ભર બજારે મેળા લાગતાં જોયા અહીં તો લૂચાઇના કાળા વાવટા જોયા ,
માનવી બની કઠપૂતળી ને એને નચાવનારા કાળા માથાનાં ગોટા જોયા..!!
સાજ શણગાર અહીં લોઢે ચીતરાય ને ઘાટ ગડામણ વિસરાતા જોયા,
તાંબુ મળે કાસુ મળે પણ અહીં તો સો ટચ સોનાં માટે વેચાતા જોયા..!!
બનાવટી દુનિયામાં અત્તરનાં ભાવ શેરીએ શેરીએ પૂછાતા જોયા ,
ફૂલોને કુચલનાર પ્રકૃતિ સવર્ધનનાં ભાષણ ગલીએ આપતા જોયા..!!
શ્રીફળ બની મીઠા જળ પીવડાવ્યા હતા આ જીવન કેરી શૈયા માં…
પરંતુ અહીં તો માથે મઢેલ શ્રીફળ પણ બીજા નામે વધેરાતા જોયા..!!
મદારી બની રચે સઘળા ખેલ ને નિર્દોષને નાચ નચાવતાં ટોળાં જોયા ,
વિષ ધરી કરે અમૃતનો ઢોંગ અહીં તો શંકર વેષે કાળા નાગ જોયા..!!
-વનિતા મણુંન્દ્રા ( વાણી )