दूसरो के लिए जोड जोड कर मरे, बच्चो के लिए दफीना

तमाम माया मे क्यो तू छोडा बसेरा,
करोडोपति नाम लेवा जो तेरा

આવા જાતકો પોતે ભેગું કરી કરીને જીવનારા અને અમીર થનારા હોય છે. કિતાબમાં આવા જાતકોને રેશમના કીડા સાથે સરખાવવમાં આવે છે. આવા જાતકો પોતે મહેનત કરીને પૈસો તો ખૂબ ભેગો કરે પણ પોતે તે વાપરી શકે નહી. ભલે ગમે તેટલી કિંમતી વસ્તુ હોય પણ તેનો ઉપયોગ બીજા જ કરતા હોય. જો જાતક ભેગા કરેલા ધનને સારા કામોમાં ન વાપરે તો તેના સંતાનો આ ધન ઉડાવે છે.

આવા જાતકો શરમાળ સ્વભાવના અને ઓછાબોલા હોય છે. આવા જાતકો કોઈને ના કહી શકતા નથી. આવા જાતકોએ પોતાની માતાની ખૂબ સેવા કરવી જોઈએ. જો જાતક માતાપિતાથી દૂર થઈને રહે તો સૂર્યનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.

નેક હાલત

જો કુંડળીમાં સૂર્ય નેક હાલતમાં હોય તો આવો જાતક પોતાની આવનારી પેઢી માટે જરૂર ધન ભેગું કરીને જાય છે. આવો જાતક, નેક સ્વભાવ, દરિયાદિલ, ઈમાનદાર અને અક્કલમંદ હોય છે. આવા જાતકને ચંદ્ર જે સ્થાનમાં બેઠો હોય તે સ્થાન સંબંધિત વસ્તુઓના કારોબારથી ફાયદો થાય છે. આવા જાતકના પરિવારનો હાલ મંગળની સ્થિતિ પરથી જાણી શકાય છે. જો ચંદ્ર ચોથે કે પાંચમે હોય તો જાતકને સંશોધન કે રિસર્ચ સંબંધી કારોબાર અને સમુદ્રી યાત્રાઓથી ફાયદો થાય છે. જો કુંડળીમાં બુધ દસમે હોય તો જાતક મીઠાબોલો અને ઉત્તમ વેપારી બની શકે છે. જો આ કુંડળીમાં ચંદ્ર ઉચ્ચના, ગુરુ ચોથે અને મંગળ બદ ન હોય તો જાતક એવું કામ કરે કે જે તેના પરિવારના કોઈ વ્યક્તિએ ના કર્યુ હોય તો પણ તેમાથી તેને લાભ થાય. સોનાચાંદીના કાર્યો અને સમુદ્રી યાત્રાથી લાભ થાય. જો ચંદ્ર-શુક્રની યુતિ હોય તો માતા-પિતાનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય.     

મંદી હાલત

જો જાતક ધનની લાલચ કે કોઈની શરમને લીધે ખોટું કામ કરે તો તે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય છે. જાતક ચોરી કરે, બદચલન થાય કે કોઈની સાથે ફરેબ કરે તો તેનું પોતાનું ધન બરબાદ થાય અને એટલી મોટી તકલીફ આવે કે તે પોતે જીવતેજીવ પોતાનું ઊભુ કરેલું અને ભેગું કરેલું બધું જ નજર સામે તબાહ થતું જોવે અને રડી પણ ન શકે.

જો આ કુંડળીમાં શનિ-રાહુ-કેતુ નીચ હોય તો સંતાનસુખ ઓછું અથવા સંતાન જ ન થાય. જો સૂર્ય ચોથે અને શનિ સાતમે હોય તો આ જાતકને ચોક્કસપણે રતાંધળાપણાંનો રોગ થાય (દિવસે જોઈ શકે પણ રાત્રે ન દેખાય). જો ગુરુ દસમે હોય તો જાતકના ઘરમાં સોનાની ચોરી થવાની ઘટનાઓ બને. શનિ સંબંધિત વસ્તુઓ જેવી કે, લોખંડ, લાકડું, યંત્રો વગેરેના કારોબારથી નુકસાન થાય, જેને લીધે આગ લાગવી, અદાવતને લીધે છૂપા ઝઘડાં થવા વગેરે જેવી ઘટનાઓ ઘટે પરંતુ જો આ જાતક કપડાં કે સોનાચાંદી સંબંધિત કારોબાર કરે તો તેને ફાયદો થાય. આવા જાકોને માતાપિતાની સેવા કરવાનો અવસર બહુ ઓછો મળતો હોય છે, તેથી શક્ય તેટલી માતાપિતાની સેવા કરવી અને તેમના ભેગું જ રહેવું. જો ચંદ્ર પહેલા કે બીજા સ્થાનમાં, શુક્ર પાંચમે અને શનિ સાતમે હોય તો જાતક નામર્દ, નપુંસક અને દરેક જગ્યાએ વણનોતર્યે પહોંચી જનારો હોય છે.

ઉપાયો

  1. ખોટા કામોથી દૂર રહેવું.
  2. લાલચ કરવી નહી.
  3. દસ આંધળા વ્યક્તિઓને એકસાથે જમાડવું.
  4. શરીર પર સોનું ધારણ કરાવું.
  5. વાંદરાને ગોળ ખવડાવવો.
  6. ખાકી રંગના દોરામાં તાંબાનો સિક્કો પહેરવો
  7. પોતાના સહકર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા.

આદિત શાહ

મો. : 83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: