હિંદુ ધર્મ અનુસાર કુબેર ધનનાં દેવતાં કહેવાય છે. યક્ષોના રાજા કુબેર છે, અને ઉત્તરદિશાના દ્વારપાળ, અને સંસારના રક્ષક છે.
કુબેરના પિતાજી વિશ્રવા મુની અને માતા કૈકસી હતાં, વિશ્રવા મુની બ્રહ્માજીના માનસ પુત્ર પુલસત્યના પૂત્ર હતાં.
એકવાર જ્યારે કુબેરને રાવણના અત્યાચાર વિષે ખબર પડી તો તેમણે પોતાના દૂતને રાવણને સમજાવવા મોકલ્યો કે રાવણ અધર્મનો માર્ગ છોડી દે, પણ રાવણ ક્રોધિત થઈ દૂતને મારી રાક્ષસોને ભક્ષણ કરવા આપી દે છે, આ વાતની જ્યારે કુબેરને જાણ થઈ ત્યારે કુબેરને ખૂબ ગુસ્સો આવ્યો અને રાવણ સાથે યુધ્ધ કર્યું, પરંતુ યક્ષો બળથી યુધ્ધ કરતા, જ્યારે રાવણ માયાથી તેથી કુબેરનું પુષ્પક વિમાન અને બધી સંપત્તિ રાવણે છીનવી લીધી. તેથી કુબેર પોતાના પિતા પાસે જાય છે, તેનાં પિતા તેને શિવ આરાધના કરવાનું કહે છે, તેથી કુબેર ભગવાન શંકરને પ્રસન્ન કરવા હિમાલય પર્વત પર તપ કરે છે. એક વખત તપ કરતાં કરતાં કુબેરને શિવ પાર્વતી દેખાય છે, પણ કુબેરની ત્રાસી આંખે પાર્વતી તરફ ધ્યાન જાય છે, આ જોતા જ પાર્વતીના તેજ વડે ડાબી આંખ ભસ્મ થઈ જાય છે, અને કુબેર ત્યાંથી બીજા સ્થાને જઇ તપસ્યા કરવા લાગ્યા તેથી શિવજી પ્રસન્ન થાય છે અને કહે છે કે તમે તપસ્યાથી મને જીતી લીધા છે, તેથી તારી આંખ પાર્વતીના તેજથી નષ્ટ થઈ છે તેથી તને એકાંક્ષીપીંગલ તરીકે પણ ઓળખવામાં આવશે. તપસ્યાના ફળ સ્વરૂપ ધનપાલની પદવી, પત્ની અને પુત્રની પ્રાપ્તિ થાય છે.
સૂર્યદેવ અને છાયા દેવીની પુત્રી ભદ્રા સાથે કુબેરના વિવાહ થાય છે.
સમય જતાં કુબેર અથાગ સંપત્તિના માલિક બને છે, અને તેનું અભિમાન તેમનામાં આવે છે, જેથી પોતાની સંપત્તિનો દેખાડો કરવાં કુબેર બધાં દેવોને ભોજન માટે આમંત્રિત કરે છે, પરંતુ મહાદેવ અને પાર્વતી ત્યાં આવતાં નથી ત્યારે કુબેર પોતે તેમને આમંત્રણ આપવા જાય છે ત્યારે મહાદેવ સમજી જાય છે કે કુબેર અભિમાન વશ પોતાની અપાર સંપત્તિનો દેખાડો કરવા માંગે છે એટલે ત્યાં જવાની ના પાડે છે અને આમંત્રણનું માન રાખવા પુત્ર ગણેશને સાથે મોકલે છે, કુબેર તો ખૂબ હરખાય જાય છે કારણ એક નાના પુત્રની ભૂખ સંતોષવી એકદમ સરળ હોય છે, ગણેશજીનું સ્વાગત કરી ભોજન કરવા બેસાડે છે, ગણેશજી પણ ખૂબ સ્વાદ લઈને જમે છે, અને એક પછી એક પકવાન આરોગે છે અને મંગાવે છે પણ ગણેશજીની ભૂખ સંતોષવા કુબેર પોતાને અસમર્થ સમજે છે કારણ રસોડામાં બધી સામગ્રી પુરી થવા લાગે છે અને ગણેશજી હજુ સામગ્રી જોઈતી હોય છે, હવે કુબેરને પોતાની ભૂલનો અંદાજો આવી જાય છે એટલે તરત મહાદેવ પાસે માફી માંગવા જાય છે અને ઉપાય સૂચવવા કહે છે, મહાદેવ કુબેરને થોડાં ચોખા આપી ગણેશજીને ખવડાવવા કહે છે, અને ગણેશજી જ્યારે આ ચોખા આરોગે છે ત્યારે તેમની ભૂખ સંતોષાય છે.
આ ઘટનાને કારણે કુબેરને સમજાય છે કે કોઈનું પેટ તૃપ્ત કરવા અથાગ સંપત્તિ નહીં પરંતુ પ્રેમથી ભોજન કરાવું વધુ આવશ્યક છે.
આ પરથી આપણે પણ સમજવુ જોઈએ કે કોઈની સંપત્તિ ઉપરથી માણસનું મન નક્કી કરવું ખોટું છે.
મહેલમાં રહેવાવાળા મનથી લોભી હોઈ શકે.

કર્તા : મનિષા સેજપાલ
સંકલન : આદિત શાહ

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
Our Columnsધર્મ વિશેષ

મનસાદેવી

મનસાદેવી એ ભગવાન શંકરની પુત્રી છે.
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more

Leave a Reply

%d bloggers like this: