Our ColumnsTrendingગ્રહોના ગગનમાં

લાલ કિતાબ – સૂર્ય ખાના નંબર 3

दौलत का राजा – खुद कमाकर खानेवाला

हुआ धोखा कुदरत न किस्मत का डर था
बजा बिगुल मन्दा – चलन जब तू बद था

લાલ કિતાબમાં આ સ્થાનના સૂર્યને ધનના રાજાની ઉપમા આપવામાં આવી છે. આવો જાતક જાતે કમાઈને ખાનારો હોય છે. સામાન્ય રીતે આવા જાતકોના ભાગ્યમાં કોઈ કુદરતી ધોખો કે આકસ્મિક આફતો જેવી બાબતો નહિવત્ હોય છે. આ સ્થાન સૂર્યના મિત્ર મંગળનું હોવાથી અહીં મંગળનું પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ જો આ જાત ચારિત્ર્યથી બહાર જાય તો તે ખૂબ તકલીફમાં આવી જાય છે.

નેક હાલત

આવા જાતકો દેખાવે સુંદર અને હ્રુષ્ટપુષ્ટ હોય છે. આ કુંડળીમાં ચંદ્ર અને મંગળ બંનેનું ફળ સારું પ્રાપ્ત થાય છે.બુધ તથા શુક્રનું ફળ પણ સારું જ મળશે. આવા જાતકો અને તેમના સંતાનો પણ દીર્ઘાયુષી હોય છે. જો આવા જાતકો કોઈની સાથે દગો, ફરેબી કે ધોખો ના કરે તો જાતક ખૂબ જ સુખો પ્રાપ્ત કરી શકે છે. આવા જાતકો જ્યોતિષશાસ્ત્ર તથા ગણિતમાંરૂચિ રાખનાર અને પાવરધા હોય છે. જો આવા જાતકો સદાચારી રહે તો ભલે તેમના બાપદાદા ગરીબ રહ્યા હોય પણ તેમના પોતાના અંતિમ સમયમાં તેમને ધનની કમી રહેતી નથી.

જો આ કુંડળીમાં ચંદ્ર શુભ અવસ્થામાં હોય તો જાતક પોતાના અંતિમ સમયમાં પણ પોતાના પરિવારને સુખી, સમૃદ્ધ અને સફળતાના શિખરે ચડતો જુએ છે. આવા જાતકોને ચંદ્ર સંબંધિત વસ્તુઓ-કારોબારથી ફાયદો થાય છે.

મંદી હાલત

જો આ જાતકના પાડોશીઓ વારંવાર બદલાતા હોય અથવા સારા પાડોશીઓનો સંગાથ ન મળે તો સમજવું કે જાતકની કુંડળીમાં આ સૂર્યની હાલત મંદી છે. જો કુંડળીમાં ચંદ્ર નીચ હોય તો ધોળે દિવસે જાતકને ત્યાં ચોરી, લૂંટ કે ઘરફોડના બનાવો બને છે. જો કુંડલીમાં નવમું સ્થાન નિર્બળ હોય તો જાતકના બાપદાદ નિર્ધન હોય. લગ્ન સ્થાન નિર્બળ હોય તો પાડોશીઓ જાતકને લીધે તકલીફમાં મૂકાય છે. જો બુધ પાપી કે નિર્બળ હોય અને કેતુ નીચ હોય તો જાતકના મામા એટલે કે જાતકના મોસાળ પર કષ્ટ આવે છે. આ સ્થાનનો સૂર્ય ત્યારે જ નીચ ફળ આપે જ્યારે જાતક પોતાના ચારિત્ર્યની બહાર જાય.

ઉપાયો

  1. ખોટા કામોથી દૂર રહેવું.
  2. માતાના આશિર્વાદ લેવા.
  3. ચારિત્ર્ય શુદ્ધ રાખવું.
  4. દૂધ-ચોખાનું દાન આપતા રહેવું.
  5. સૂર્યને ગોળ નાખીને અર્ધ્ય આપવો.
  6. પોતાના ભત્રીજાની સહાયતા કરવી.

આદિત શાહ
મો. : 83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: