Pic - Google
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખશૈક્ષણિક અને સામાજિક

આચાર્ય વિષ્ણુગુપ્ત મૌર્ય (ચાણક્ય) – ભાગ 1

મગધના રસ્તાઓ પર એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાના પગમાં ઘૂસેલ દાભને કાઢી રહ્યો હતો. દાભ કાઢીને તે આગળ ચાલવા લાગ્યો. કશુંક યાદ આવતા તે અચાનક પાછો વળ્યો અને પોતાની ઝોળીમાંથી એક નાની શીશી કાઢીને તેમાં રહેલું પ્રવાહી તે દાભના મૂળ પાસે રેડવા લાગ્યો.
“આ શુ કરો છો કરો છો, આચાર્ય ?”
“જ્યારે કંટક તમારી યાત્રાના માર્ગમાં અવરોધ બની જાય ત્યારે તે કંટકથી બચીને ચાલવા કરતાં તે કંટકને જ કાઢી નાખવો વધુ શ્રેયસ્કર છે. ફક્ત એટલા સારું નહીં કે તમને રાહત રહે પણ એટલા માટે કે જે લોકો તમને અનુસરી રહ્યાં છે તેમનો પણ બચાવ થાય.” અને થોડી જ વારમાં પેલું દાભ બળી ગયું. આચાર્યે સામે ઊભેલા પોતાના શિષ્ય સામે નજર કરી, જેમાં અતુલ્ય દ્રઢતા, પોતે પૂર્ણ કરવાના કાર્યો માટેની ઉત્કંઠા અને અદ્ભુત આત્મવિશ્વાસ છલકતો હતો. તેના અવાજમાં સત્ય અને નીડરતાનો રણકો તો તેના ભાલે કરેલા ત્રિપુંડમાં તેના જ્ઞાનની જ્યોત ઝગમગતી હતી. ભગવા વસ્ત્રો ધારણ કરેલ બ્રાહ્મણ એટલે બીજું કોઈ નહિ પણ તક્ષશિલાના ગુરુકુળના મહાન “આચાર્ય વિષ્ણુગુપ્ત”, કે જેમને દુનિયા “કૌટિલ્ય” કે “ચાણક્ય”ના નામથી ઓળખે છે. જેમણે પોતાના અર્થશાસ્ત્રના જ્ઞાન થકી સમસ્ત વિશ્વની સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓને આગળ વધવા તરફ એક નવી દિશા આપી હતી. જેમણે એક સામાન્ય માણસને અખંડ ભારતના સામ્રાજ્યનો શાસક બનાવ્યો હતો અને એ શિષ્ય હતા ભદ્રભટ્ટ, જે તેમના મુખ્ય સહાયક હતા.
ચાણક્ય અથવા કૌટિલ્યનો જન્મ ઇ.સ.પૂર્વે ૩૭૧માં મગધના રાનગર પાટલિપુત્ર ખાતે થયો હતો. તેઓ મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે લખેલો રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્ર રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ મોટા મોટા અર્થશાસ્ત્રીઓ સંદર્ભ તરીકે આ ગ્રંથને ઉપયોગમાં લે છે.
નાનપણમાં ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો. એક વાયકા મુજબ જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા પરંતુ મગધ સમ્રાટ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા અને ત્યાં જ શિક્ષક તરીકે કાર્યભાર સંભાળ્યો. તક્ષશિલા હાલ પાકિસ્તાનમાં આવેલું છે જે એ સમયે અખંડ ભારતનો એક ભાગ હતું.
સિકંદર તરીકે ભારતમાં ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેના સાથે કૂચ કરતો વિશ્વવિજય તરફ આગળ વધી રહ્યો હતો. ઈરાનને જીતી ભારત સુધી આવતાં તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય કે શાસકો ગમે તેટલા પરાક્રમી હશે છતાં તેની ફોજ સામે ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોના રાજાઓને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રિક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. આવો જ એક રાજા મગધપતિ ધનાનંદ હતો જે હંમેશા મદિરા અને નાચગાન તથા વેશ્યાવૃત્તિમાં લપટાયેલો રહેતો. મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વ્યક્તિગત મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ પાટલીપુત્ર ગયા અને ધનનંદને સિકંદર સામે લડવામાં પોરસને સહાય કરવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે અને નંદવંશનો સમૂળ નાશ નહિ કરે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ.

  • આદિત શાહ
    સંદર્ભ – ચાણક્યમેન્ટ, ચાણક્યનીતિ, ચાણક્ય ઈન ક્લાસરૂમ, ચંદ્રગુપ્ત અને ચાણક્ય

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

અકબંધ રહસ્ય

“સાહેબ લાશને જોઇને એવું લાગે છે કે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમના પારખાં....

કરણ આજે ખૂબ જ ખુશ હતો કારણકે તે આજે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પસ્તાવાના આંસુ....

” ઓ ગોરી યું ચહેરે પે પરદા લગા કે કહા…
Read more

Leave a Reply

%d bloggers like this: