Trendingગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાધર્મ અને વિજ્ઞાનવાર્તા અને લેખ

ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમે જ શા માટે અવતર્યા ?

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનાં અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહામ્
પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતાય
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે

સમગ્ર વિશ્વને ગીતા સ્વરૂપે જ્ઞાનોપદેશ આપનાર અને કર્મનો સિદ્ધાંત સમજાવનાર એવા જગતગુરુ શ્રીકૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના 125 વર્ષ અને 7 માસના આયુષ્યમાં અસંખ્ય લીલાઓ રચી, કાર્યો પાર પાડ્યા અને નિર્ણયો લીધા. આમ, તો આ આર્ટિકલ એ મારો અંગત વિચાર છે, જેની સાથે કોઈની ધાર્મિક ભાવના દુભવવાનો કોઈ ઈરાદો નથી. જ્યારથી હું કૃષ્ણને સમજતો થયો ત્યારથી એક વસ્તુ હંમેશા અવલોકિત કરતો આવ્યો છું કે મે કૃષ્ણને ક્યારેય ઉદાસીન કે ઉગ્રતામાં નથી જોયા. દરેક પરિસ્થિતિમાં તે હંમેશા તટસ્થ રહ્યા છે. તેમનું મન હંમેશા સ્થિર જ રહ્યું છે. આથી આ બાબત વિશે મે મારા ગુરુ સાથે ચર્ચા કરી અને તેમના માર્ગદર્શન સાથે અમે ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીનો અભ્યાસ કર્યો અને ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમે જ શા માટે અવતર્યા ? – એ સવાલનો નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કર્યો.

મિત્રો, ચંદ્ર એટલે આપણું મન અને અને આપણી માનસિકતા. વિચારો કરીને સાચો નિર્ણય લેવાની તાકાત કુંડળીમાં શુભ સ્થિતિમાં રહેલ ચંદ્રમા જ આપે છે. લાલ કિતાબમાં બીજા સ્થાનના ચંદ્રને પૂનમનો ચંદ્ર અને આઠમા સ્થાનના ચંદ્રને અમાસના ચંદ્ર સાથે સરખાવવામાં આવે છે. બીજા સ્થાનના ચંદ્રવાળો જાતક અતિશય વિચારતો હોય છે અને ઘણીવાર ડિપ્રેશનથી પીડાતો હોય છે, જ્યારે આઠમા સ્થાનના ચંદ્રવાળો જાતક વિચારવાની ક્ષમતા મહદંશે ઓછી ધરાવતો હોય છે. આવા જાતકોની માનસિકતા લગભગ નબળી હોય છે. ડિસિઝન પાવર બહુ ઓછો હોય છે.

મિત્રો, ખગોળશાસ્ત્રના નિયમ મુજબ સુદ એકમથી ચંદ્ર ધીમે ધીમે પોતાની કળાઓ વધારતો જાય છે અને સુદ આઠમના દિવસે એકદમ તટસ્થ સ્થિતિમાં હોય છે, ત્યારબાદ પૂનમ તરફ આગળ વધતા તેનું કદ અને તેની શક્તિ પ્રચંડ રીતે વધતી જાય છે. ત્યારબાદ ફરી તેની કળાઓ ઘટતી ઘટતી વદ આઠમને દિવસે તટસ્થ સ્વરૂપમાં આવે છે અને અમાવસ્યાના દિવસે સંપૂર્ણ શૂન્યમાં પરિવર્તિત થાય છે. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આઠમના દિવસે ચંદ્ર પોતાની તટસ્થ સ્થિતિમાં હોય છે. ના વધુ કે ના ઓછો અને આ ચંદ્રમા જાતકના મનને સમજદારીનું વરદાન પૂરુ પાડે છે અને જાતક બધા જ નિયમો સમજી વિચારીને લે છે. આ તિથિ એ જન્મેલ જાતકો જ્ઞાની, મેચ્યોર, ઠાવકાઈ ધરાવનાર, શાંત મન અને સ્થિર વિચારો ધરાનવારા હોય છે.

ભગવાન પણ જાણતા હતા કે શ્રીકૃષ્ણના અવતારમાં તેમણે અસંખ્ય કાર્યો પાર પાડવાના છે અને નિર્ણયો લેવાના છે. પછી એ નિર્ણય વૃંદાવન કે મથુરા છોડવાનો હોય કે દ્વારિકા વસાવવાનો, દ્રૌપદીને પડખે ઉભા રહેવાનો કે યુદ્ધ થતા પહેલા શાંતિની અપીલ કરવાનો, સોળ હજાર કન્યાઓને રાણી સ્વરૂપે સ્વીકારવાનો કે પછી રાધા અને રુક્મિણી વચ્ચે પોતાને જાળવી રાખવાનો – કૃષ્ણે હંમેશા બધા જ લોકોને પોતાનું સાનિધ્ય અર્પણ કર્યું છે અને આ જ કારણોસર ભગવાને શ્રાવણ વદ આઠમને દિવસે અવતાર લીધો, એવું મારું અંગત મંતવ્ય છે.

આદિત શાહ

83064 11527

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: