આજના દિવસે હિન્દુ ધર્મમાં મહાકાળી, ઘંટાકર્ણ વીર, માણિભદ્રવીર, બટુક ભૈરવ, કાળ ભૈરવ, શનિદેવ, હનુમાનજીની પૂજા કરવાનું વિધાન છે. આપણે તાંત્રોકત પૂજા તો કરવા સક્ષમ નથી પણ હા, જો એક નાનકડી સાત્વિક પૂજા કરીએ તો ચોક્કસ પણ આખા વર્ષ દરમિયાન આપણે આવનારી આપત્તિઓથી બચાવ પામી શકીએ છીએ.

પૂજન સામગ્રી

બાજોઠ કે પાટલો, લાલ વસ્ત્ર, કંકુ, ચોખા, સિંદૂર, ચમેલીનું તેલ, અગરબત્તી, ગૂગળ કે દશાંગનો ધૂપ, દીવા – 2, હનુમાનજી/મહાકાળી મા/ભૈરવજી/અન્ય કોઈ પણ ઉગ્ર દેવની છબી. (અહી આપેલ તમામ દેવ પૈકી કોઈ પણ એકનું જ સ્થાપન કરવું, જેમાં તમને શ્રદ્ધા હોય એ મુજબ પૂજન કરવું.) પ્રસાદ તરીકે સુખડી અને શ્રીફળ.

પૂજન વિધિ

બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર તમારા આરધ્યનો ફોટો કે મૂર્તિ મૂકવી. તેને ચોખ્ખા ભીના વસ્ત્રથી સાફ કરીને કંકુ, ચોખા અને સિંદૂર ચડાવવું. જો જૈન ધર્મના કોઈ અધિષ્ઠાયક દેવ હોય તો કંકુ કે સિંદૂરની જગ્યાએ વાસક્ષેપ ચડાવવો. ત્યાર બાદ ભગવાન કે માતાજીની સામે ઘીનો દીવો અને ગૂગલ કે દશાંગનો ધૂપ કરવો. એક ચાર આડી દિવેટવાળો ચમેલી કે સરસવના તેલનો દીવો ઘરની દક્ષિણ તરફની દિવાલ મૂકવો અને યમરાજને પ્રાર્થના કરવી કે આપણા ઘરમાં કોઈનું અકાળે અવસાન ના થાય કે ના કોઈ લાંબી બીમારી ના આવે. ત્યારબાદ કોઈ પણ મંત્ર વડે એક, પાંચ, સાત કે અગિયાર માળા કરવી. જો મંત્ર ના આવડત હોય તો ફક્ત ભગવાનનું નામ પણ લઈ શકાય છે. જાપ પૂરા થયા બાદ પ્રસાદ ધરાવવો. પૂજન પૂરું થયા બાદ ભૂલચૂક બદલ માફી માંગી લેવી અને પ્રસાદ સહુને વહેંચીને ખાવો.

મંત્રો :

ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ સ્વાહા ||

ઓમ શ્રી હનુમતે નમઃ ||

ઓમ ક્રિં કાલિકાયૈ નમ:||

ઓમ‌ હ્રીં શ્રીં ઘંટાકર્ણ નમોસ્તુતે ઠઃ ઠઃ ઠઃ સ્વાહા ||

ઓમ પ્રાં પ્રીં પ્રોં સઃ શનૈશ્ચરાય નમઃ ||

આદિત શાહ

83064 11527

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more

Leave a Reply

%d bloggers like this: