कम कुटुम्ब कबीला, डरता डरता मरे
આવા જાતકોને 13 – 29 – 41- 45 – 64 – 75 – 98 – 114 વર્ષની ઉંમરે સૂર્યનો શુભ પ્રભાવ મળે છે. આવો માણસ જો સરકારી ઓફિસર હોય તો તેણે ગરમ સ્વભાવ રાખવો જોઈએ અને જો દુકાનદાર કે વેપારી હોય તો નરમ સ્વભાવ રાખવો જોઈએ અને તો જ તેને પોતાની નોકરી કે વ્યવસાયનો પૂરેપૂરો ફાયદો મળી શકશે.
જો જાતકની કુંડળીમાં સાતમે સૂર્ય હોય તો તેના પાર્ટનર એટલે કે જીવનસાથીએ ચારિત્ર્યવાન અને ઈમાનદાર રહેવું જોઈએ નહિતર તેનો ખુદનો પરિવાર જ બરબાદ થઈ જાય છે .આવા જાતકોને લગભગ 34 વર્ષની ઉંમર પછી ભાગ્યોદય થાય છે. આ સ્થાન બુધ અને શુક્ર થી સંબંધિત છે.
નેક હાલત
આવા જાતકોના આત્મવિશ્વાસ મધ્યમ પરંતુ જુસ્સો “મારાથી કોઈ આગળ ન વધવું જોઈએ” – એ પ્રકારનો હોય છે. ૩૪ વર્ષની ઉંમર પછી ધન સંપત્તિ અને પરિવારની ઉન્નતિ શરૂ થાય. જાતકના ઘરે સંતાન જન્મે, એ દિવસથી તેની પ્રગતિ શરૂ થાય છે. જો આવા જાતકનું જીવનસાથી ચારિત્ર્યવાન અને ઈમાનદાર રહે તો પતિ-પત્ની બંને નું આયુષ્ય સારું રહે છે પરંતુ જો પાર્ટનર ચીટિંગ કરે તો પાર્ટનરના પરિવારના સરકારી સંબંધો અને રોજીરોટી સંબંધિત સૂર્યના સારા પરિણામો બરબાદ થઈ જાય છે અને તેનો આખો પરિવાર પણ બરબાદ થાય છે.
આવા માણસનું મૃત્યુ ક્યારે તેના ઘરની બહાર કે પ્રવાસ યાત્રામાં થતું નથી. આવા માણસો દાન કરે તો પણ દિલથી અને મન મૂકીને કરે છે. આવા જાતકોનું ગૃહસ્થ જીવનનું સુખ ઓછું રહે છે તેમ છતાં જાતક એક સારા પુરુષ તરીકે સમાજમાં સ્થાન પામે છે.
જો કુંડળીના બીજા, ત્રીજા કે પાંચમાં ભાવમાં બુધ, ગુરુ કે શુક્ર ઉચ્ચના હોય તો જાતક ભલે વિદેશમાં રહીને કમાય પણ તેનું મૃત્યુ તેના પોતાના જ ઘરે થાય એટલે કે પોતાના અંત સમયે તે પોતાના પરિવાર સાથે હોય છે.
બુધ, શનિ કે કેતુ બીજા સ્થાનમાં હોય તો ગૃહસ્થી સુખ ઓછું પણ અશુભ નહીં.
ગુરુ, ચંદ્ર કે મંગળ બીજે હોય તો જાતક સરકારી મંત્રી અથવા તો ઊંચી પદવી ધરાવનાર સાહેબ બની શકે છે. બુધ ઉચ્ચનો કે સાતમે હોય તો જાતકની આવક સારી હોય પણ તે હોશિયાર હોય એવું જરૂરી નથી.
મંદી હાલત
જાતક જન્મે ત્યારથી બોલતા શીખે ત્યાં સુધીમાં તેના ફોઈનો પરિવાર બરબાદ થઈ જાય છે. આ સ્થાનમાં એકલો સૂર્ય, શુક્ર સંબંધિત બાબતો જેમકે લગ્નજીવન, સ્ત્રીસુખ, શરીરની ચામડી, કાંસાના વાસણો, સફેદ ગાય વગેરે પર પોતાનો શુભ પ્રભાવ નહીં આપે.
બીજા સ્થાનમાં શુક્ર, શનિ, રાહુ કે કેતુ હોય તો કોઈને કોઈ સ્ત્રી દુઃખી થઈને જાતકના ગળે પડી રહે અને તેની જવાબદારી જાતકે ઉપાડવી પડે. આવા જાતકની પત્ની તેના પિયરને જોઈને પણ દુઃખી રહે છે.
લગ્ન સ્થાને ગુરુ કે શુક્ર તથા બુધ અશુભ ભાવમાં બેઠેલો હોય તો ઘરમાં મોત પર મોત થાય. ઘણી વાર સૂર્યનું અશુભ ફળ વધુ તીવ્ર હોય તો ઘરમાં એવી મૃત્યુ થાય કે કે કફન પણ ન મળે અને અગ્નિદાહ આપનાર પણ ન મળે. સરકારી બાબતમાં તમામ પરિણામો ખરાબ હોય. ૩૪ વર્ષ સુધી સંઘર્ષમય જીવન રહે. જાતકની પત્નીને તપેદિકની બીમારી થાય એટલે કે તેનું શરીર ગરમ જ રહ્યા કરે. શરીરમાં એવી ઝીણી બીમારી આવે કે ના દર્દ ખબર પડે કે ના દવા. કુંડળીમાં પિતૃ ઋણનો અશુભ પ્રભાવ મળે. આવી અવસ્થામાં જાતક આત્મહત્યા પણ કરી શકે છે.
સૂર્ય સાતમે હોય ત્યારે આવા જાતક કાં તો કોઈની સાથે ગબન કરે અથવા તેમનું કોઈ ગબન કરે. જીવન ઘરસંસાર થી કંટાળેલા સાધુ જેવું હોય છે. આવા જાતકો જેટલો ગુસ્સો કરે એટલું જ તેમને નુકસાન થાય છે આથી આવા જાતકોએ મહત્વપૂર્ણ નિર્ણયો મન શાંત રાખીને લેવા જોઈએ.
જો આ કુંડળીમાં બુધ અને શુક્ર સારા હોય તો જાતકને સમાજમાં માનમરતબો અને પ્રતિષ્ઠા સારી મળે છે. આવા જાતકોએ સૂર્યનું વધુ સારું ફળ મેળવવા ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. સૂર્ય સાતમે હોય અને લગ્ન સ્થાન ખાલી હોય તો જાતકના જીવનના 13, 29, 41, 54, 64, 72, 78, 86, 98 કે 119મા વર્ષે તેની ઉન્નતિ થાય છે.
આવા જાતકોએ દિવસના સમયે (ખાસ કરીને રવિવારના દિવસે) શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં અન્યથા જાતક કે તેની પત્નીને તપેદિક બીમારી થઇ શકે છે અથવા સૂર્ય સંબંધિત રોગો લાગુ પડી શકે છે.
ઉપાયો :
૧. “દુકાનદારી નર્મ કી, અફસરી ગર્મ કી” જેવો સ્વભાવ રાખવો.
૨. જમીનમાં તાંબાના 7 ચોરસ ટુકડા રવિવારથી શરૂ કરીને સળંગ 7 દિવસ દાટવા.
૩. રાત્રે સૂતી વખતે ચૂલાને દૂધ છાંટીને બુઝવવો.
૪. ચારિત્ર્ય શુદ્ધ રાખવું.
૫. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલા ગોળ ખાઈને પાણી પીને કામ શરૂ કરવું.
૬. સૂર્યને રોજ પાણીમાં ગોળ નાખીને અર્ધ્ય આપવો.
આદિત શાહ