કવિતા કોર્નરગઝલ

ઘણું હોત

આ મૌન પરસ્પરને વફાદાર ઘણું હોત,
સંવાદમાં થોડું જો પ્રામાણિકપણું હોત.

ના હોત સતત ચાલતાં આ દર્દનાં પ્યાદાં,
શતરંજનું અસ્તિત્વ સમેટાઈ ગયું હોત.

તેં તેજ, બહુ તેજ કશું પાયું છે, સાકી!
જીરવાઈ ગયું હોત, તો જિવાઈ ગયું હોત.

આ ઊંઘનું હાલરડું, અને દોર બીજે હાથ!
સ્વપ્નું ય અહીં આવીને દ્વિધામાં પડ્યું હોત.

હું મારો વિરોધી, અને પોતે જ તરફદાર,
સોગંદ ઉપર મેં ન કશું કાંઈ કહ્યું હોત.

એકાદ દિલાસાની ઊણપ એમાં હતી માત્ર,
જીવન ન કહો, એનું કશું નામ બીજું હોત.

આ શબ્દના વૈભવનું ફુલેકું છે ‘ગનીજી’
કંઈ અર્થ ભળ્યા હોત, તો ફુલાઈ ગયું હોત.
-ગની દહીંવાલા

Related posts
કવિતા કોર્નરગઝલ

ભીંજવે છે શેની...

કોઈ પૂછો આ વર્ષાને આમ ભીંજવે છે શેન…
Read more
કવિતાકવિતા કોર્નર

ગણનાયક

ગૌરી – શંકર પુત્ર લંબોદર,હે ગણનાયક…
Read more
કવિતા કોર્નરગઝલ

સૂમુખા

નથી તું આપતો ક્યારેય તારું સરનામું,છે…
Read more

Leave a Reply

%d bloggers like this: