Our Columnsગુજરાતી સાહિત્યગ્રહોના ગગનમાંજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

લાલ કિતાબ મુજબ માણસે ઘર કે પ્રોપર્ટી ક્યારે બનાવવી ? – ભાગ 1

મિત્રો, આપણા નભોમંડળના તમામ ગ્રહો આપણા જીવનની કોઈને કોઈ બાબતો સાથે સંકળાયેલા છે. ઘર – એ માણસના જીવનનું એક સુંદર સ્વપ્ન અને મુખ્ય જરૂરિયાતોમાંનું એક પાસું છે પરંતુ જો આપણે ઘર બનાવવાની ખરી ઉંમર નથી જાણતા અને એ ઉંમર પહેલા ઘર બનાવી લઈએ છીએ તો આપણા જીવનમાં ઘણી તકલીફો આવી શકે છે.

નવગ્રહોમાં શનિ એ આપણી પ્રોપર્ટીના અને પિતા તરફના કુટુંબના કારક છે. શનિની ઉંમર 36 વર્ષની ગણાય છે. રાહુ અને કેતુ એ શનિના એજન્ટ ગણાય છે,જેમનો પ્રભાવ 48 વર્ષ સુધી આપણા જીવનમાં હોય છે. ચાલો જાણીએ કે કુંડળીમાં કયા સ્થાનમાં શનિ હોય તો કેટલી ઉંમરે ઘર બનાવી શકાય. જેમની કુંડળીમાં શનિ બીજા, સાતમા, નવમા અને બારમા સ્થાનમાં હોય તેઓ કોઈ પણ ઉંમરે મકાન બનાવી શકે છે. બીજા સ્થાનના શનિ ગુરુની શરણમાં રહેલા ગણાય છે આથી શનિની ઉંમર પહેલા પણ મકાન બનાવતા કોઈ અશુભ અસર આપતા નથી. એ સિવાય બીજા ભાવનો કારક ગુરુ છે તથા લાલકિતાબ મુજબ બીજા સ્થાનમાં વૃષભ રાશિ આવે છે, જે શનિના મિત્ર શુક્ર ગ્રહની છે. બીજો ભાવ કુટુંબ સ્થાન પણ કહેવાય છે. આથી બીજા સ્થાનમાં શનિ હોતા ગમે તે ઉંમરે મકાન બનાવી શકાય છે.

સાતમા સ્થાનમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચના થાય છે. આ સ્થાનમાં શનિ હોતા જાતકના આપોઆપ મકાન બને પણ છે અને તેને ફાયદો પણ થાય છે. અગર કોઈ કારણોસર આવા જાતકની તમામ સંપત્તિ વેચાઈ જાય અથવા શનિનું ફળ ખરાબ થવાને લીધે મકાનોમાં ખોટ જાય તો આવા માણસે સૌથી જૂના મકાનના ઉંબરાને ઘરમાં સ્થાપિત કરવો જોઈએ અને આના લીધે શનિનું ફળ ફરી શુભ થશે અને ફાયદો થશે. પરંતુ જો જાતક ખોટા કર્મો સાથે જોડાયેલ હશે તો શનિનું શુભ ફળ પ્રાપ્ત થશે નહી.

નવમું સ્થાન ભાગ્ય સ્થાન છે. અહીં શનિ શુભ ફળ તો આપે છે પરંતુ મકાનની બાબતમાં એક શરત છે. જો આવા જાતકની પત્ની ગર્ભવતી હોય અને તે સમયે જાતક પોતાની કમાણીથી મકાન બનાવે તો તેના પિતાને મૃત્યુતુલ્ય કષ્ટ પ્રાપ્ત થાય છે. આવા જાતકના જીવનકાળમાં ત્રણ મકાનો તેને મળે છે અને જ્યારે ત્રીજું મકાન બની જાય ત્યાર સમજી લેવું કે તેનો અંતિમ સમય નજીક હશે. નવમું સ્થાન એ આપણા વડીલોનું સ્થાન છે અને તેના કારક ગુરુ છે આથી શનિ મકાનની બાબતમાં અશુભ પ્રભાવ નહી આપે પરંતુ જ્યારે કોઈ નવું બાળક જન્મ લેવાનું હોય ત્યારે બનાવેલું મકાન આપણા વડીલોને કષ્ટ આપે છે.

બારમા ભાવમાં શનિ હોય તો જાતકના મકાન આપોઆપ બને છે અને તેને ફાયદો પણ થાય છે. શરત ફક્ત એટલી કે જાતક પોતાનું મકાન કોઈ પણ સંજોગોમાં બનતા રોકે નહી. મકાન જેવું બને છે તેવું બનવા દે. કોઈ કારણોસર તકલીફ આવશે તો પણ શનિ તેનું નિવારણ જાતે જ કરી આપશે.

આદિત શાહ
83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: