનથી ભાંગી પડે છે. નકારાત્મકતા માણસના મન ઉપર હાવી થઈ જાય છે, માણસનું મનોબળ તૂટી જાય છે અને વિચારોની ગર્તામાં સરી જાય છે, એવામાં માણસને શું કરવું ? શું ન કરવું ? એની સમજ પડતી નથી. પરંતુ આવા સમયે હારી કે થાકી જવાથી કોઈ ફાયદો નથી થતો. તેથી જ કદાચ આપણા પુસ્તકોમાં લખાયું છે કે, 

” જો રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના, અમે થોડા મનમાં મુંજાઈને મરી જવાના ? ” – અમૃત ઘાયલ.

                કીડી જ્યારે ખોરાકની શોધમાં આમ તેમ ભટકે અને તેને જ્યારે ખોરાકનો ટુકડો મળે ત્યારે તેને લઈને પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે, એકની એક દિવાલ ઉપર વારંવાર ચડે છે વળી પડે છે પણ એની મહેનત વ્યર્થ જતી નથી. ” नन्ही चींटी जब दाना लेकर चलती है चढ़ती दीवारों पर सौ बार फिसलती है, आखिर उसकी महेनत बेकार नहीं होती, कोशिश करनेवालों की कभी हार नहीं होती । ” હરિવંશરાય બચ્ચન જેવા પ્રસિધ્ધ કવિઓએ પોતાની કવિતાઓમાં આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળનો મહિમા ગાયો છે.
            મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદ કરવા માટે કેટકેટલો સંઘર્ષ વેઠ્યો, શું તેઓનો ઈરાદો મક્કમ ના હોતતો આજે સ્વતંત્ર ભારતનું એમનું સપનું સાકાર થયું હોત ખરું ? શું મજબૂત મનોબળ ના હોતતો ભારતને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લડવૈયા, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિક, ધીરુભાઈ અંબાણી જેવા ઉદ્યોગપતિ આ ઉપરાંત અનેક મહાન વ્યક્તિઓ મળ્યા હોત ખરાં ? ” ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો ” સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદને આજે પણ આપણે મજબૂત મનોબળ માટે યાદ કરીએ છીએ.
        કોઇપણ સફળતા, વસ્તુ કે વ્યક્તિ હાંસલ કરવા માટે મનોબળ એ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે….
       ” તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ ? સમંદરના પક્ષીઓને ક્યાં હોઈ છે નકશાઓ ? છતાં પણ શોધી લે છે ને તેના રસ્તાઓ ! ”                          – અજ્ઞાત.

તૃપ્તિ વી પંડ્યા ” ક્રિષ્ના “

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: