ખબર છે આ શબ્દ…કે એનો અર્થ.
આપણા ગુજરાતીમાં કહીએ તો થાકી ગયા હોય અને થોડી વાર બેસવું હોય તો આપડે કહીએ, “થોડી વાર વિસામો લઈ લો.”હજી ના સમજાયું, “વિસામો” એટલે ક્ષણ બે ક્ષણ નો અવકાશ.

  પણ કદાચ આપણે આ ભાગમભાગમાં ભૂલી જ ગયા જાણે, શ્વાસ લેવાનું. હવે એમ ના કહેતા  લઈએ તો છીએ.

હું મનના શ્વાસની વાત કરું છું. આપણે આખો દિવસ નિરંતર બધાની ચિંતા કરતા હોઈએ પણ, આપડી ચિંતા કરી જ નથી કોઈ દિવસ અને એટલે જ ઘણી વખત આપણને થાક પણ લાગે છે, પણ કદાચ એ વખતે જરૂર હોય છે નાના વિસામા, વિશ્રામ કે પછી થોડા આરામની, આપડી પોતાની માટે…

હું એમ નથી કહેતી કે આપડે ફક્ત પોતાની માટે વિચારીએ અને સ્વાર્થી થઇ જઈએ પણ ક્યારેક થોડું પોતાની માટે પણ વિચારી લઈએ, 

થોડું ગમતું કરી લઈએ કે પછી પોતાની માટે પણ જીવી લઈએ… અંતે જો આપણે ખુશ હોઈશું તો બીજાને વધારે ખુશી આપી શકીશું ને???

એટલે જ રોજ વિસામો ...પોઝ લઈએ આપણી પોતાની માટે

-પ્રિતી સોની

%d bloggers like this: