અશ્રુ ધરબાવી હૃદયમાં રાહ જોવે નયન છે,
કેટલી અવઢવ અને બાવીસનું આગમન છે.
લાગણીભીની કલમ મારી લખે છે કવિતા,
આ નવા વરસે વર્ષા કરશું હૃદયમાં દફન છે.
કોણ કેવું જીવી ગ્યા કોને ખબર છે અહીં પણ,
સાથ આપી જે રહ્યા છે એજ મારા સ્વજન છે.
ખાતરી એવી નથી સારું વરસ આ જવાનું,
એટલે ઘરમાં સજાવી રાખવાનું કફન છે.
એમતો મીરાં નથી કે ઝેરને પણ પચાવું,
એક “દીવાની” બની છું શ્યામ સાથે જીવન છે.
વાસવદત્તા નાયક “દીવાની”