आगजला दौलत से, बेफिक्र और किस्मत पर शाकिर

जो तरसे न रोजी को पत्थर का कीडा

तो माथे कि तेरी को धो कौन देगा

આવા જાતકો આર્થિક બાબતમાં બેફિકર અને ભાગ્ય પર જ ભરોસો કરવાવાળા હોય છે. આવા જાતકોને મંગળ ચોથે એટલે કે માંગલિક હોવા છતાં પણ મંગળ બદનું ફળ મળશે નહીં.

નેક હાલત

જે રીતે પથ્થર માં છુપાયેલા કીડાને પણ ખાવાનું મળી રહે છે તેમ આવા જાતકને પણ રોજીરોટી ક્યારેય બંધ થતી નથી. આવા જાતકોને સરકાર તરફથી લાભ થતો રહેતો હોવાને લીધે તેઓ બેફિકર પણ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આવા જાતકોને પત્ની અને જીવનના તમામ સુખ મળે છે પણ કેવા અને ક્યાં સુધી મળશે તેની કોઈ ખબર હોતી નથી. આવા જાતકો બદચલન હોય તો પણ તેમના ત્યાં ધનની કમી નહીં થાય અને તેમની રોજી અટકશે નહીં. આવા જાતકોના સરકારી સંબંધો સારા હોય છે. જો આવા જાતકોના કોઈ કામ અટકતા હોય તો આવા સરકારી સંબંધ થકી તેમના કામ પાર પડે છે. આવા જાતકના જન્મ સમયે ભલે તેમના પરિવારની હાલત એકદમ ખરાબ હોય પરંતુ પાછળથી તેને સરકાર તરફથી લાભ થાય છે આવા જાતકો વારંવાર પોતાના કામધંધા બદલતા રહે છે પરંતુ જે દિવસે તેના ઘરે નર સંતાન જન્મે એ દિવસે તે જે પણ કારોબાર કરી રહ્યો હોય તેને જ તેનો કાયમી કારોબાર રાખે તો તેની પ્રગતિ થાય છે. જો આવો જાતક ત્રણ કૂતરાને પાળીને સેવા કરે તો તેના ઉત્તમ સુખ મળે છે.

જો આ કુંડળીમાં ગુરુ ઉચ્ચનો અને બીજા સ્થાનમાં ગુરુ, ચંદ્ર અને મંગળ હોય તો આવા જાતકો પોતાના પૈતૃક રીતિરિવાજો પાળતા જ રહેવા જોઈએ. જો આ ગ્રહદશા ન હોય તો પણ આ જાતકોએ હંમેશા પોતાના જે પારિવારિક રિવાજ હોય છે તે પાળતા રહેવા જોઈએ. આ ઉપાયના લીધે તેને ફાયદો તો થશે જ પરંતુ તે ફાયદો લાંબા ગાળા સુધી રહેશે.

જો કેતુ લગ્ને કે સાતમે હોય અથવા તો વર્ષફળ અનુસાર લગ્ને અથવા સાતમે આવે ત્યારે સરકારી લાભ મળે. નર સંતાન ચોક્કસ મળે. સંતાનયોગ ભલે કુંડળીમાં ગમે તેવા નિર્બળ હોય પરંતુ સંતાન સુખ મળશે, મળશે અને મળશે જ. આવા જાતકે ત્રણ કૂતરાઓની સેવા કરવી જોઈએ. શક્ય હોય તો કૂતરો પાળવો જોઈએ.

મંદી હાલત

જો છઠ્ઠા સ્થાનનો સૂર્ય મંદી હાલતમાં હોય અને આ સૂર્ય એકલો હોય તો કેતુ એટલે કે નર સંતાન, જાતકના મામા, નાના નાની વગેરે પર સૂર્ય પોતાના શુભ ફળ નહીં આપે. જો આ જાતક પોતાના મકાનની પશ્ચિમ દીવાલ તોડીને અંદર રોશની આવે એવું બાંધકામ કરાવે અથવા બારી હોય અને તેને બંધ કરાવે અથવા પોતાના પૈતૃક રીતિરિવાજો પાળતો બંધ થઈ જાય તો તે બધી રીતે બરબાદ થઈ જાય છે. હઠીલા સ્વભાવને લીધે ઘડપણમાં તેનો રાતનો આરામ ઓછો, આંખની દૃષ્ટિ અને સંતાનસુખ નબળુ થાય. સંતાન અથવા તેના મામા અને જાતકના પોતાના સ્વાસ્થ્ય પર મંદ પ્રભાવ પડે ત્યારે જાતકે વાંદરાને ગોળ, ઘઉં, બિસ્કીટ અથવા કીડીઓને બાજરો ખવડાવવો જોઇએ જેનાથી તેને શુભ ફળ મળે છે.

બુધના ઉપાયો એટલે કે દુર્ગા પૂજા કે કન્યા પૂજન કરવાથી જાતકના સંતાનને તકલીફ પડતી નથી. જ્યારે સરકાર તરફથી કોઇ વિઘ્ન આવે ત્યારે ચંદ્રની વસ્તુઓ જેમ કે ચાંદી નદીનું જળ ચોખા વગેરે સ્થાપિત કરવા જોઈએ. આવા જાતકોએ રાત્રે જમ્યા પછી ચૂલાની આગને દૂધથી ઓલવવી જોઈએ.

જો કુંડળીમાં બીજું સ્થાન ખાલી હોય તો જાતકની 5, 11, 22 અને 23 વર્ષની ઉંમરે તેના પિતા પર ઘાત આવી શકે છે. આવા સમયે રાહત મળે તે માટે પહેલેથી જ મંદિરમાં કંઈકને કંઈક વસ્તુ દાન કરતા રહેવું જોઈએ. જો બીજું સ્થાન ખાલી હોય તો જાતકના પિતા અને તેના બન્નેમાંથી કોઇ એક જ સરકારી નોકરી કે સરકારી લાભ મેળવી શકે. જો બંને સરકારી ઓફિસર હોય તો તે બંનેનું અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટિંગ ઉપર હોય તો જ તેમને સરકાર તરફથી લાભ થાય. જો આ કુંડળીમાં શનિ બારમે હોય તો જાતકનું પત્ની સુખ શૂન્ય હોય પરંતુ જો શનિ સાથે અન્ય કોઈ ગ્રહ બારમા સ્થાનમાં હોય તો આ શરત લાગુ પડશે નહીં .

દસમા સ્થાનમાં મંગળ હોય તો સંતાનપર સંતાન મરે. આવો જાતક જ્યાં રહેતો હોય ત્યાં જમીનની નીચે અંડરગ્રાઉન્ડ તંદૂર કે ભટ્ઠી હોય તો જાતકનું સંતાનસુખ બરબાદ થાય છે. આવા જાતકે રાત્રે સૂતી વખતે માથાના ભાગે ચંદ્રની વસ્તુ એટલે કે પાણી ભરેલો સ્થાપિત કરીને સૂવું જોઈએ. જો કુંડળીમાં બુધ બારમા સ્થાનમાં હોય તો સરકારી પરિણામો સુધરે જાતકને બ્લડપ્રેશરની બીમારી રહે. આવા જાતકોને જ્યારે માથા ઉપર સીધો તડકો પડે ત્યારે તે જાતકના જીવનમાં સમસ્યાઓ સર્જાય. આના માટે જાતકોએ હંમેશા માથા ઉપર ટોપી પહેરીને રાખવી જોઈએ.

જો લગ્ન સ્થાનમાં શનિ કે રાહુ હોય તો 13, 25, 37 અને 49 વર્ષની ઉંમરે જાતક પર ઘાત આવે છે. જો રાહુ બીજે અને શનિ આઠમે હોય તો સૂર્યગ્રહણના દિવસે અથવા તો સ્વાસ્થ્ય ખરાબ થાય ત્યારે ધર્મસ્થાનમાં બીજા કોઈએ દાન કરેલી વસ્તુ એટલે કે પ્રસાદ પોતાની પાસે રાખવો જોઈએ. જો રાહુ લગ્ને અને કેતુ સાતમે હોય તો જાતકનો પોતાનો જન્મ મોસાળમાં અથવા પોતાના ઘરથી બહાર થાય છે. આવા જાતકે કદી પશ્ચિમ તરફની દિવાલ ના તોડવી જોઇએ કે ના રીતિરિવાજોને પાળવાનું બંધ કરવું જોઈએ. જો જાતક આવા કાર્યો કરે છે તો સૂર્યનું અશુભ ફળ તેને બધી જ રીતે બરબાદ કરી શકે છે.

ઉપાયો

1. હઠ ન કરવી.

2. ઘરમાં ચાંદીનો ટુકડો કે નદીનું જળ સ્થાપિત કરવું.

3. વાંદરાને ગોળ ખવડાવવો.

4. કૂતરાઓની સેવા કરવી.

5. સ્ત્રીઓનું સન્માન કરવું.

6. પોતાના વારસાગત રીતિરિવાજોનું પાલન કરવું.

7. રાત્રે ચૂલાની આગને દૂધથી ઓલવવી.

8. મંદિરમાં ચણાની દાળનું દાન કરવું.

આદિત શાહ

83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: