If you are going live together, you have to learn Communicate (જો તમે સાથે જીવવા જઈ રહ્યા છો તો તમને સંવાદ કઈ રીતે કરવો એ આવડવું જોઈએ ) સંવાદ એ એક કળા છે અને આ કળામાં દરેક વ્યક્તિએ પારંગત થવું જોઈએ.કોઈ વ્યકિતનો પ્રભાવ તેના પૈસા કરતા તે કઈ રીતે વાત કરે છે એનાથી વધારે પડતો હોય છે.

  દરેક સંબંધ માટે યોગ્ય સંવાદની આવડત હોવી ખૂબ જ જરૂરી છે.સંવાદનો અર્થ એ નથી કે દરેક વખતે કંઈક ને કંઈક બોલવું પણ ક્યારે ન બોલવું, ક્યારે અટકવું, ક્યારે છટકવું એ પણ સાથે-સાથે આવડવું જ જોઈએ.

ક્યારેક કોઈ વ્યક્તિને તમારી સાથે ઈચ્છા ના હોય તો તેમને ફોર્સ ના કરવું જોઈએ.ક્યારેક એમની ઈચ્છાને પણ માન આપવું જોઈએ જેટલું આપણે એ વ્યક્તિને આપીએ છીએ.

  ઘણી જગ્યાએ એ જોવામાં આવ્યું છે કે પત્નીથી કોઈપણ ભૂલ થઈ જાય તો પતિ બધા વચ્ચે એને ખીજાશે,અપમાન કરશે.પત્નિ પણ એક માણસ જ છે, તેનાથી પણ ક્યારેક ભૂલ થઈ જાય.આવા સમયે જ્યારે બંને એકલા હોય ત્યારે પત્નીને તેની ભૂલ વિશે જાણ કરવી જોઈએ જેથી તેનું માન પણ સચવાઈ જાય.

  એક વાત આપણે બધાએ સ્વીકારવી રહી કે પતિ પત્નીનું માન નહીં જાળવીએ તો સમય રહેતા એ પણ એના પતિનું માન નહીં જ જાળવે.શરુઆતમાં એ ચૂપચાપ બધું સહન કરી લેશે પણ સમય જતાં એ પણ પતિનું અપમાન કરતાં નહીં અચકાય.

  તમારી કોઈ સાથે મિત્રતા હોય,પતિ-પત્નીનો સંબંધ હોય કે પછી તમારા લાઈફની કોઈ સ્પેશિયલ વ્યક્તિ હોય એમને સમય સમય પર એવું ફીલ કરાવવું જોઈએ કે તમે એના માટે ખાસ છો.લાગણીઓ પ્રગટ નહીં કરવાથી એમને એવું ફીલ થાય કે એ તમારી લાઈફ હોય કે ના હોય બધું એકસરખું છે.આવા સમયે વ્યક્તિની તમારા પ્રત્યેની લાગણીઓ ઓછી થઈ જાય છે, કાં તો એ મૂવઓન કરી જાય છે.

 જે વ્યક્તિનો સ્વભાવ જેવો છે એ મુજબ આપણને વાત કરતા આવડવું જોઈએ.કોઈપણ વ્યક્તિ આપણા સ્વભાવ મુજબ વર્તન કરે અથવા વાત કરે એવું કોઈને દબાણ ના કરવું જોઈએ.કોઈપણ વ્યક્તિ સાથે પરાણે વાત કરવાથી આપણે જાણે અજાણે એમને ગૂંગળામણ થાય એવી પરિસ્થિતિ ઉભી કરીએ છીએ.

 કોઈપણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું, દરેક વ્યક્તિથી ભૂલ થાય છે.આપણે અગાઉ કરેલી ભૂલોમાંથી શીખીએ અને સંવાદની વધારે વિકસાવીએ.

– ધવલ પૂજારા “શ્વેત”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક.....

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

વુલ્ફ ડાયરીઝ CHAPTER 7

થોડી જ વારમાં બંને એક તળાવ પાસે આવ…
Read more

Leave a Reply

%d bloggers like this: