Trendingધર્મ અને વિજ્ઞાનવાર્તા અને લેખ

શ્રી ગણેશચતુર્થીના સ્થાપન મુહૂર્ત

વાત જ્યારે વિઘ્નહર્તા શ્રી ગણેશની હોય ત્યારે આમ તો કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી કારણ કે જેનું નામ જ મંગલમૂર્તિ હોય એ અમંગળ થવા જ કઈ રીતે દે ??? આમ તો ગણપતિ દાદા સર્વશુભંકર છે તેમ છતાં જો તેમની પ્રતિષ્ઠા ગુલિક કાળ અને અભિજિત મુહૂર્તમાં કરવામાં આવે તો તેને સર્વશ્રેષ્ઠ અને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દાદાની સ્થાપના વખતે મનમાં સંકલ્પ કરી લેવો કે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવાની ભાવનાથી હું આપને સ્થાપિત કરી રહ્યો છું. આ કોઈ પ્રકારની બાધા નથી પરંતુ જ્યારે કોઈ પણ દેવ કે દેવીના સ્થાપનને સંકલ્પ સહિત કરવામાં આવે તો તે કાર્ય ચોક્કસ પાર પડે છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણે ગણેશજીની પ્રતિષ્ઠા પણ શુભ મુહૂર્ત જોઈને કરીએ છીએ. આ વર્ષના મુહૂર્તો નીચે મુજબ છે.  

તા. 10.09.2021, શુક્રવાર

ભાદરવા સુદ ચોથ (સૂર્યોદયથી સાંજે ૦૭.૫૮ સુધી)

અભિજીત ‌મુહૂર્ત : બપોરે 12.12 થી 13.01

લાભ – 07.58 થી 09.31 સવારે

અમૃત – 09.31 થી 11.03 સવારે

શુભ – 12.36 થી 14.09 બપોરે

લાભ – 17.15 થી 18.48 સાંજે

ચલ – 21.42 થી 00.09 રાત્રે

વિધિ –

     સૌપ્રથમ એક બાજોઠ કે લાકડાના પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું. તેના પર ઘઉંની ઢગલી કરી તેને ફેલાવી દેવા. તેના પર ગણપતિ બાપ્પાની મૂર્તિને સ્થાપિત કરવી. ત્યાર બાદ ગણપતિજીની બંને બાજુ તેમની બે પત્નીઓ – રિદ્ધિ અને સિદ્ધિના પ્રતિક સ્વરૂપે બે સોપારીઓ મૂકવી. ત્યારબાદ ગણપતિને કંકુ-ચોખા-ગુલાલ-સિંદૂર ચઢાવવા. ગણપતિને ફૂલનો હાર, ગુલાબના ફૂલ અને દૂર્વા, હાર શક્ય ન હોય તો છૂટા ફૂલ પણ ચ઼ાવી શકાય. ત્યારબાદ બાપ્પા સમક્ષ ઘીનો દીવો અને ધૂપ કે  અગરબત્તી કરવા. ત્યારબાદ ગણપતિદાદાને લાડુ, મોદક કે કોઈ પણ મિષ્ટાન્નનો ભોગ લગાવીને આરતી કરવી. આરતી કર્યા બાદ ક્ષમાયાચના કરી લેવી.

અહીં બતાવેલ વિધિ એકદમ સાદી છે. જો સંજોગોવશાત કોઈ વસ્તુ પ્રાપ્ય ન હોય તો મનમાં વહેમ કે શંકા લાવવાની જરૂર નથી. ગણપતિ દાદા ભાવના ભૂખ્યા છે. તમે જે આપશો તે પ્રેમથી સ્વીકારી લેશે. ફક્ત આપના હ્રદયનો ભાવ શુદ્ધ હોવો જોઈએ.

ગણપતિ દાદાના પૂજનથી મંગળ તથા કેતુ જેવા ગ્રહોની પીડા દૂર થાય છે. સર્વ સંકટ દૂર થાય છે અને વ્યક્તિને એક સુખી તથા ઉન્નત જીવન જીવવા તરફનો રસ્તો પ્રાપ્ત થાય છે. આપસૌના મંગળની કામના સાથે જય ગણેશ…  

– આદિત શાહ

ગણેશજીના મંત્રો

ऊँ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ।।

ॐ गं गणपतये नमः

ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय, लंबोदराय सकलाय जगद्विताय

नागाननाय श्रुतियज्ञ विभूषिताय, गौरीसुताय गणनाथ नमो नमस्ते

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: