અછંદાસકવિતા કોર્નર

સમયનો સથવારો

એ સમય ચાલ આજે તારો સથવારો કરવો છે
ભૂત અને ભવિષ્યમાં એક લટાર મારવી છે
જુના અને નવા માનવીઓની મુલાકાત લેવી છે
કેવી છે એમની માનવતા એની ભાળ કરવી છે
પેલાનાં વખતના લોકોની માયા માણવી છે
નવા જમાનાનાં લોકોની વ્યસ્તતા નિહાળવી છે
ખેતરનાં શેઢે બેસી જમવાની લહેજત લેવી છે
બીજાનાં મોઢેથી કોળિયો જુંટવાની લાલસા જોવી છે
કોપાયમાન થયેલી કુદરતની કરામત શામવવી છે
અને માનવે જાણીને સર્જેલી હોનારત રોકવી છે
એ સમય ચાલ આજે તારો સથવારો કરવો છે
ભૂત અને ભવિષ્યમાં એક લટાર મારવી છે..

હેમાદ્રી પુરોહિત

Related posts
કવિતા કોર્નરગઝલ

બળ મળે!

ક્યાંકથી એકાદ એવી કળ મળે,વેદના…
Read more
કવિતા કોર્નરગઝલ

હોવું જોઈએ

ડાધડૂધ જરાય ના રાખવી,ચરિત્ર ધવલ હોવું…
Read more
અછંદાસકવિતા કોર્નર

જિંદગીના ખેલ

શું લખુ જિંદગી તારા વિશે,રોજ નવા ખેલ…
Read more

Leave a Reply

%d bloggers like this: