ભાદરવાનો વદ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો. આમ તો આપણે આ દિવસોને ફક્ત કાગડાઓને કાગવાસ નાખવા પૂરતા અને પિતૃઓને યાદ કરવા પૂરતા જ જાણીએ છીએ પરંતુ શુ આપણે એ જાણીએ છીએ કે આ જ શ્રાદ્ધના દિવસો આપણને કાયમ માટે સુખી કરી શકે છે… નહિ ને ?? તો ચાલો સમજીએ.

આપણા ઋષિમુનિઓ અને મહાન શાસ્ત્રવેત્તાઓએ આપણા ધર્મને આપણા કર્મ સાથે જોડીને આપણા જીવનમાં એક સામંજસ્ય સાધેલું છે કારણ કે તેઓ જાણતા હતા કે સમય જતાં લોકોમાંનાસ્તિકતાનું પ્રમાણ વધશે અને તેઓ ધર્મથી વિમુખ થશે. આથી જ તેમણે આવા અમુક કાર્યોને આપણા રોજિંદા જીવન સાથે જોડી દીધા જેથી વગર ધર્મના રસ્તે ચાલ્યે ધર્મનું પાલન થઈ શકે. ચાલો, આ વાત જ્યોતિષ તથા સામાન્ય દ્રષ્ટિથી સમજીએ.

મિત્રો, શ્રાદ્ધ પશ્રમાં આપણે કાગડાને કાગવાસ નાખીએ છીએ. એ સિવાય આ દિવસો દરમિયાન કૂતરાને રોટલો કે બિસ્કિટ અને ગાયને ઘાસ ખાસ નીરતા હોઈએ છીએ. લગભગ આપણે આનું ખાસ કારણ નથી જાણતા હોતા. આપણે ફક્ત તેને એક સારા કામ તરીકે કે માનવતાની દ્રષ્ટિએ જોઈએ છીએ પરંતુ આ જ સામાન્ય કામ આપણું જીવન સમસ્ત રીતે બદલી નાખે છે.

મિત્રો, આપણા પરિવારના વડવા, વડીલો, પૂર્વજો અને પિતૃઓ એટલે ગુરુ ગ્રહ, જે જીવનમાં સ્થિરતાનો કારક છે. હવે ગાય, કાગડો અને કૂતરો એ ત્રણે એવા પ્રાણીઓ છે, જે આપણા જીવનના મૂળભૂત સુખો સાથે જોડાયેલા છે. ગાય એ શુક્રનું પ્રાણી છે. શુક્ર એટલે આપણી સંપત્તિ, ઐશ્વર્ય, આરામ, એશોઆરામ અને પતિ-પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ. કાગડો એ શનિનું પક્ષી છે. શનિ એટલે આપણા શરીરના સ્નાયુઓ, મકાન, સ્થાવર કે જંગમ પ્રોપર્ટી અને પિતા તરફનું કુટુંબ. કૂતરો એ કેતુનું પ્રાણી છે. કેતુ એટલે આપણું મોસાળ, આપણું સંતાન, કાન, કરોડરજ્જુ અને કમરથી નીચેનો શરીરનો સમસ્ત ભાગ. આપણા શરીરના લગભગ 60 ટકા ભાગ પર કેતુનું પ્રભુત્વ છે. જો આ ત્રણ ગ્રહોનું ફળ અશુભ હોય તો જીવન ખૂબ સંઘર્ષમય હોય છે. જ્યારે આપણે આ ત્રણેય જાનવરોને ભોજન આપીએ છીએ ત્યારે આ ત્રણેય ગ્રહોની ઔરા શુભ થાય છે અને કુંડળીમાં જો આ ગ્રહો અશુભ હોય તો સત્વરે શુભ ફળદાયી બને છે. આ ત્રણ જાનવરો થકી જ્યારે આપણા પિતૃઓને તર્પણ પહોંચે છે ત્યારે તેમના પણ આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને ગુરુનું શુભ ફળ પ્રાપ્ત થતાં જીવનમાં સ્થિરતા આવે છે.

સામાન્ય રીતે આપણે ફક્ત એ જ તિથિઓ પર શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, જેની આપણને જાણ હોય પરંતુ જો શક્ય હોય તો રોજે રોજ (શ્રાદ્ધના સોળેય દિવસો દરમિયાન) આ પ્રાણીઓને ભોજન આપવું જોઈએ, જેથી આપણી સોળ પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થાય અને આપણું જીવન સુખમય બને.

આદિત શાહ
83064 11527       

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

શશીઆભા

સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિસામો

ખબર છે આ શબ્દ…કે એનો અર્થ.આપણા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વૃદ્ધાશ્રમ

અનસૂયા બેન ગોકુલધામ મા હીચકા પર…
Read more

Leave a Reply

%d bloggers like this: