ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમના પારખાં….

કરણ આજે ખૂબ જ ખુશ હતો કારણકે તે આજે પહેલી વાર ત્વિષાને મળવાનો અને જોવાનો હતો. ત્વિષા અને કરણ ફેસબુક પર મળ્યા હતા. ત્યાંજ તેમની મૈત્રી થઈ અને બંને એકબીજાને ખૂબ જ સારી રીતે જાણતા હતા. બંને એકબીજાની પસંદ, નાપસંદ, કુટુંબ, પરિવાર, શોખ, ભણતર, અને નોકરી સંબંધી બધી જ બાબતોની ચર્ચા કરી ચૂક્યા હતાં. હવે બંનેને એકબીજા વગર ચાલતું ન હતું, અત્યાર સુધી જેને ઓળખતા પણ નહતા, એને હવે રાત્રે ” જમી લીધું ? ” એ પ્રશ્ન પૂછ્યા વગર ચાલતું ન હતું. ટુંક સમયમાં જ એ બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી, એની બંનેને ખબર જ ન રહી. આજે બંને એકબીજાને મળવાના હતા.
જે સ્થળ અને સમય નક્કી થયા હતા એ પ્રમાણે બંને મળ્યા પણ આ શું ! કરણે જે ત્વિષાને જોઈ એ તો સાજી સારી અને દેખાવડી હતી, અને આજે જે છોકરી મળવા આવી એના ચહેરા પરતો ડાઘ છે ! ‘ હેલ્લો ‘ ત્વિષાએ કરણ તરફ હાથ લંબાવ્યો, અને બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો. ‘ત્વિષા તું ફોટામાં તો બરાબર દેખાય છે અને અત્યારે કેમ આમ ? ‘ કરણે સીધું જ પૂછી લીધું. ત્વિષાની વાતચીતમાં જાણવા મળ્યું કે એ તો એનો પહેલાનો ફોટો હતો, થોડા સમય પહેલા દાજી જવાના કારણે એનો અડધો ચહેરો બળીને કાળો થઈ ગયો અને ચહેરા પર ડાઘના નિશાન થઈ ગયા અને ચહેરો કદરૂપો થઈ ગયો. મારો ચહેરો જોઈને તમારે મને રીજેક્ટ કરવી હોય તો મને વાંધો નથી, ત્વિષાએ કહ્યું. ત્વિષા મેં તારા અસ્તિત્વને પ્રેમ કર્યો છે, તારી સુંદરતાને નહિ. જે થયું એ થઈ ગયું, પણ તું ચિંતા ના કર, હવે હું નોકરીમાં ડબલ મહેનત કરીને વધુ સારું કમાઇશ અને સારવાર દ્વારા તારી સુંદરતા પછી લાવીશ. તારો ચહેરો જોઈને હું તને રિજેક્ટ નહિ કરું, કારણકે હું તને પ્રેમ કરતો હતો, કરું છું , અને કરતો પણ રહીશ. આટલું સાંભળીને ઝાડ પાછળથી દોડીને ત્વિષા આવી અને કરણને વળગીને રડી પડી, અને બોલવા લાગી, ‘ સોરી કરણ મે તારા પ્રેમનો અખતરો કરવા માટે આ બધું નાટક કર્યું.’ તું જેની સાથે અત્યાર સુધી વાત કરતો હતો એ ત્વિષા નહિ પણ મારી નાની બહેન તૃષા છે. ત્વિષા અને તૃષા બંને જોડિયા બહેનો હતી તેથી એક જ જેવી દેખાતી હતી. ચહેરો તૃષાનો દાજી ગયો હતો. ત્વિષા તો એકદમ સાજી સારી હતી. પ્રેમનું પારખું કરવા ત્વિષાએ આ નાટક રચ્યું હતું અને કરણ સામે એની બહેન તૃષાને હાજર કરી દીધી હતી. જેમાં કરણની સાચી લાગણીની જીત થઇ હતી.

  • તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા, નવલિકા અને લઘુકથાઓ

શશીઆભા

સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. વિરેને ઉતરીને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વિસામો

ખબર છે આ શબ્દ…કે એનો અર્થ.આપણા…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

વૃદ્ધાશ્રમ

અનસૂયા બેન ગોકુલધામ મા હીચકા પર…
Read more

Leave a Reply

%d bloggers like this: