ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતા

રક્ષાબંધન – 2021 : શુભ મુહૂર્તો અને રાશિવાર ઉપાયો

નમસ્કાર મિત્રો,

        આ વર્ષે ભાઈ બહેનના સંબંધની પવિત્રતાના પ્રતીક પર્વ એવો રક્ષાબંધનનો તહેવાર રવિવારે તારીખ 22 ઓગસ્ટ, 2021 ના રોજ આવે છે. દર વર્ષે શ્રાવણી પૂનમને દિવસે ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં હોય છે પરંતુ આ વર્ષે શ્રવણ નક્ષત્રની જગ્યાએ આ તહેવાર ઘનિષ્ઠા નક્ષત્રમાં મનાવવામાં આવશે. જ્યોતિષની ગણના અનુસાર ચંદ્રમા સવારે 07.58 પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે તથા ગુરુ મહારાજ પણ કુંભ રાશિમાં જ સુખ સ્થાનમાં વક્રી થઈને બિરાજમાન રહેશે. શોભન યોગ સહિતના આ દિવસે રાખડીના મુહૂર્તો નીચે મુજબ છે.

સવારે 07.54  મિનિટ થી રાત્રે 11.18 સુધી

સવારે – 07.54 થી 09.30 – ચલ ચોઘડિયું – સામાન્ય ફળદાયી
સવારે – 09.30 થી 11.06 – લાભ ચોઘડિયું – શુભ ફળદાયી
સવારે – 11.06 થી બપોરે 12.42 – અમૃત ચોઘડિયું – સર્વોત્તમ ફળદાયી
બપોરે – 14.18 થી 15.54 – શુભ ચોઘડિયું – શુભ ફળદાયી
સાંજે – 19.06 થી રાત્રે 20.30 – શુભ ચોઘડિયું – શુભ ફળદાયી
સાંજે – 20.30 થી રાત્રે 21.54 – અમૃત ચોઘડિયું – સર્વોત્તમ ફળદાયી
રાત્રે – 21.54 થી 23.18 – ચલ ચોઘડિયું – સામાન્ય ફળદાયી.

આમ તો અગાઉ હું રક્ષાબંધનના દિવસે કરવાના સામાન્ય ઉપાયો આપી ચૂક્યો છું તેમ છતા એક વાર ફરી અહીં રજૂ કરું છું.

  • બહેન કે ભાઈ કોઈ કારણોસર નારાજ હોય તો તેમને મનાવીને સંબંધો સુધારી લેવા.
  • દરિયા કે નદીમાં એક શ્રીફળ માથેથી સાત વાર ઓવારીને વહેતું કરવું.
  • જેમને બહેન નથી તેમણે માતાજીના દેવસ્થાનમાં જઈને રક્ષા બંધાવવી.
  • જેમને ભાઈ નથી તેમણે શિવજી, ગણપતિજી કે કૃષ્ણ ભગવાનને રક્ષા બાંધવી.
  • ભાઈએ બહેનને લાલ વસ્ત્ર ભેટ આપવા.
  • આ સિવાય પોતાની માતા કે ગુરુ પાસે પણ રક્ષા બંધાવી શકાય છે.

હવે જોઈએ રાશિવાર ઉપાયો –

મેષ – લાલ વસ્ત્ર, રેવડી, પતાસા કે મસૂરની દાળનું મંદિરમાં દાન કરવું. હનુમાનજીને ગોળ ધરાવવો.
વૃષભ – સફેદ સુતરાઉ વસ્ત્ર, દહીં, જુવાર, કપૂર, રૂ નું મંદિરમાં દાન કરવું. લક્ષ્મીજીને સાકર ધરાવવી.
મિથુન – લીલું વસ્ત્ર, મગ, લીલી બંગડી તથા શ્રૃંગારનું મંદિરમાં દાન કરવું. કુળદેવીને રવાનો શીરો ધરાવવો. શક્ય હોય તો કિન્નરને લીલી સાડી અને લીલી બંગડીનું દાન કરવું.
કર્ક – સફેદ રેશમી વસ્ત્ર, ચોખા, દૂધ, ચાંદીની વસ્તુનું મંદિરમાં દાન કરવું. મહાદેવને ગળ્યું દૂધ ધરાવવું.
સિંહ – લાલ વસ્ત્ર, ઘઉં, તાંબુ, ગોળ વગેરેનું મંદિરમાં દાન કરવું. નારાયણને ઘઉંના લોટનો શીરો ધરાવવો.
કન્યા – લીલું વસ્ત્ર, મગ, લીલી બંગડી તથા શ્રૃંગારનું મંદિરમાં દાન કરવું. કુળદેવીને રવાનો શીરો ધરાવવો. શક્ય હોય તો કિન્નરને લીલી સાડી અને લીલી બંગડીનું દાન કરવું.
તુલા – સફેદ સુતરાઉ વસ્ત્ર, દહીં, જુવાર, કપૂર, રૂ નું મંદિરમાં દાન કરવું. લક્ષ્મીજીને સાકર ધરાવવી.
વૃશ્ચિક – લાલ વસ્ત્ર, રેવડી, પતાસા કે મસૂરની દાળનું મંદિરમાં દાન કરવું. હનુમાનજીને ગોળ ધરાવવો.
ધન – પીળું વસ્ત્ર, ચણાની દાળ, સોના કે પિત્તળનું વાસણ મંદિરમાં દાન કરવું. પીપળાની પૂજા કરીને ઘરના વડીલો તથા ધર્મગુરુના આશિર્વાદ લેવા. નારાયણને બેસનના લાડુનો ભોગ ધરાવવો.
મકર – કાળા અડદ, તેલ, કાળું વસ્ત્ર, બદામ અને લોખંડની વસ્તુનું મંદિરમાં દાન કરવું. ભૈરવજી કે મહાદેવને અડદના વડા, ખીર અને પુરીનો ભોગ ધરાવવો.
કુંભ – કાળા અડદ, તેલ, કાળું વસ્ત્ર, બદામ અને લોખંડની વસ્તુનું મંદિરમાં દાન કરવું. ભૈરવજી કે મહાદેવને અડદના વડા, ખીર અને પુરીનો ભોગ ધરાવવો.
મીન – પીળું વસ્ત્ર, ચણાની દાળ, સોના કે પિત્તળનું વાસણ મંદિરમાં દાન કરવું. પીપળાની પૂજા કરીને ઘરના વડીલો તથા ધર્મગુરુના આશિર્વાદ લેવા. નારાયણને બેસનના લાડુનો ભોગ ધરાવવો.

આ સિવાય જેમની કુંડળીમાં ચંદ્ર-શનિ અને ચંદ્ર-રાહુની યુતિ છે તેમણે એક શ્રીફળ અને એક મુટ્ઠી બદામ માથેથી સાત વાર ઓવારીને નદીમાં વહેતું કરવું અથવા શિવમંદિરમાં દાન કરવું. જેમને ચંદ્ર-કેતુની યુતિ છે તેમણે એક શ્રીફળ, એક મુટ્ઠી બદામ, ત્રણ લીંબુ અને ત્રણ કેળાં માથેથી સાત વાર ઓવારીને નદીમાં વહેતું કરવું અથવા શિવમંદિરમાં દાન કરવું.

જય બહુચર મા

આદિત શાહ
83064 11527

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: