ईज्जत सेहत दौलत का मालिक मगर वहमी

इताअत बुजुर्गान जो करता चलेगा
जमाना मे कुछ तेरा-बन के रहेगा

લાલ કિતાબમાં આવા જાતકોને સારી સેહત, માન સન્માન અને ધનના માલિક કહેવામાં આવ્યા છે. જો કે આવા જાતકો થોડા વહેમીલા સ્વભાવના હોય છે. જો આવા જાતકો પોતાનું માથું ખુલ્લું રાખે અથવા તો તેમના માથા ઉપર સૂર્યનો સીધો તડકો પડે તો તેમનું ભાગ્ય પાછું ઠેલાતું રહે છે.

નેક હાલત

જો આવા જાતકો પોતાના વડીલોનું માન સન્માન જાળવે અને તેમના કહેવા મુજબ જ જીવનમાં આગળ વધે તો જ તેમને આ સૂર્યનું શુભ ફળ મળે છે. આવા જાતકોએ પોતાના માથા પર સફેદ અથવા ખાખી રંગની ટોપી પહેરવી જોઈએ, જેથી તેમને સૂર્યનો શુભ પ્રભાવ મળતો રહે.

મંદી હાલત

આ સ્થાન શનિ સંબંધિત હોવાથી આ સ્થાનમાં બેસેલો સૂર્ય, શનિને લગતી ચીજો પર ક્યારે પણ પોતાનો શુભ પ્રભાવ નહીં આપે, જેમાં પૈતૃક વારસો, પિતાનું સુખ, આંખની નજર, લોખંડ, તેલ, લાકડું, ભેંસ, મકાન, ઘૂંટણ વગેરેનો સમાવેશ થાય છે.

જો આવા જાતક સાસરા પક્ષ સાથે મળીને કામ કરે અથવા રાહુ સંબંધિત કારોબાર કરે તો રાહુનું ગ્રહણ હંમેશા તેના પર લાગેલું રહે છે. જો આવા જાતકો પોતાની ખામીઓ વિશે બીજા આગળ ચર્ચા કરે અથવા મુસીબત સમય બીજા આગળ રોદણા રડતો રહે તો એ સૂર્યના અશુભ પ્રભાવની નિશાની છે.

આવો માણસ ભલે ગમે તેટલું ભણેલો કે હોશિયાર હોય, તેના કામ માટે સરકારી બાબુઓની પણ સિફારીશ થઈ હોય પણ જ્યાં સુધી ખુલ્લા માથે ફરતો રહે ત્યાં સુધી તેનો ભાગ્યોદય નહીં થાય. જો આવા જાતકોના ઘરમાં પશ્ચિમની દીવાલમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો તેના લીધે પણ તેની પ્રગતિમાં અવરોધ થાય છે. આ બધાને લીધે તેની નિ: સંતાનપણું પણ ભોગવવું પડતું હોય છે.

જો ખાતા નંબર 5 6 અને ચંદ્ર નીચ હોય તથા ગુરુ મંગળનો સાથ ન હોય તો જાતક અલ્પાયુ, બીમાર ધર્મ અને સંતાનથી બરબાદ હોય છે

જો શુક્ર ચોથે અને શનિ નીચ હોય તો જાતકના પિતા નાની ઉંમરમાં મૃત્યુ પામે છે.

જો ચંદ્ર બીજે હોય અને ઉચ્ચનો હોય તો સરકારી પરિણામો સારા પરંતુ જાતકની માતા દુઃખી હોય છે. જાતકની 24 વર્ષની ઉંમર સુધી તેની માતા દુઃખી રહે છે.

જો સૂર્ય-મંગળ દસમા સ્થાનમાં ભેગા હોય તો કર્મસ્થાન આંધળું બને છે જેના લીધે પતિ-પત્નીમાં ઝઘડો થાય છે, માથાનો દુખાવો રહે અને ચામડી પર લાલ ચાઠા પડી જાય છે.

જો છઠ્ઠે કે સાતમે શનિ-રાહુ-કેતુ બેઠા હોય તો 34 વર્ષ સુધી ભાગ્ય નબળું રહે છે. ના પિતાનું સુખ, ના કુદરતી મદદ, ના સરકારી મદદ, ના સંતાન સુખ કે ના પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

જો આ સ્થાનમાં સૂર્ય-બુધની કે સૂર્ય-મંગળની યુતિ સ્ત્રીની કુંડળીમાં હોય તો તેના ચારિત્ર્ય પર પ્રશ્નો ઊભા થાય છે.

આવા જાતકો પોતે જ પોતાનું કામ બગાડે છે અને જો શનિ નીચનો હોય તો શનિ સંબંધી તમામ પરિણામો અશુભ મળે છે.

જો આ કુંડળીમાં ચોથુ સ્થાન ખાલી હોય તો સરકારી પરિણામો અશુભ એટલે કે ગમે તેટલું જ્ઞાન હોવા છતાં કે આવડત હોવા છતાં કે સારી આદતો હોવા છતાં સરકારી નોકરી કે કારોબારમાં તેની કદર ના થાય. ઉપાય તરીકે ૪૩ દિવસ સુધી નદી કે દરિયાના વહેતા પાણીમાં તાંબાનો સિક્કો વહેતો કરવો જોઈએ.

ઉપાયો :

૧. ૪૩ દિવસ સુધી નદી કે દરિયાના વહેતા પાણીમાં તાંબાનો સિક્કો વહેતો કરવો જોઈએ.
૨. કાળા અને વાદળી રંગના વસ્ત્રોની પરહેજ કરવી.
૩. સફેદ કે ખાકી રંગની ટોપીથી માથું હંમેશા ઢાંકેલું રાખવું.
૪. ઈંડા, માંસ, મટન અને દારૂના સેવનથી દૂર રહેવું.
૫. કોઈની સામે પોતાના રહસ્યો કે દુખતી રાગ જાહેર ના કરવી.
૬. શનિ કે રાહુ સબંધિત કારોબાર ના કરવા.
૭. નિ:સંતાન કે કાણા વ્યક્તિ સાથે ઊંડા સંબંધો ના રાખવા.
૮. ઘરમાં પશ્ચિમની દીવાલમાં કોઈ બારી ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું.

આદિત શાહ
83064 11527

Related posts
Our Columnsગ્રહોના ગગનમાં

લાલ કિતાબ મુજબ ચંદ્રનો બુધ અને શનિ સાથેનો સંબંધ

પુરાણો અનુસાર ચન્દ્ર અને બુધ વચ્ચે…
Read more
Fashion & LifestyleOur Columns

JAMUN - A SUPERFOOD

Commonly known as Java plum or Indian blackberry in English, Jamun or Jambul in Hindi . The Jamun…
Read more
Our Columnsવાનગી વિશેષ

ગોળ કેરીનું અથાણું

ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન…
Read more

Leave a Reply

%d bloggers like this: