परिवार उन्नति का मालिक बुग्ज (कीना) भरा

परिन्दा मुर्ग बाल बच्चे जो पाले,
पडा सोया किस बजर-लंगर तू डाले

જો આ કુંડળીમાં સૂર્ય શુભ અવસ્થામાં હોય તો જાતક પ્રગતિશીલ પરિવારનો માલિક અને અશુભ હોય તો ઈર્ષ્યાળુ હોય છે. આવા જાતકો જ્યાં સુધી કોઈનાથી ઈર્ષ્યા ન કરે ત્યા સુધી તેને સૂર્યના શુભ ફળ પ્રાપ્ત થાય છે.

નેક હાલત

જો કુંડળીમાં સૂર્ય નેક હાલતમાં હોય તો જાતકને બાળક પેદા થવાના દિવસથી ખાધાખોરાકીમાં બરકત આવે છે. જો જાતકને ઘેર રસોડું પૂર્વ દિશામાં હોય તો તેને સૂર્યના તમામ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવા જાતકનું જીવન બેધારી તલવાર જેવું હોય છે, જો સારું તો બહુ સારું અને ખરાબ તો તગેડી મૂકાયેલા પ્રાણી જેવું હોય છે, તેમ છતાં સરકારતરફી અને સંતાનતરફી ફળ અશુભ નહી હોય. જાતક પોતાના આપબળે પરિવારની વૃદ્ધિનો કારક હોય છે. આવો જાતક જો રાજા હોય તો પરોપકારી હોય અને જો સાધુ હોય હશે તો દીર્ઘાયુષી હોય. આવો જાતક વાઘ અને બકરીને એક જ જગ્યાએ ભેગા રાખવાની તાકાતનો માલિક હોય છે એટલે કે અલગ અલગ સ્વભાવના વ્યક્તિઓને સાથે રાખીને કામ કરાવી શકનાર હોય છે.

જો મંગળ પહેલે કે આઠમે , બુધ ત્રીજે કે છટ્ઠે, શનિ-રાહુ-કેતુ નવમે કે અગિયારમે હોય તો આવો જાતક બાદશાહની હેસિયતનો હોય.

ગુરુ નવમે કે બારમે, સૂર્ય કાયમ અને ચંદ્ર ચોથે હોય તો જાતક સરકારમાં ઊંચી પોસ્ટ પર પણ હોઈ શકે છે. આવા જાતકનોનું IQ લેવલ સામાન્ય માણસો કરતા ઊંચુ હોય છે.

જો શનિ અગિયારમે હોય તો બધી જ રીતે બરકત આપે અને સંતાનની ઉન્નતિ થાય છે. જાતકને માતાપિતાનું સુખ લાંબા સમય સુધી અને ઉત્તમ રીતે મળતું રહે છે.

મંદી હાલત

જો ગુરુ દસમે હોય તો જાતકના જીવનમાં એકથી વધુ વિવાહ થાય. પત્ની પર પત્નીનું મૃત્યુ થાય.

જો શનિ ત્રીજે હોય તો સંતાનસુખ ઓછું. શનિ ત્રીજે હોય તો સંતાન પર સંતાન મૃત્યુ પામે છે.

જો આવા જાતકોને લગ્નના થોડા સમયમાં બાળક મળી જાય અથવા સ્ત્રી ગર્ભવતી થઈ જાય તો તે બાળકને સ્વીકારી લેવું જોઈએ. જો જાતક ફેમિલી પ્લાનિંગ કરે અથવા ગર્ભપાત કરાવી નાખે તો આખી જિંદગી કુદરત પાસે ભીખ માંગવા છતાં સંતાન મળતું નથી.

જો પાંચમે સૂર્યની સાથે રાહુ કે કેતુ હોય તો બાળક ખોડખાંપણવાળું પણ જન્મી શકે છે. જો પાંચમા સ્થાન પર કોઈ ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો જાતકની પત્નીને ગર્ભપાત પણ થઈ શકે છે.

ઉપાયો :

  1. લાલ મોઢાવાળા વાંદરાને ખવડાવવું જોઈએ.
  2. બીજા લોકોની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો.
  3. ચણાની દાળ, હળદર, પીળા ફૂલ વગેરેને નદીમાં વહેતું કરવું.
  4. લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરીને તેમાં પોતાનું મોઢું જોઈને તે તેલ જમીન પર રેડવું.
  5. કોઈની નિંદા ન કરવી.
  6. ઈર્ષાથી દૂર રહેવું.
  7. સંતાન જેટલું જલ્દી પેદા થાય તેટલી શીઘ્ર પ્રગતિ થાય.
  8. રસોડું પૂર્વ દિશામાં બનાવવું.
  9. પોતાનું ચરિત્ર સાફ રાખવું.
  10. ઘરનું આંગણું ખુલ્લુ રાખવું. છાપરું કે વેધર શેડ નખાવવો નહી.

આદિત શાહ
મો. : 83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: