અનસૂયા બેન ગોકુલધામ મા હીચકા પર બેઠા  બેઠા કુદરતી દશયો ને નિહાળતા પંખી ઓ ના કલરવ સાભળતા ક્યારે ભૂતકાળ ની ભીતર મા ભરાઈ ગયા તેની તેમને પણ ખબર ન પડી.
લગ્ન ના ચાર વર્ષ સુધી ખોળો ખાલી હોવાથી ધર ના ત્રણ મોભાદાર જેઠાણી અને ધર ના આધાર સ્તંભ એવા સાસુમા ના કુવેણ સાભળી ને અનસૂયા થાકી હતી કોઈ દેવ સ્થાન બાકી ન રાખ્યા તેણે  બાધા માટે.અંતે  ભગવાન ની અસીમકૃપા તેના પર વરસાઈ અને દેવીસવરુપ અનંતા નો જન્મ તેને ત્યા થયો.દીકરી ના જન્મ થી અનસૂયા અને અશ્વિન ખૂબ જ ખુશ હતા પરંતુ સાસરીયા નો તુષિટગુણ દીકરા ના જન્મ માટે અસંતુષ્ટ હતો.
ફરી એજ વાતો ના પુનરાવર્તન નો દોર ચાલુ રહ્યો અંતે, નાની અનંતા ચાર વર્ષ ની થતા મા આશાપુરા ની અસીમકૃપા થી અનંતા નો ભાઈ અંકિત તેને મળયો
  હવે અનસૂયા નુ પૂરુ ધર હરયુભરયુ થઈ ગયુ
બન્ને દીકરા-દીકરી નો ઉછેર પણ સારી રીતે થયો
ચાર ભાઈ ના ધર,જમીન ના પણ ભાગલા પડી ગયા. બધા પોતપોતાના માળા મા ગોઠવાઈ  ગયા.
  પરંતુ અનસૂયા નુ જીવન ઝાઝવા ના ઝંડ જેવુ જ રહયુ. જૂદા થયા પછી પણ કાચા કાન નાઅશ્રવિન ને તેની માતા અનસૂયા માટે સતત કાન ભંભેરતી, પણ અશ્વિન અનસૂયા ને કંઈ  ના કહેતા બધુ જ પોતાના મન મા જ રાખતો,કિન્તુ  આ મન ની ધૂટાયેલી વાત વાધણ સ્વરૂપ આવી  ને અશ્વિન ના રદય પર બેસી રદયરોગ નો હુમલો આપી અંતે તેનો જીવ લઈ  ને છૂટ્યો.
હવે તો અનસૂયા નો આધાર સ્તંભ  જ તૂટી ગયો સાસરી વાળા એ હવે તેના થી મો ફેરવી લીધુ. દીકરી અનંતા કાલેજ પૂરી કરી ચૂકી હતી તેણે ભાઈ અંકિત ને દસમુ બારમુ પાસ કરાવી પિતા ની જગ્યા એ સરકારી નોકરી અપાવીદીધી.
તેણે માતા અનસૂયા ને વચન આપ્યુ કહુ મોટી થઈ ભાઈલા ને પહેલા પરણાવી પછી જ ધર માથી વિદાય લઈશ. તેણે તેની બધી જ જવાબદારી પૂરી કરી અને ભાભી ના આગમન પછી તેણે કન્યા દાન નો  લાભ ભાઈ અંકિત  અને અનામિકા ને આપ્યો
હવે તો અનંતા પણ તેને માળા મા પોરવાઈ  ચૂકી છે.અનસૂયા બેન ના ચીવટતા નો સ્વભાવ  અનામિકા ને દિનપ્રતિદિન  અકળાવે છે. અંકિત પણ જે માતા માટે આજ્ઞાકિત હતો તે હવે,માતા અને પત્ની  વચ્ચે પીસાઈ ને આગ નો ગોળો બની ગયો છે.વાતવાત મા અનામિકા નુ રીસાઈ ને પિયર જવુ તે તેનો એક નિત્યક્રમ  બની ચૂક્યો છે. સમાજ  ના ડર થી અનસૂયા બેન હંમેશા વહુ ની માફી માગી તેને તેડી લાવતા. પરંતુ આ છેલ્લી લડાઈ  નુ કંઈક  જુદુ જ સ્વરૂપ  આવ્યુ કે જે અંકિત મા નો છેડો એક ક્ષણમાત્ર પણ છોડવા રાજી નહિ,તે અંકિત ….આજ અનસૂયા બેન ને ગોકુલધામ નામે વૃદ્ધા શ્રમ મા મૂકી ગયો છે.
આજે વૃદ્ધા શ્રમ એ અનસૂયા બેન નો આધાર સ્તંભ  છે. જયા તેમની બધીજ ચીવટ થી સારસંભાળ રખાય છે. પરંતુ દોસ્ત આપને એક સવાલ કે શુ આ દોઝક જીંદગી જોવા અનસૂયા બેન જીવન નો સટો રમ્યો હશે,,,

નીલમ ત્રિવેદી.”નીલ પ્રીત.”

%d bloggers like this: