Pic - Facebook

ગરવો ગરાસીયો ગરવી ગરાસણી
ડંઢાવ્ય પરગણાના શુરવીરો
ભલ ઘોડા વલ વંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક વાર…

 કલોલ પરગણામાં પંખીના માળા જેવું નારદીપુર ગામ આવેલું છે. ગામમાં મકુજી છોગલીઓ મુળ તો નાનો ગરાસિયો જુવાની જાને અંગમાં સમાતી નથી. એવડી અવસ્થાનો આદમી નેકીને  માર્ગે પગલાં પાડનારો પરાક્રમી પુરુષ ભુજબળીઓ અને ભડ માણસ.મકુજી છોગલીઓ એટલે સરકારનો બહારવટિયો એના ભણકારે શાહી સત્તાના સૈનિકોના કાળજા કંપવા માંડે. વહેતા જળ જંપે એની મર્દાનગી સાથે ચાર ચાર છોગા ચડી ગયા છે. એવા મકુજી સાથે અદાવતીઓએ  રાજમાં મકુજી વિરુદ્ધ કાનભંભેરણી કરી. મકુજી ને આંટી દેવા અદાવતીઓએ  આડીઅવળી વાતો કરી. ખટપટિયાના પાસા પોબાર પડ્યા અને મકુજીની સાથે કનડગત ઉતરી સરકારી ઉતારે નિત્યના તેડા આવવા માંડ્યા. ઉપરી અમલદારે મકુજીને ડારા ડફારા દેવા માંડ્યા  મકુજી મૂંઝાણો મરદ માટીની મૂંઝવણ દિયે દિએ વધવા માંડી. કારણ વગરની કનડગત ને મકુજી સહી શક્યો નહીં એની રગે રગમાં રાજપુતાઈનો રંગ ઘુંટવા માંડ્યો.એક દી અદાવતીઓના કાન નાક કાપીને બહાર નીકળી ગયો. પછવાડે રાજની વાર છૂટી મકુજી તીર કામઠે વારને પાછી તગેડી, મકુજી છોગલીઓ જંગલને ખોળે ઉતરી ગયો.ભેંકાર ભેખડોમા ગેબ થઈ ગયો.વાર હાથ ઘસતી રહી.
     મકુજી છોગલીઓ મરદ માણસ હતો.એને ગામડાં ભાંગવા નહોતા.લુંટ કરવી નહોતી ને રાજની કાળી કોટડીમાં પુરાવું નહોતું.એને કોઈની સાથે વેર નહોતું કોઈની સામે વટ નહોતો.
   મકુજીએ પોતાની મર્દાનગીના માંડવા નાખ્યા. ખેડુતોના ખેતરોમાં રખેવાળ તરીકે.વટેમાર્ગુને લુંટતા હરામખોરો સામે ધીંગાણે પડી લોકોને લુંટતા

ઉગારવા માંડ્યા.મકુજી છોગલીઓ લોકોના રખેવાળ બની ગયા.જયા મકુજી છોગલીઆના પગલાં પડે તે વાડી કે વગડાને માર્ગ હરામખોરો હાલે નહીં.જયા મકુજીનો પડકારો પડે ત્યાંથી લુંટારા પોબારા ગણે આવી ધાક મકુજી પરગણા માટે પડી ગઈ.ને ગામે ગામ મકુજીની મર્દાનગીની વાતો વંટોળિએ ચડીને પુગવા માંડી.
કલોલ પાસે ના નારદીપુર ગામ માથે મહા મહિનાની મધરાત ટાઢે પછેડો ઓઢાડીને ઓગળી રહી છે. હીમ ઢળી ગયું હોય એવી ટાઢ આંટો લઈ ગઈ છે.બબ્બે ગોદડેય પાગરણમાં હુંફ વળી ગઈ છે.કુતરા બખોલમાં ટુટીયું વાળીને પડ્યા છે.તે વખતે તરઘાયાનો તાલ કાને પડ્યો.મકુજી અને તેમના ઘરવાળા બેયની સામસામી મીટ મંડાણી મકુજીએ વેણ કાઢ્યાં. રાજપુતાણી ગામને માથે હરામખોરો ખાબક્યા લાગે છે. શું કરશું ? બોલતા મકુજીના વેણ સવાલરૂપે હવામાં તોળાય રહ્યા.હાલો ગામને કનડે વસ્તીના કાળજા ફફડાવે છે‌.આપણાથી શે જોયું જાય બોલીને રાજપુતાણી આને મકુજી ઘોડે ચઢીને ગામના પાદરમાં પુગ્યા ત્યારે ગામનાં લોકો અને હરામખોરો લુટારુઓ વચ્ચે ઘમાસાણ ધીંગાણું ખેલાયું રહ્યું હતું.લાકડીઓની રમઝટ બોલાતી હતી.મકુજીએ પડકાર દીધો હરામખોરો માટી થાજો સામે લુટારુઓએ સામા પડકાર ઝીલ્યા.આવો મરદના દિકરા મેદાનમાં આવો એટલે પાણી ઉતારીએ તારું.સામ સામે તલવારોની બાકાઝીક બોલવાં માંડી.મારોમારો કાપોનાબોકારો ગેબનો ગુંબજો ગાજવા લાગ્યા.ગામના પાદરેઘોર ધીંગાણું જામ્યું છે. સાક્ષાત શિવનો ઘણ વિરભદ્ર રૂપ લઈને મકુજીની મર્દાનગીએ લુટારુઓ ની બોટી બોટી કરી દિધી છે.મરણીઓ જંગ ખેલાયો છે મધરાત સુધી ધીંગાણું હાલ્યું. મધરાતે લુટારુઓ ભાગ્ય પણ તેમાંના ચાર પાંચ લુટારુઓ ને જમઘેર પોહચાડીને મકુજી અને રાજપુતાણી ગામના રખવાડા કરતા કરતા ઘા ઝીલીને મોતની પછેડી ઓઢીને સાથે સુઈ ગયાં હતાં.ગામને લુંટતુ બચાવીને બહાદુરી પૂર્વક મોતને માંડવે પોઢેલો શુરવીર મકુજી છોગલીઓ અને રાજપુતાણીને આજે પણ નારદીપુર અને સોજા ગામના લોકો યાદ કરે છે.આવા શુરવીર નરબંકા શુરવીરોને કોટી કોટી વંદન…
કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,…

ફેસબુકમાંથી સભાર.
લિ: વિષ્ણુસિંહ ચાવડા પેથાપુર
ચિત્રકાર : પ્રતાપસિંહ જાડેજા

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

શશીઆભા

સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિસામો

ખબર છે આ શબ્દ…કે એનો અર્થ.આપણા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વૃદ્ધાશ્રમ

અનસૂયા બેન ગોકુલધામ મા હીચકા પર…
Read more

Leave a Reply

%d bloggers like this: