આપણાં સનાતન ધર્મ માં વાંચવા જ્ઞાન અને સાચું જીવન સમજવા ઘણાં ઉપનિષદો અને ગ્રંથો છે. આપણે આભાગ દોડની જીંદગીમાં મોહ માયાની લાળમાં સમય નથી કે એમાં રસ લેતાં નથી. જ્યારે તન મન થાકે ત્યારે પાછું વળી જોઇએ કે અરરર આપણે આવા શ્રેષ્ઠ જીવનમાં આવી શું કર્યું? સૌ જાણે છે આવ્યાં ઠાલાં એવાં જ જાવાનાં અને આ શ્ર્વાસ પણ ક્યારે છેતરી ને ચૂપચાપ નીકળી જશે એની ખબર નથી. આજ તન મન ધન ને ખૂબ ચાહ્યાં કર્યું પણ શ્રાસ નીકળી જતાં એજ ખાલી પિંજર બની જઇ આપણાં જ સગા આપણને જલ્દી બાળી નાંખવા ની વાતો કરશે અને અગ્નિ જ્વાળાથી આ દેહ ભસ્મીભૂત થઈ પંચમહાભૂતોનો બનેલો એમાંજ મળી જશે. હા નજીકનાં સગાં સંબંધી ઓ થોડા દિવસ યાદ કરશે. આમ જીવન સમાપ્ત થાય ત્યારે તમે જે સારું કર્યું હશે એની સુગંધ ભરી યાદો વાતો જે સુકર્મો લોકો યાદ કરશે કે તમારી સાથે આવશે એમ આપણે જીંદગી ની સાચી રાહ જીવતાં હોઇએ ને જાણી ચાલીને તો શક્ય બને. અહીં કહીશ આપણાં શાસ્ત્રો નું વાંચન મનન કરતાં જીવતાં જરુર જીવન ને સાર્થક કરી શકીએ. બાકી તો આ સંસાર બસ આવ્યા ગયાં નો છે. આપણાં કઇક વડવાઓ ગયા આપણે પણ જશું. કાંઇ ખબર નથી આપણાં જીવનની? આ માચીસનાંખોખાં જેવાં આપણે રોજ દિવસ રાત સહજમાં વાળીએ છીએ એક એક કાંડી સમ અને કાંડીઓ ક્યારે વપરાઇ ગઇ એ તો ખાલી ખોખું જોતાં સમજાય અહીં બીજું ખોખું લેવાય પણ આપણાં શ્રાસો ગયા પછી આવતાં નથી એ વાત સમજવી રહી. અહીં ઘણાં ભાગ્ય શાળી જીવો નાનપણ થી જાગૃત હોઇ ધર્મમય જીવન જીવે છે. પણ મોટા ભાગનાં દોડધામમાં જ થાકી ને વહેલાં રોગગ્રસ્ત કે મરણ પામે છે. મનમાં ક્યારેક સજાગ થાય તો પોતાનો જવાબ પોતે જ સમજી લે છે કે હજુ તો ઘણો સમય છે ઘડપણમાં ગોવિંદ ગાશું. પણ ઘડપણ આવે તો ને? રખે ઘડપણ આવે ત્યારે જીવ થાકેલો, કંટાળેલો, અનેક રોગો થીત્રસ્ત થઇ ગયેલો જોતાં હાય વોય તનવ્યાધિથી કરે છે. પ્રભુ ભજન, સદ્ ભાવનાં કે કંઇક સારું કરવાનું કંઇજ થતું નથી. અરે ખાવાની પાબંદી આવે કે ધનનાં ઢગલાં ને ધાન્ય ભંડાર છતાં ધન વાપરી શકતાં નથી કે ખાઇ પી શકતાં નથી. ત્યારે જાગે તો રુદન સાથે પારાવાર દુઃખ સિવાય કંઇ જ થતું નથી. એ દુઃખ પીડા પોતાને જ સહેવાં પડે છે. ધનનો ભાગ સૌ લેશે પણ પીડા દર્દ કોઇ કોઇનું લઇ શકતુંનથી. હાયરે શું કર્યું નાં વિચારે લાચાર થઈ જતાં જીવન નાં સમયને બસ મરવાના વાંકે પસાર કરવો પડે છે. એમાં કોઇ એમને મદદ કે ચાહ ભાવ પણ બતાવતાં નથી.
માટે આવેલા જીવે જાતે જાગૃત થવું જોઇએ. અને જ્યાંથી જાગ્યા ત્યાંથી કંઇક સારું પર ભવ માટે સત્ કર્મ કરવાં જોઈએ. બહારગામ જવા આપણે સૌ કેટકેટલી યાદી ઓથી તૈયારી કરીએ છીએ પણ જીવ સારી ગતિ પામે એ માટે ક્યાં કશી તૈયારી કરીએ છીએ? બચપન ખેલમાં ખોવાઈ જશે, જવાની રોફમાં ને દોડમાં જતી રહેશે, આવી ઉભું રહેશે ઘડપણ જે તમે બધાં ને ચાહતાં સાચવતાં હતાં એની સામે જ તમે કડવા ન ગમતાં થઈ જશો. એ સમય ની ચાલ છે. સમય ક્યારે કોઇની માટે રોકાયો નથી. આપણે સમય સાથે આપણી જાત ભાત રીતે બદલતાં જીવતાં શીખી સમય સર જાગૃત થઇ જવું જોઇએ. આજ મળી એને સારા કાર્યો માં દયાભાવમાં કે ધર્મ ભાવમાં જીવવા પાકું વિચારી લેવું જોઈએ કાલની કોને ખબર છે! આવશે કે નહીં? કાલ રખે આવે તો આજ થઈ ને જ આવે એ તથ્ય ને જાણી જાગો. જીવનને ફક્ત દોડધામ કે એશઆરામ માં ન વાપરો. વાવ્યું હશે એવું મળશે. આંબા વાવો તો તમે નહીં તમારા સંતાનો કે બીજાં ખાશે. બાવળ વાવશો તો કાંટા તમને તો લાગશે પણ અન્યો ને પણ એ ખૂંચશે. તમે ઘરમાં જેવું વાતાવરણ ઉભું કરશો એવું જ અનુકરણ ઘરનાં સૌ કરશે એ સાચી વાતને જાણો. આજનાં આવા ખોટા ગાડરિયા પ્રવાહની સાથે ન ચાલતાં ઘરનાં વાતાવરણ ને ભાવ ભક્તિ ધર્મ મય બનાવો જેથી ઘરની હર વ્યક્તિ દયા ભાવ ને ધર્મ નું જીવન જીવે માનવ જીવનનું મુલ્ય જાણે અને પોતાનું માનવ પનનું સારું ઋણ સજાગ રહી અદા કરી શકે. સાધુ થવું જ જરુરી નથી પણ જીવનને બૌધિક ભાવથી સાદું સરળ ને કોઇને ઉપયોગી થઈ રહેવા તત્પર રહેવાનું સમજો. આ માટે સૌએ પોતાથી શરુઆત કરી પોતાનાં ઘર્મમય કર્મને જાગૃત કરવાં જોઇએ. આત્મા સાફ શાંત હશે તો સારાં વિચારો આવશે ને આચરણ સારું થશે. વાતાવરણ આપોઆપ બદલાઇ સદ્ ભાવ જન્મ લેશે ત્યારે આપણે વેર ભાવ ઝગડાં અને કુકર્મ થી દૂર થઈ શકશું.
આ બધું શક્ય આપણાં શાસ્ત્રોને વાંચશું એનાં ગૂઢ તત્વો ને જાણીશું તો જાગશું ખરેખર આપણે આવી શું કરીએ છીએ ને શું કરવાનું છે? જાગેલો જીવ કાયમ દિવ્ય ચક્ષુ સમ સારું જ જોઇ ને સારું જ કરે છે. ખરેખર સામે અમૃતનો પ્યાલો છલોછલ પડેલો છે એ આપણે જોઇએ છીએ છતાં અવગણીને છીએ. આ કરુણતાને હવે ટાળવી રહી. ભારતનાં સનાતન ધર્મને એનાં સંસ્કારોને સમજી લુપ્ત થતાં સંસ્કારો ને ટકાવવા જરુર આપણાં થી શરુઆત કરવી જોઇએ. આજે આપણે યુવાન છીએ કાલે ઘરડાં થશું આપણે વડિલો ને સાચવશું તો આપણાં બાળકો પણ આ વાત સરળતાથી સમજશે. બાકી પિપળ પાન ખરે છે જોઇ કુંપળ હસે છે ત્યારે ખરેલાં પાન કહે છે “બાપલા ધિરજ ધર અમ વિતિ એવી તારા પર પણ વિતશે” આ સત્ય વાત ઘણાં સંસ્કારો સમજાવી જાય છે તો સાક્ષર જરુર થાવ પણ સંસ્કારી પણ બનો. એ તમને સારું ઘડતર આપી ખરું સુખ મય જીવન આપશે જેમાં હસી ખુશી સાથ સહકાર આનંદ માન પાન અને જ્ઞાનની ઓળખ સાથે મીઠાશ નાં સંબંધો હશે જે ગંગા સમ પાવન કારી હશે હા કદાચ સાધન સામગ્રી જે આડંબર રુપછે તે નહીં હોય છતાં સાચુકલા ભાવનું હર હદય માં એકબીજા માટે સ્પંદન હશે. એ આપણે જાણી શકીશું. આ માનવ જીવનની સફર ને યાત્રા મય બનાવી શકશું.
.
કોકિલા રાજગોર

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: