૧) ધનતેરસના દિવસે સારા મુહૂર્તમાં ગણેશજી – લક્ષ્મીજી – સરસ્વતીજી ત્રણેય ભેગા હોય અને બેસેલી મુદ્રામાં હોય તેવા ફોટાને એક બાજોઠ જે પાટલા પર લાલ કપડા પર સ્થાપિત કરી તેને કંકુ ચોખાના ચાંદલા કરવા જોઈએ. આ દિવસે માતાજીને ખાસ લાલ કમળ અને ગુલાબની સુગંધવાળી અગરબત્તી કરવી જોઈએ. ગાયના ઘીનો દીવો કરવાથી મા લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આમ કરવાથી શુક્રની ઓરા મજબૂત થાય છે.
૨) દિવાળીને દિવસે તેલ કે દિવેલના આડી વાટના દીવા કરવા અને આ દરેક દીવામાં એક એક લવિંગ મૂકવું. ત્યારબાદ બે દીવા ઉંબરે મૂકવા. બે દિવા મંદિરે મૂકવા અને એક દીવો મંદિરે કે પીપળના વૃક્ષ આગળ મૂકીને દીપદાન કરવું અને શનિ મહારાજને પ્રાર્થના કરવી.
૩) એક મુઠ્ઠી અક્ષત (તૂટેલા ના હોય તેવા ચોખા) દિવાળીના દિવસે શિવ મંદિરે જઈ મહાદેવને અર્પણ કરવા. આમ કરવાથી ચંદ્રની ઓરા મજબૂત થાય છે.
૪) જો શક્ય હોય તો ધનતેરસની પૂજામાં 11 પીળી કોડીઓ મૂકવી. જો પીળી કોડી ના મળે તો સફેદ કોડીને હળદર કે કેસરવાળા પાણીથી રંગીને પૂજામાં મૂકવી અને પૂજા પત્યા પછી આ કોડીઓ પીળા કપડામાં બાંધી તિજોરીમાં મૂકવી. કોડીએ સમુદ્રપુત્રી મા લક્ષ્મીનું આભૂષણ છે અને તેનામાં બુધની ઓરા છે. આ પૂજા કરેલી કોડીને તિજોરીમાં કે ગલ્લામાં મૂકવાથી બરકત આવે છે.
૫) 7 આખી હળદરની ગાંઠને લક્ષ્મીપૂજનમાં મૂકવી. ત્યારબાદ આ હળદરને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી પૈસો ટકી રહે છે. હળદરમાં ગુરુની ઓરા છે જે સ્થિરતાનો કારક છે. આ જ હળદરની પોટલી બાળકોના અભ્યાસના સ્થાને સ્થાપિત કરવામાં આવે તો જ્ઞાનવૃદ્ધિ થાય છે.
આદિત શાહ
83064 11527