Our Columnsધર્મ વિશેષ

ફ્રેન્ડશીપ ડે.. (ઓગસ્ટનો પહેલો રવિવાર)

“મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે..” (પ્રાર્થના ગીત)

માનવ સભ્યતાની ઉત્પત્તિ થતાની સાથે જ આ મૈત્રીભાવનું ઝરણું વહેવા લાગ્યું છે. જે આદિકાળથી વહી રહ્યું છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર એકબીજા સાથે સુખ દુઃખ ની વહેચણી કરી શકીએ, sorry અને thanks ની ફોર્માલિટી થી હંમેશા ઉપર રહી શકીએ, એવો આ પવિત્ર મૈત્રીભાવ નિભાવવા માટે વ્યક્તિને હંમેશા એક સાચા મિત્ર ની તલાશ રહે છે. આપણા સુભાષિતો કહે છે કે:

“મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય; સુખમાં પાછળ પડી રહે, દુખમાં આગળ હોય.”

ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ અને વાનરરાજ સુગ્રીવ તથા શ્રી રામ અને વિભીષણની મિત્રતાથી આપણે સૌ પરિચિત જ છીએ. આ બંને મિત્રતા એ સમગ્ર સમાજને એક સુચારૂ રાજ્ય વ્યવસ્થા અને એક સુયોગ્ય શાસક આપ્યા. વાનરરાજ વાલીનો વધ શ્રીરામે કરીને સુગ્રીવ ને કિષ્કિંધાનુ રાજ્ય સોંપ્યું. તો બીજી તરફ રાવણનો અંત કરીને માત્ર પૃથ્વીને જ નહીં પણ ત્રણે લોકને ભયમુક્ત કર્યા, તેમજ વિભીષણને લંકા ના રાજ્યનું સુકાન સોંપ્યું.

દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા ની મિત્રતા, તથા શ્રીકૃષ્ણની અર્જુન સાથેની મિત્રતા, શ્રી રાધા સાથેની મિત્રતા તેમજ દ્રૌપદી સાથેની મિત્રતા..આ એવા સંબંધોની મિશાલ છે કે જેમાં ભક્ત અને ભગવાનના સંબંધ કરતા મિત્રતા ની ઝાંખી વધારે દેખાય છે.

ભગવાન સૂર્યનારાયણને પણ આપણે ૐ મિત્રાય નમઃ થી અર્ધ્ય આપીએ છીએ. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આત્માના કારક એવા સૂર્યનારાયણ અનંતકાળથી સમગ્ર સૃષ્ટિ માટે નિઃસ્વાર્થ ભાવે પોતાના પવિત્ર તેજથી મૈત્રીભાવ જ વરસાવી રહ્યા છે ને! જો આ તાપ ન હોય તો જીવનની કલ્પના જ કરી શકાય નહીં.

માનવજીવનની શરૂઆતની સાથે જ માતા-પિતા, ગુરુ- શિષ્ય, ભાઈ-બહેન ભક્ત- ભગવાન તથા મિત્રભાવ ના આ સંબંધો જીવન સાથે સંકળાયેલા જ છે. આ સંબંધો કોઈ એક દિવસના મોહતાજ નથી. પરંતુ પ્રતીક તરીકે કોઈ એક દિવસ ઉજવીએ તેમાં પણ કંઈ ખોટું નથી. બસ એટલું જ ધ્યાન રાખીએ કે આવા પવિત્ર સંબંધો હંમેશા અને માટે શાશ્વત જ છે કોઈ એક દિવસ માટે નહીં. સમય જતા ઉપરોક્ત દરેક સંબંધો મૈત્રીભાવ માં જ પરિણમે છે.
હર્ષા ઠક્કર

Related posts
Our Columnsધર્મ વિશેષ

મનસાદેવી

મનસાદેવી એ ભગવાન શંકરની પુત્રી છે.
Read more
Our Columnsગઝલગંગા

વરસાદે.

કોઇ છે મારી સંગ વરસાદે?મારી મારાથી જંગ…
Read more
Our Columnsવાનગી વિશેષ

મોદક.

ગણેશ ઉત્સવ આવે અને મોદક નાં બને એવું…
Read more

Leave a Reply

%d bloggers like this: