Pic - Google
ધર્મ અને વિજ્ઞાનવાર્તા અને લેખ

કચ્છની ધરતી નો કાળો નાગ- જેસલ જાડેજો

જેસલ જાડેજાનો જન્મ વિક્રમ સંવત ૧૩૭૪ વૈશાખ સુદ ત્રીજા મંગળવારના દિવસે થયો હતો. પિતાનું નામ ચાંદાજી દાદાનું નામ રાહુજી હતું. માતાનું નામ નાથુબા હતું. જે શૂરાજી પરમારના કુંવારી હતાં. જેસલ જાડેજાના એક નાના બહેન પણ હતા તેમનું નામ રાયજીબા હતું. તેમના લગ્ન વિક્રમ સંવત ૧૪૦૧ ફાગણ વદ નોમ ( ૯ ) ના દિવસે ઉમરકોટ ( સિંધ, પાકિસ્તાન ) ના સોઢાઓમાં થયેલા. જેસલ જાડેજાનું નામ જેશર જાડેજા છે પણ બોલવામાં સરળ થાય એટલે જેસલ જાડેજા બોલાય છે. જેસલ જાડેજાના ૧૨ ગામ છે. જેસલ જાડેજાએ બહારવટું કર્યુ અને ઘણા પાપો કર્યા. દેવી સતી તોરલના આવ્યા પછી જેસલ જાડેજાના જીવનમાં પરીવર્તન આવ્યું અને જેસલ પીર થયા. બહારવટું ખેલતા ત્યારે અંજારમાં કજલી નામનું જંગલ હતું ત્યાં જંગલમાં રહેતાં અને બહારવટું ખેલતા, અત્યારે તે સોરઠીયા વાસ છે અંજારમાં. જેસલ જાડેજાને અંજાર તાલુકાનું કિડાણા ગામ મળેલું. જેસલ-તોરલ બંને પોતાના ગુરુ નીમનાથજી મહારાજ હતા. નખત્રાણા તાલુકાના ભડલી ગામે નદીના કિનારે મહાદેવનું મંદિર છે ત્યાં ઘોડા ઉપર જેસલ જાડેજાની આજે પણ પ્રતિમા બિરાજમાન છે.
ખાનણી દસ્તો છે , તોરી વારી ખોરળી કહેવાય ત્યાં જ્યોતપાટ ધર્મનો સતસંગ કરતાં. એ પણ આજે વિદ્યમાન છે. જ્યોતપાટ ધર્મ હતો તે અર્થવેદ આધારીત હતો. યુધીષ્ઠીર પણ આ ધર્મ પાળતા અને નિઝાર પંથી ધર્મ કહેવાય. ૧૪ મી સદીમાં જેસલ પીર, રામદેવ પીર, પીથોરા પીર, લાખા લોયણ, ઉગમસિંહ ભાટી આ બધા પાટ ધર્મમાં જોડાયેલા હતા. સતી તોરલના કચ્છમાં આવવાથી આ પાટ ધર્મ કચ્છમાં વધારે વ્યાપ થયો. જેસલ જાડેજાએ જ્યારે સતી તોરલને ગુરુ માની લીધા અને આવો બહારવટિયો જેનું હૃદય પરિવર્તન થાતાં પીર થયા અને કચ્છમાં જેસલ પીર તરીકે પૂજાય છે.

જેસલ અને તોરલનો ઈતિહાસ. જાણો શું થશે જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થશે! સંપૂર્ણ ઇતિહાસ. જેસલ તોરલનું નામ એટલે ગુજરાતમાં જાણીતો ઇતિહાસ છે જેસલનો જન્મ ચૌદમી સદીમાં આસપાસ કચ્છ દેદા વંશનો લાખાજી જાડેજાના પુત્ર ચંદ્રોડી જાડેજાના થયો હતો અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યુ હતું પણ ગરાસ ના હિસ્સામાં વાંધો પડતા તે બહારવટે ચડ્યો હતો. જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું "કચ્છની કાળી ધરતીનો કાળો નાગ" એટલે જેસલ જાડેજા.

પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને તહસ-નહસ કરી દીધા, જાડેજાની ભાભી કહેલા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો.

અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોંપો પડી ગયો હતો છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને તેઓ પાટની પૂજનવિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા. સાસતિયા કાઠી જાગીરદાર હતો. અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરીની બહાદુરીની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો, એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને અહીંયા સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો. અને આવતાવેંત જ કાઠી રાજના ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી. ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજો ઘાસના ઢગલામાં છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બંને એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીમાં આરપાર થઈને જમીનમાં બેસી ગયો. 

તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે જકડાઇ ગયો હતો, આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક ચીસ પણ નીકળી નહીં અને મૂંગો જ પડ્યો રહ્યો. આ તરફ પાટ પૂજન પૂરું થતા સંત મંડળીનો ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક વ્યક્તિના ભાગનો પ્રસાદ વધ્યો કોના ભાગ નો પ્રસાદ વધ્યો તેની પછી શોધખોળ ચાલી. એટલામાં ઘોડીએ ફરીથી નાચ કોડ શરૂ કરી દીધું રખેવાળને થયું કે ઘોડીના પાસે કોઈક નવો માણસ નક્કી હોવુ જ જોઇએ અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલા હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહીવાળો હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ જેસલ જાડેજાના હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો. આજે ઘોડીના રખેવાળે તેની મદદ કરી ખીલો નીકાળી કાઠિરાજ પાસે લઈ ગયા. હથેળીમાં ખીલો જોયા બાદ ચિસકારો ન પાડવા બદલ જેસલની વીરતા બતાવી જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું.
અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા તોરી રાણી તારી. કાઠી રાજની ગેરસમજને દૂર કરતાં. જેસલે કહ્યું હું તમારી તોરી ઘોડીને લેવા આવ્યો હતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશી થી લઇ જાવ. જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ.

તે લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોવાથી જેસલ-તોરણ વાહણમાં બેઠા. જ્યારે બરોબર મધદરિયે વહાણ આવ્યું ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો દરિયામાં તોફાન આવ્યું મોજા ઉછળવા લાગ્યા, વહાણ હાલકડોલક થવા લાગ્યું. અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે. અનેકો લોકો નષ્ટ કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સાથે તોરલ શાંત થઈને બેઠા હતા .એના મુખ પર કોઈ ભય ન હતો. જેસલને થયું મોતથી ના ડરતી આ કોઈ સતી છે. તોરલનું જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યું. અભિમાન ઓગળી ગયું. આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણને વિનંતી કરવા લાગ્યો તોરલે જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું. ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. જેસલની નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઇ ગયું. થોડા જ સમયમાં જેસલ બારવટીયાના જીવનમાં પલટો આવી ગયો જેસલને દરિયામાં મોત દેખાતુ હોવાના કારણે બધું અભિમાન ઓગળી ગયું. અને જેસલનું હૃદય પરિવર્તન થયું તોરણ સતીના કારણે જેસળ જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલપીરના નામે ઓળખાયો. 

જ્યારે જેસલ અને તોરલની સમાધી ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે, દુનિયાનો નષ્ટ થઈ જશે.

-ક્રિપાલસિંહ જાડેજા
ફેસબુકમાંથી સાભાર

%d bloggers like this: