Pic - Google
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

લોકમાન્ય ટિળક…..

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, અને આપણે બધાજ જાણીએ છીએ કે આ ગણેશ પૂજનને સાર્વજનિક મહોત્સવ સ્વરૂપે ઊજવવાની પ્રેરણા આપનાર બાળ ગંગાધર ટિળક હતા. ખરુંને મિત્રો ? તો આવો આપણે એમના જીવન વિશે વિગતે માહિતી મેળવીએ.

જીવન દર્શન

બાળ ગંગાધર ટિળકનો જન્મ ૨૩ જુલાઈ, ૧૮૫૬ ના રોજ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતા. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતક કર્યા બાદ ટિળકે ખાનગી શાળામાં ગણિત વિષય શીખવવાની શરૂઆત કરી હતી, ત્યાં અમુક શિક્ષકો સાથે આધ્યાત્મિક મતભેદો થતાં તેમણે એ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો અને પછી તેઓ પત્રકાર બની ગયા.

પત્રકારત્વ

ટિળકે તેમના મિત્રો સાથે મળીને ૧૮૮૧ માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યા :
૧) કેસરી ( મરાઠીમાં )
૨) ધ મરાઠા ( અંગ્રેજીમાં ).

            ટિળક તેમના સહ કર્મચારીઓને હંમેશા કહેતા કે, " તમે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે નથી લખતા, કલ્પના કરો કે તમે ગામડાના માણસ સાથે વાત કરો છો અને લખો. તમારા તથ્યોને એકદમ પાક્કા રાખો. તમારા શબ્દોને દિવસના પ્રકાશ સમાન સ્પષ્ટ રાખો." 

ભારતીય રાષ્ટ્રીય મહાસભા

ઈ. સ.૧૮૯૦ માં ટિળક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમણે અનેક સુધારાઓ માટે ઝુંબેશ ચલાવી. ખાસ કરીને સ્ત્રીઓના વિવાહની નિમ્ન આયુને ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષ કરવામાં આવી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું. તેઓ બાલવિવાહના સખત વિરોધી હતા તેથી તેમણે પોતાની બાલિકાના વિવાહ ૧૬ વર્ષની વયે કરાવ્યા હતા. રાષ્ટ્રીય મહાસભામાં તેમને બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય સાથ મળ્યો હતો. તેથી આ ત્રણની ત્રિપુટી ” લાલ – બાલ – પાલ ” તરીકે ઓળખાયા. ટિળકને અંગ્રેજ અધિકારીની હત્યાની ઉશ્કેરણીના કેસમાં ૧૮ માસની જેલની સજા થઈ. જ્યારે તેઓ જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા ત્યારે તેઓ એક ” દેશભક્ત અને લોકનાયક ” તરીકે પ્રસિદ્ધ થયા. અને તેમણે નવું સૂત્ર અપનાવ્યું.

” સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું મેળવીને જ જંપીશ. “

સામાજિક યોગદાન

ઈ.સ.૧૮૯૪ માં ઘરે ઘરે થતી ગણેશપૂજાને તેમણે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ફેરવ્યો અને શિવાજી જયંતિને પણ તેમણે એક સામાજિક તહેવાર તરીકે ઉજવ્યો. આ ઉત્સવોમાં સરઘસ એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું.
તેમણે વેદોનું આર્કટિક મૂળ નામનું પુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત તેમણે ” શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય ” લખ્યું હતું. જેમાં તેમણે ભગવદ્ ગીતાજીના ‘ કર્મયોગ ‘ પર વિવેચન આપ્યું છે. આ ઉપરાંત પણ તેમણે અનેક સંગ્રહો લખેલા છે.
આવા ઉત્સવપ્રિય અને ઉચ્ચ દેશ ભક્તિ ધરાવનાર એવા ” લોકમાન્ય ” બાળગંગધર ટિળક ૧ ઓગષ્ટ, ૧૯૨૦ ના રોજ ૬૪ વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી અવસાન પામ્યા હતા. અને હજુ પણ લોકો તેના યાદ કરે

સંદર્ભ: વિકિપીડિયા
સંકલન: તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”

Related posts
ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

અકબંધ રહસ્ય

“સાહેબ લાશને જોઇને એવું લાગે છે કે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમના પારખાં....

કરણ આજે ખૂબ જ ખુશ હતો કારણકે તે આજે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પસ્તાવાના આંસુ....

” ઓ ગોરી યું ચહેરે પે પરદા લગા કે કહા…
Read more

Leave a Reply

%d bloggers like this: