કવિતા કોર્નરગઝલ

છુપી છુપીને કેમ પ્રણય કરો છો?

છુપી છુપીને કેમ પ્રણય કરો છો?
છે હૈયે વાત એને વ્હેમ ગણો છો?

આપના એક વ્હાલ માટે હરખાયા,
પાગલ છીએ અમે, ‘ને તમે મરો છો?

પ્રેમ, પ્રણય, પ્રીત, એવું તો ઘણું જોયું,
ધ્યાન અમારું રાખીને તમે જીવો છો?

મનમાં રાખો છો મન મોટું એમ બોલો,
મુખ સામે આવતા તમે મૌન ધરો છો?

અચૂક દેખાયો નથી શાંત સમંદર ક્યારેય,
ધ્યાનથી હો, શું તમે અંદરથી બળો છો?

© મયુર રાઠોડ ‘દુશ્મન’

Related posts
કવિતા કોર્નરગઝલ

અખતરા કરીએ.

ડગલા ભરતાં મનને નડતાં દૂર પથરા…
Read more
અછંદાસકવિતા કોર્નર

કહેતા મને ગર્વ થાય છે હું તારી છું

કહેતા મને ગર્વ થાય છે હું તારી છુંભર…
Read more
કવિતા કોર્નરગઝલ

શ્વાસની પીંછી

ચિત્રો પણ કલબલાટ કરે છે,હું મને કહું…
Read more

Leave a Reply

%d bloggers like this: