ગુજરાતી સાહિત્યમાઈક્રોફિક્શન

અકબંધ રહસ્ય

“સાહેબ લાશને જોઇને એવું લાગે છે કે ખૂબ જ દયનીય રીતે હત્યા કરવામાં આવી છે, અને શરીરના કેટલાક ભાગ પર એસિડ નાખી બાળી નાખવામાં આવ્યા છે!” કોન્સ્ટેબલે ઇન્સ્પેકટરને કહ્યું, તથા તેણે ઉમેર્યું કે સાહેબ આરોપી તેનું લાઇસન્સ અને પાકીટ તો અહીંયા જ ભૂલીને ગયો છે…

“આવો ઇન્સ્પેક્ટર સાહેબ! હું તમારી જ રાહ જોતો હતો . એટલે જ તો મારું પાકીટ પણ ત્યાં જ મૂકીને આવ્યો હતો” એકદમ નીડરતા ભર્યા સ્વરમાં રઘુ એ કહ્યું.
ઇન્સ્પેક્ટરે ખૂબ જ ગુસ્સામા રઘુ ની ગરદન પકડી અને કહ્યું “મર્ડર કર્યા પછી પણ તારી આંખમાં જરાય શરમ નથી…”

એટલામાં જ ઇન્સ્પેક્ટરની નજર દીવાલ પર રહેલા એક ફોટા પર પડી અને ઇન્સપેક્ટરે કહ્યું, “આ તો…”

ઇન્સ્પેક્ટર પોતાનું વાક્ય પુરું કરે એ પહેલાં જ રઘુ એ કહ્યું, “હા આ મારી લાડકવાયી બહેન અને એ જ છોકરી કે જેના પર થયેલ એસિડ એટેક અને બળાત્કાર ની ચર્ચા થોડા સમય પહેલા ટીવી અને ન્યૂઝપેપર માં થતી હતી. તમે જેની હત્યાના આરોપ માં મને પકડવા આવ્યા છો તે એ જ નરાધમ છે જેણે મારી બહેન નું સર્વસ્વ લૂંટી નાખ્યું અને એટલે જ મેં એની એ હાલત કરી જે‌ એણે મારી બહેન ની કરી હતી…”

ઇન્સ્પેક્ટરે પાકીટ અને લાઇસન્સ રઘુ ના હાથમાં આપ્યું અને કોન્સ્ટેબલને કહ્યું, “પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહી દો કે જ્યાં હત્યા થઈ છે ત્યાંથી કોઈપણ સબૂત મળ્યા નથી આરોપીને પકડવા ની પ્રક્રિયા ચાલુ છે…”
ઈન્સ્પેક્ટરે રઘુ અને કોન્સ્ટેબલના સામે જોઈ હળવું સ્મિત આપી કહ્યું, “આ રહસ્ય આપણા ત્રણ વચ્ચે અકબંધ રહેશે…”

  • ઉન્નતિ દવે

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

શશીઆભા

સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિસામો

ખબર છે આ શબ્દ…કે એનો અર્થ.આપણા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વૃદ્ધાશ્રમ

અનસૂયા બેન ગોકુલધામ મા હીચકા પર…
Read more

Leave a Reply

%d bloggers like this: