pic - google
કવિતા કોર્નરગઝલ

સૂમુખા

નથી તું આપતો ક્યારેય તારું સરનામું,
છે અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઉભો છું.

જવલ્લે જ જોવા મળે છે પારદર્શક,
ઓગળી તમને જ ઓઢી ઊભો છું

મણકો છું પણ માળાની છું બહાર ,
જપમાં અજપા શ્વાસ લઈ ઉભો છું.

તમે દરિયા ને વળગેલી ખારી ભીનાશ,
જળ પર તારા પગલાં જોવા ઊભો છું

દુંદાળા તારો મોભો,પ્રતિષ્ઠા,વૈભવ,કિર્તી,
જીવતો ડૂબી આંખે સાગર લઈ ઊભો છું.

~ બીજલ જગડ

Related posts
કવિતા કોર્નરગઝલ

અખતરા કરીએ.

ડગલા ભરતાં મનને નડતાં દૂર પથરા…
Read more
અછંદાસકવિતા કોર્નર

કહેતા મને ગર્વ થાય છે હું તારી છું

કહેતા મને ગર્વ થાય છે હું તારી છુંભર…
Read more
કવિતા કોર્નરગઝલ

શ્વાસની પીંછી

ચિત્રો પણ કલબલાટ કરે છે,હું મને કહું…
Read more

Leave a Reply

%d bloggers like this: